મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
સદિશને ઓળખવા
સલ શોધે છે કે કેટલાક વિકલ્પોમાંથી કયાને સદિશ વડે દર્શાવી શકાય. યાદ રાખો કે સદિશ પાસે મૂલ્ય અને દિશા બંને હોય છે! સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેનામાંથી કયું સદિશ એટલે વેક્ટર દર્શાવી શકે સદિશનું મુલ્ય એટલે મેગ્નીટ્યુડ અને દિશા એટલે ડાયરેકશન બંને હોય છે તો નીચેના માંથી કયું મુલ્ય અને દિશા બંને દર્શાવી શકે અહીં પ્રથમ વિકલ્પ એ
સંખ્યા 5 છે 5 એ મુલ્ય બતાવે છે તમે તેને કેટલું મોટું છે એમ કહી શકો આ બધી માહિતી
તેની પાસે છે તે ચોક્કસ દિશામાં 5 દર્શાવતું નથી આ સદિશ દર્શાવી શકે નહિ તમારેતેના માટે દિશા પણ બતાવવી પડે હવે ખૂણા નું માપ 5 અંશ છે તે દિશા
દર્શાવી શકે ધારોકે આ પોસિટીવ x અક્ષ છે અને આ પોસિટીવ y અક્ષ છે આ પ્રમાણે અને આ x અક્ષ થી ખૂણાનું માપ 5 અંશ છે તો જો તે 5 અંશ હોય તો તે દિશા
બતાવશે પરંતુ તે આપણને મુલ્ય આપતું નથી તે દિશામાં કેટલું દુર અથવા લાંબુ છે તે કહેતું નથી તો 5 અંશ નું માપ એ દિશા
આપેછે પરંતુ તે મુલ્ય આપતું નથી આપણે અહીં તેને કેન્સલ કરીએ ત્યાર પછી બિંદુ 5
,5 આ રસપરદ છે આપણે એમ કહીએ કે આ બિંદુ એ ઉગમબિંદુ થી શરુ થતા સદિશ નું અંત્યબિંદુ
છે તો આપણે તેને અહીં દોરીએ આ પોસિટીવ x અક્ષ છે અને આ આ પોસિટીવ y
અક્ષ છે તો આ સમક્ષિતિજ દિશામાં 1,2,3,4,5 અને તેવી જ રીતે શીરોલંબ દિશા માં 1
,2,3,4,5 માટે બિંદુ 5 ,5 અહીં હશે 5 ,5 અહીં હશે તો હવે આ બિંદુને આ રીતે દર્શાવી શકાય તે કઇક આ રીતનું દેખાશે આ સદિશનું હેડ છે અને ઉગમબિંદુ એ તેનું ટેઈલ છે તો તે સદિશ કઈક આવો દેખાશે હવે તમે મુલ્ય અને દિશા બંને આપી રહ્યા છો હવે આ ઉગમબિંદુ અને આ બિંદુ વચ્ચે નું અંતર શું છે તમે પાયથાગોરસ ના પ્રમેય પરથી તે શોધી શકો અને તેની દિશા સામાન્ય છે માટે તે મુલ્ય અને દિશા બંને દર્શાવે છે આમ આ સદિશ દર્શાવી શકે હવે 5+5 થી મળતું પરિણામ તેનું પરિણામ 10 છે ફરીથી આ ફક્ત સંખ્યા છે પ્રથમ વિકલ્પ ની જેમ જ જો આ ફક્ત સંખ્યા હોયતો તેનું મુલ્ય છે પરંતુ આપણી પાસે તેની દિશા નથી તેથી આ પણ સદિશ દર્શાવી ન શકે