If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સદિશના ઘટકો

સલ સદિશના આપેલા આલેખ પરથી x અને y-ઘટક શોધે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સદિશ a b નો ઘટક એટલે કમ્પોનન્ટ શોધો જયારે તેઓ ઘટક વિશે વાત કરે ત્યારે તેઓ તેને વિભાજીત કરવાની વાત કરી રહ્યા હોય જો આપણે બિંદુ a થી શરૂઆત કરીએ અને બિંદુ b પર પૂરું કરીએ તો x દિશામાં કેટલું ખસ્યા તો અહીં આ x માં થતો ફેરફાર છે અને a થી b સુધી જવા માટે આપણે y દિશામાં કેટલું ખસવું પડે તો અહીં આ x માં થતો ફેરફાર છે હું x માં થતા ફેરફાર માટે ગ્રીક શબ્દ ડેલ્ટા નો ઉપયોગ કરીશ અને આ બીજો ઘટક એ y માં થતો ફેરફાર છે તો હવે તે કરવા માટે આપણે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વિષે વિચારીએ અહીં બિંદુ a ના યામ એ 4, 4 છે અને અહીં બિંદુ b ના યામ એ -7, -8 છે તો પહેલા આપણે x માં થતો ફેરફાર જોઈએ અને હું તમને તે જાતે જ કરવા માટે કહું છું જો આપણે અહીં x =4 થી શરૂઆત કરીએ તો આપણે x = -7 સુધી જઈએ છીએ આ પ્રમાણે આ રીતે તો અહીં આ x માં થતો ફેરફાર છે અને તેને ગણવાની ઘણી રીતો છે તમે + 4 થી શરૂઆત કરી -7 પર તે પૂરું કર્યું તેથી તમે અંતિમ બિંદુ લો અને તે -7 છે અને પછી તેમાંથી તમે પ્રારંભિક બિંદુ એટલે કે 4 ને સબટ્રેકટ કરો તો હવે તેના બરાબર -11 થશે અહીં આ નેગેટીવ નો અર્થ એ છે કે આપણે x માં 11 જેટલો ઘટાડો કરી રહ્યા છીએ અને તમે તે જોઈ શકોછો જો તમે આ નાના ચોરસ ને ગણો તો હું 4 થી શરૂઆત કરીને -7 જેટલું નીચે જાવ છું અહીં આ 0 મેળવવા 4 જેટલું નીચે જાવ છું અને પછી બીજા 7 એટલે કે મારે 11 જેટલું ડાબી બાજુએ જવું પડે છે તો અહીં મારો x ઘટક x કમ્પોનન્ટ -11 થશે હવે તેવી જ રીતે y માં થતો ફેરફાર શું છે હું અહીં આ બિંદુ y = 4 થી શરૂઆત કરુછું અને પછી y =-8 સુધી નીચે જાવ છું માટે y માં થતો ફેરફાર બરાબર y ની અંતિમ કિંમત જે -8 છે - y ની પ્રારંભિક કિંમત કે જે 4 છે એટલેકે તેના બરાબર -12 તો તમે તે જોઈ શકો હું અહીંથી શરૂઆત કરું છું અને પછી x અક્ષ મેળવવા 4 જેટલું નીચે જાવ છું અને પછી બીજા 8 એટલે કે 12 જેટલું નીચે જવું પડે તો અહીં આ ઘટક y કમ્પોનન્ટ એ -12 છે હવે મેં આ જે બનાવ્યું છે તેના વિષે તમે કઈક રસપ્રદ જોઈ શકો છો વેક્ટર ab સદિશ ab એ આ બંને સદિશ નો બનેલો છે આ સદિશ જે x દિશામાં જાય છે અને આ સદિશ જે y દિશામાં જાય છે જો તમે આ બંને સદીશને ઉમેરો તો તમને અહીં વેક્ટર ab જ મળે આપણે પછીના વિડીયોમાં તેના પર વધુ વાતો કરીશું