મુખ્ય વિષયવસ્તુ
Unit: ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો
આ એકમ વિશે
તમે નાનું ઘર બનાવવા માંગો કે મોટો બંગલો, નાનો બ્રીજ કે મોટો સી લિંક, પદાર્થના સ્થિતિસ્થાપક ગુણધર્મોને સમજવું ખૂબ જ અગત્યનું છે. આ એકમમાં, આપણે આવા જ કેટલાક પાયાના સ્થિતિસ્થાપક ગુણધર્મોને સમજીશું અને કેટલીક ઇજનેરી ઉપયોગીતાને જોઈશું.કોઈ પણ પદાર્થના સ્થિતિસ્થાપક ગુણધર્મને સમજાવવાની સૌથી સારી રીત 'પ્રતિબળ' અને 'વિકૃતિ' વિશે વાત કરવાની છે. આપણે આ શબ્દોનો ઉપયોગ આપણા રોંજીદા જીવનમાં કરીએ જ છીએ તેમ છતાં, ભૌતિકશાસ્ત્રમાં તેમનો સચોટ અર્થ અને વ્યાખ્યા છે. આ લેશનમાં, આપણે તેઓ ચોક્કસ શું છે તે શીખીશું.
કોઈકવાર પદાર્થ પર લાગતા બળ પદાર્થને વાળી શકે અથવા તેમનું સંકોચન પણ કરી શકે. આ પરિસ્થિતિમાં, પદાર્થ જુદી રીતે પ્રતિક્રિયા આપે છે. તેથી, આ લેશનમાં, અમે આ નવા પદ જેને આકાર અને કદ કહે છે તેનો પરિચય આપીશું અને તેમનું ધ્યાન કઈ રીતે રાખવું તે બતાવીશું.
પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂકની સમજ પાસે સૌથી સારી ઇજનેરી ઉપયોગીતા છે. તેમાંના કેટલાકને જોઈએ જેનાથી તમે કદાચ પરિચિત હોવ.