If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 10

Lesson 9: સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણ

અસ્થિતિસ્થાપક અથડામણની સમીક્ષા

અસ્થિતિસ્થાપક અથડામણ માટે મુખ્ય ખ્યાલ અને કૌશલ્યની સમીક્ષા કરો. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક એ કઈ રીતે નક્કી થાય તે સમજો.

મુખ્ય શબ્દ

પદ (સંજ્ઞા)અર્થ
અસ્થિતિસ્થાપક અથડામણઅથડામણ જે વેગમાનનું સંરક્ષણ કરે છે પણ ગતિ ઊર્જાનું નહિ.
સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ જેમાં પદાર્થો ચોંટી જાય છે અને તેમની પાસે સમાન અંતિમ વેગ હોય છે. તેને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ પણ કહેવાય છે.
વિસ્ફોટકઉલટું અસ્થિતિસ્થાપક અથડામણ જેમાં વેગમાનનું સંરક્ષણ થાય છે અને ગતિ ઊર્જા વધે છે.

અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક એ કઈ રીતે નક્કી કરવું

જો પદાર્થ એકબીજા સાથે ચોંટી જાય, તો અથડામણ સંપૂર્ણરીતે અસ્થિતિસ્થાપક છે. જયારે પદાર્થો એકબીજા સાથે ચોંટી ન જ્યાં, ત્યારે આપણે પ્રારંભિક ગતિ ઊર્જા શોધીને અને તેની સરખામણી અંતિમ ગતિ ઊર્જા સાથે કરીને અથડામણનો પ્રકાર શોધી શકીએ જો ગતિ ઊર્જા સમાન હોય, તો અથડામણ સ્થિતિસ્થાપક છે. જો ગતિ ઊર્જા બદલાતી હોય, તો પદાર્થો ચોંટે છે કે નહિ તેની પરવા કર્યા સિવાય અથડામણ અસ્થિતિસ્થાપક છે. બંને પરિસ્થિતિમાં, અથડામણ બાહ્ય બળ સાથે નથી, વેગમાનનું સંરક્ષણ થાય છે.

અસ્થિતિસ્થાપક અથડામણના ઉદાહરણો

બેલિસ્ટિક લોલક એક સાધન છે જેમાં પ્રક્ષિપ્ત જેમ કે બુલેટને લાકડાનાં સ્થિર ભારે ટુકડામાં છોડવામાં આવે છે. કેટલીક ગતિ ઊર્જાનું રૂપાંતર ઉષ્મા અને ધ્વનિમાં થાય છે, તેમજ કેટલીકનો ઉપયોગ ટુકડાનો આકાર બદલવા થાય છે. તેમ છતાં, વેગમાનનું સંરક્ષણ થાય છે. પરિણામે, અથડામણ પછી ટુકડો અમુક ઝડપે દૂર દોલિત થાય.
આપણને કયા ચલ આપવામાં આવ્યા છે તેના આધારે, આપણે જુદા જુદા અજ્ઞાત માટે ઉકેલવા સંરક્ષણના આ બંને નિયમનો ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે, આપણે અથડામણ પછી ટુકડાની ગતિ ઊર્જા નક્કી કરવા માટે દોલનની મહત્તમ ઊંચાઈનો ઉપયોગ કરી શકીએ, પછી વેગમાનના સંરક્ષણનો ઉપયોગ કરીને પ્રક્ષિપ્તની પ્રારંભિક અને અંતિમ ઝડપ શોધી શકીએ.
આકૃતિ 1. બેલિસ્ટિક લોલકમાં અસ્થિતિસ્થાપક અથડામણ
અસ્થિતિસ્થાપક અથડામણનું બીજું ઉદાહરણ માટીનો નીચે ફેંકવામાં આવેલો બોલ છે. માટીનો નીચે ફેંકવામાં આવેલો બોલ ફરીથી ઉછળતો નથી. જયારે તે જમીન સાથે અથડાય છે ત્યારે વિકૃતિના કારણે ગતિ ઊર્જા ગુમાવે છે અને તેનો આકાર બદલાય છે. તે જ રીતે, જયારે કાર અથડાય ત્યારે તૂટી જાય છે. કાર ક્રેશ કારની કેટલીક પ્રારંભિક ગતિ ઊર્જાનું રૂપાંતર ઉષ્મા, ધ્વનિ, અને કારની વિકૃતિમાં કરે છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

  1. લોકો કેટલીક વાર વિચારે છે કે પદાર્થો અસ્થિતિસ્થાપક અથડામણમાં ચોંટી જ જવા જોઈએ. પદાર્થો ફક્ત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં જ ચોંટી જાય છે. પદાર્થ કદાચ ઉછળીને અથવા વિસ્ફોટ પામીને દૂર પણ પડે, અને તો પણ અથડામણને અસ્થિતિસ્થાપક માનવામાં આવે કારણકે ગતિઊર્જાનું સંરક્ષણ થતું નથી.
  2. લોકો ઘણી વાર વિચારે છે કે અસ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન પદાર્થ ફક્ત ગતિઊર્જા જ ગુમાવે છે. જયારે ગતિઊર્જાનું સંરક્ષણ ન થતું હોય ત્યારે અથડામણને અસ્થિતિસ્થાપક લેવામાં આવે છે, પણ આ ક્યાંક તો ગતિ ઊર્જા મેળવવા અથવા ગુમાવવાના કારણે હોઈ શકે. ઉદાહરણ તરીકે, વિસ્ફોટક-પ્રકારની અથડામણમાં, ગતિઊર્જા વધે છે.
  3. અથડામણમાં ઊર્જાને સંરક્ષિત કરવાનો પ્રયત્ન કરવો લોકો માટે સામાન્ય છે. આપણે આ ફક્ત ત્યારે જ કરી શકીએ જયારે આપણને કહેવમાં આવ્યું હોય કે અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.

વધુ શીખો

અસ્થિતિસ્થાપક અથડામણની વધુ ઊંડી સમજ માટે, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણનો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના તમારા કૌશલ્યના કાર્યને ચકાસવા, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણના ગુણધર્મો ચકાસો.