જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

Unit 10: કાર્ય, ઊર્જા અને પાવર

આ એકમ વિશે

"ઊર્જા" એવો શબ્દ છે જેનો ઘણો ઉપયોગ થાય છે. અહીં, તમે શીખશો કે ભૌતિકશાસ્ત્રમાં તે કઈ રીતે ખૂબ જ ઉપયોગી ખ્યાલ છે. તેની સાથે જ, આપણે કાર્ય, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, અને ઊર્જા સંરક્ષણના નિયમ વિશે વાત કરીશું.

તમે વિચારો છો કે તેના કરતા ઘણું વધારે કાર્ય કરો છો (મોટા ભાગ માટે પૈસા મળતા નથી). આ લેશન આપણે ભૌતિકશાસ્ત્રમાં કાર્યની જે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ તેનો પરિચય આપશે, જે આપણને બળ અને ગતિ વિશે વિચારવાની બીજી રીત આપશે.
ગતિ ઊર્જા એવી ઊર્જા છે જે પદાર્થની પાસે તેની ગતિના કારણે હોય છે. ગતિ ઊર્જાની ગણતરી કઈ રીતે કરી શકાય અને ગતિ ઊર્જા કાર્ય સાથે કઈ રીતે સંબંધિત છે આપણે તેની વાત કરીશું.
ગુરુત્વીય સ્થિતિઊર્જાનો અર્થ શું થાય અને તે સંરક્ષી બળ જેમ કે ગુરુત્વાકર્ષણ સાથે કઈ રીતે સંબંધિત છે તે શીખો.
બધા જ પ્રકારના વેઈનીંગ મશીન સ્પ્રિંગ ધરાવે છે જે અમુક બિંદુ સુધી ખેંચાયેલી કે સંકોચાયેલી રહેવા માટે ચોક્કસ બળ લે છે. હૂકનો નિયમ આપણને સ્પ્રિંગને ક્રિયામાં રાખવા અને વિષય માટે જરૂરી તમામ સાધન આપે છે.
પાવરનો અર્થ શું થાય અને ભૌતિકશાસ્ત્રમાં ઊર્જા રૂપાંતરણના દરને દર્શાવવા તેનો ઉપયોગ કઈ રીતે થાય તે શીખો.
જુદા જુદા પ્રકારની અથડામણને ઓળખવી ઘણી ઉપયોગી છે. અહીં, તમે શીખશો કે અથડામણ સ્થિતિસ્થાપક અથવા અસ્થિતિસ્થાપક હોવાનો અર્થ શું થાય અને તે ગાણિતિક રીતે શું દર્શાવે.