If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પવારની સમીક્ષા

પવાર માટેના મુખ્ય ખ્યાલ અને સમીકરણની સમીક્ષા કરો, iપાવર અને ઊર્જા વચ્ચેના તફાવત સહિત.

મુખ્ય શબ્દ

પદ (સંજ્ઞા)અર્થ
પાવર (P)જે દરે કાર્ય થાય છે તે (અથવા ઊર્જાનું વહન થાય). SI એકમ વોટ Watts (W)
Watt (W)પ્રતિ સેકન્ડ 1જૂલ ઊર્જાનું વહન થાય તેને સમકક્ષ પાવર. SI એકમ kgm2s3

સમીકરણ

સમીકરણસંજ્ઞાશબ્દોમાં અર્થ
P=ΔEΔtP પાવર છે, ΔE ઊર્જામાં થતો ફેરફાર છે, અને Δt સમયમાં થતો ફેરફાર છે.પાવર એ ઊર્જામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર છે.
P=WΔtW કાર્ય છેપાવર એ થતું કાર્ય ભાગ્યા સમયમાં થતો ફેરફાર છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

  1. કેટલાક લોકો પાવર સાથે ઊર્જામાં ગૂંચવાય જાય છે. ઊર્જા એ થતા કાર્યનું માપન છે, જયારે પાવર એ સમય સાથે ઊર્જામાં કેટલો ફેરફાર થાય છે તે છે.
  2. લોકો ભૂલી જાય છે કે આપણે બળ વડે થતા કાર્ય વડે પાવર માપી શકીએ. આપણે સમીકરણમાં ઊર્જામાં થતા ફેરફારની જગ્યાએ બળ વડે થતું કાર્ય W=FΔxcosθ મૂકી શકીએ
P=ΔEΔt=WΔt=FΔxcosθΔt
જો બળ ગતિની દિશામાં જ હોય, તો cosθ=1 અને સમીકરણને ફરીથી લખી શકાય
P=Fv¯
જ્યાં F અચળ બળ છે, અને અંતરમાં ફેરફાર ભાગ્યા સમય એ સરેરાશ વેગ, v¯ છે.

વધુ શીખો

વધુ ઊંડી સમજણ માટે, પાવરના પરિચયનો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના તમારા કૌશલ્યના કાર્યને ચકાસવા, પાવર અને ઊર્જાને સંબંધિત મહાવરો ચકાસો.