If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :7:31

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે જયારે તમે બાંધકામની આ પ્રકારની બધી જ રચના જોશો ત્યારે તમે બીમનો સૌથી સામાન્ય આકાર કયો જુઓ ચો અને તે આઈ આકારનો બીમ છે તમે અહીં દરેક જગ્યાએ જોઈ શકો તેનો આર્ચેડ કેપિટલ લેટર I જેવો દેખાય છે તેથી તેને i બીમ કહેવાય છે પરંતુ ઇજનેરો શા માટે આજ આલ્ફાબેટને પસંદ કરે છે બીજા કોઈ આલ્ફાબેટને શા માટે નહિ ધારો કે આપણે અહીં બ્રિજ બનાવ માંગીએ છીએ આ પ્રમાણે અને અહીં છેડા આગળ પાયાઓ તેને આધાર આપે છે હવે આપણે આ બ્રિજનો લંબ ચોરસ આર્ચેડ લઈને શરૂઆત કરીએ હવે અહીં આ બ્રિજ પાર ઘણા બધા બળો કાર્ય કરે છે ગુરુત્વાકર્ષણ બળ તેની નીચેની તરફ ખેંચે છે તેનું પોતાનું વજન તેની નીચેની તરફ ખેંચે છે હવે અહીં તેની ટોચ પર અમુક બીજી બાબતો પણ હોઈ શકે વાહનો તેનું ઉપર ગતિ કરતા હોય છે અને આ બધી જ બાબતો તેની નીચેની તરફ ધક્કો મારે છે હવે આ બધા બળોને કારણે આ બ્રિજનો આકાર આ પ્રમાણે બદલાઈ શકે આપણે પહેલા શીખી ગયા કે પદાર્થ બાહ્ય બળ હેઠળ પોતાનો આકાર બદલે છે અને જયારે તેઓ પોતાનો આકાર બદલે ત્યારે મૂળ સ્થિતિમાં પાછો આવવાનો પ્રયત્ન કરે છે અને તેના માટે તેઓ પોતાની અંદર પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન કરે છે અને પરિણામે આખો બ્રિજ ખુબ જ વધારે પ્રતિ બળમાં છે અને આપણે એ પણ ભણી ગયા કે જો પ્રતિ બળ અમુક બિંદુઓથી ઉપર જાય તો તમે કોઈ પણ પદાર્થનો આકાર આધારે પડતો બદલો તો તે પદાર્થ કદાચ તૂટી પણ શકે હવે મારો પ્રશ્ન એ છે કે આપણે આ પ્રમાણેનો બેન્ડીંગ થતું કઈ રીતે અટકાવી શકીએ આપણે આ બ્રિજને તોડવા નથી માંગતા અને આપણે તે કઈ રીતે કરી શકીએ આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે પાતળી લાકડી હોય તો તેને સરળતાથી વળી શકાય તેને સરળતાથી todi શકાય પરંતુ જો આપણી પાસે જાડી લાકડી હોય તો તેને વાળવી કે તેને તોડવી અઘરી છે માટે સૌથી સરળ વિચાર એ છે કે આપણે આ બ્રિજને થોડો જાડો બનાવવો જોઈએ માટે આપણે આ બ્રિજના આર્ચેડને આ પ્રમાણે થોડો જાડો બનાવીએ પરંતુ અહીં એક સમસ્યા છે જો તમે આ બ્રિજને જાડો બનાવો તો તેનો અર્થ એ થાય કે તમે વધુ પદાર્થનો ઉપયોગ કરી રહ્યા છો તમે આ આખી બાબતનું વજન વધારી રહ્યા છો અને જો આ વજન વધશે તો જે બળના કારણે આ પ્રમાણેનો બેન્ડિં થઈ છે તે બળ પણ વધશે આ એક સમસ્યા છે અહીં આ આધાર પણ મજબૂત હોવું જોઈએ અને પછી તેની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવું એટલે કે તમને કોઈ એક જગ્યાએ તેનો ઉત્પાદન કરો છો અને પછી તેને બીજી જગ્યાએ લઇ જાવ છો તે પણ મુશ્કેલ બનશે આમ જયારે તમે આ બ્રિજને જાડો બનાવશો ત્યારે તેમાં ઘણી બધી સમસ્યા આવશે આમ તમે તેને ઉકેલવા કરતા તેને વધુ જટિલ બનાવી રહ્યા છો આપણે અહીં બ્રિજનું વજન વધાર્યા સિવાય તેને જાડો બનાવવા માંગીએ છીએ આપણે