If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુરુત્વીય સ્થિતિઊર્જા અને સંરક્ષી બળની સમીક્ષા

ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, સંરક્ષી બળ, અને અસંરક્ષી બળ માટે મુખ્ય ખ્યાલ અને સમીકરણની સમીક્ષા કરો.

મુખ્ય શબ્દ

પદ (સંજ્ઞા)અર્થ
ગુરુત્વીય સ્થિતિ ઊર્જા (Ug)ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પદાર્થના સ્થાનના કારણે ઊર્જા. SI એકમ જૂલ (J) છે.
સંરક્ષી બળોબળ જેના માટે બળ વડે થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે તેમજ લેવામાં આવેલા પથથી સ્વતંત્ર હોય. જયારે પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન હોય ત્યારે પરિણામી કાર્ય શૂન્ય છે. ગુરુત્વાકર્ષણ બળ તેનું ઉદાહરણ છે.
અસંરક્ષી બળોબળ જેના માટે થતું કાર્ય લેવામાં આવેલા પથ પર આધાર રાખે છે. ઘર્ષણ બળ તેનું ઉદાહરણ છે.
સ્થિતિ ઊર્જા (U)પદાર્થના સ્થાનના કારણે સંગ્રહાયેલી ઉર્જા.

સમીકરણ

સમીકરણસંજ્ઞાનો અર્થશબ્દોમા અર્થ
ΔUg=mgΔyΔUg ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર છે, m દળ છે, g ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની પ્રબળતા છે, અને Δy ઊંચાઈમાં થતો ફેરફાર છે.ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ દળ, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની પ્રબળતા, અને ઊંચાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

1) કેટલીક વાર લોકો ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં ફેરફાર માટે ઊંચાઈ કઈ રીતે માપવી તેમાં ગૂંચવાય છે. ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં ફેરફાર ફક્ત ઊંચાઈમાં થતા ફેરફાર પર જ આધાર રાખે છે, જ્યાં y=0 ની વ્યાખ્યા મહત્વની નથી. પદાર્થના ન્યૂનતમ સ્થાનને પસંદ કરવાની સામાન્ય રીત y=0 તરીકે પસંદ કરવાની છે.

વધુ શીખો

સંરક્ષી અને અસંરક્ષી બળોની વધુ ઊંડી સમજ માટે, સંરક્ષી અને અસંરક્ષી બળો વિશેનો અમારો વિડીયો જુઓ.
આ ખ્યાલ તરફ તમારી સમજ અને કૌશલ્ય ચકાસવા, ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારની ગણતરી કરવાનો મહાવરો ચકાસો.