આ બ્રિજનું વજન વધાર્યા વગર તેમાં વદારે પદાર્થો ઉમેર્યા વગર તેને જાડો બનાવવા માંગીએ છીએ સૌ પ્રથમ તમને એમ થશે કે આ કઈ રીતે કરી શકાય ઇજનેરયોએ આ બધા પ્રશ્નને ઉકેલ્યા અને શરૂઆતમાં તેમને લાગ્યું કે આ શક્ય નથી પરંતુ જો આપણે ભૌતિક શાસ્ત્રના સંધર્ભમાં વિચારીએ તો આપણે તેનો ઉકેલ મેળવી શકીએ અને તેના માટે સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રમાણેના વળાંક વાળા બીમમાં કયું પ્રતિ બળ ઉત્પ્ન્ન થાય છે તેને સમજવું જરૂરી છે આપણે ઘણા બધા પ્રતિબળ વિશે અભ્યાસ કરી ગયા આપણે તણાવ પ્રતિબળ ડાબીય પ્રતિબળ આકાર પ્રતિબળ અને કદ પ્રતિબળ વિશે શીખી ગયા આપણે તેમને અગાઉના વિડીઓમાં જોઈ ગયા જો તમે તેનાથી પરિચિત ન હોય તો તમે તેના વિડિઓ ફરીથી જોઈ શકો અને પછી આ વિડિઓ પર આવી શકો જેથી તમને અહીં સારી સમાજ પડશે ખાસ કરીને તણાવ પ્રતિબળ અને ડાબીય પ્રતિબળના વિડિઓ જુઓ કારણ કે અહીં આ બંને પ્રતિબળ મહત્વના છે પરંતુ આપણે તે બધા વિડિઓમાં આ પ્રકારના બેન્ડીંગ વિશે વાત કરી નથી અને બેન્ડિં થોડું જટિલ છે હવે આ બ્રિજની અંદર કયા પ્રકારનું પ્રતિ બળ ઉત્પ્ન્ન થાય છે તેને વધુ સારી રીતે સમજવા આપણે ફરી એક વાર બ્રિજ લઈએ પરંતુ અહીં આ વખતે તેની અંદર આ પ્રમાણેના સળિયા મૂકિયાં છે જે આપણને પ્રતિ બળ સારી રીતે સમજવામાં મદદ કરશે હવે ફરીથી તેના પર બળ લાગવાને કારણે આ બ્રિજ બેન્ડ થશે તે પોતાનો આકાર બદલશે પરંતુ હવે તમે અહીં જોશો કે બ્રિજની ઉપર આ સળિયાઓ એક બીજાની નજીક આવે છે અને અને બ્રિજની નીચે આ સળિયાઓ એક બીજાથી દૂર જાય છે તેનો અર્થ એ થાય કે અહીં ઉપરના ભાગમાં અણુઓ એક બીજાની નજીક આવે છે અહીં આ સાલિયાઓ અણુઓ વિશે સમજવામાં આપણી મદદ કરે છે બ્રિજની ઉપર અણુઓ એક બીજાની નજીક આવે છે અને બ્રિજની નીચે અણુઓ એક બીજાથી દૂર જાય છે તેથી સૌથી ઉપરના બિંદુઓ આગળ અણુઓ એક બીજાની નજીક હોય છે જે રીતે આ સળિયાઓ એક બીજાની નજીક છે તેવી જ રીતે સૌથી ઉપરના બિંદુ આગળ અણુઓ એક બીજાની નજીક હોય છે તેથી સૌથી ઉપરના બિંદુ આગળ અણુઓ એક બીજાની સૌથી વધારે નજીક હોય છે જેવી રીતે સળિયાઓ અહીં સૌથી વધારે નજીક છે તેવી જ રીતે અણુઓ પણ એક બીજાની સૌથી વધારે નજીક છે અને યાદ રાખો કે જયારે અણુઓ એક બીજાની નજીક આવે ત્યારે આપણે સંકોચન વિશે વાત કરી રહ્યા છીએ અહીં ઉપરના ભાગ આગળ અણુઓ એક બીજાની નજીક આવે છે તેથી અહીં આ ઉપરનો ભાગ અહીં આ ભાગ દબાણ હેઠળ છે અને આ સૌથી ઉપરના ભાગ આગળ આ ભાગ આગળ આ દબાણ મહત્તમ હશે ત્યાં ડાબીય પ્રતિબળ મહત્તમ હશે હવે અહીં તળિયાના ભાગમાં સળિયાઓ એક બીજાથી દૂર જાય છે એટલે કે આ અણુઓ એક બીજાથી દૂર જાય છે માટે અહીં નીચેના ભાગમાં બ્રિજની નીચેના ભાગમાં મહત્તમ તણાવ બળ હશે હવે બ્રિજની નીચેના ભાગમાં સળિયાઓ જેમ એક બીજાથી દૂર જાય છે અણુઓ પણ એક બીજાથી દર જશે તેથી અહીં નીચેના ભાગમાં આ બ્રિજની નીચેના ભાગમાં આપણી પાસે મહત્તમ તણાવ પ્રતિબળ હશે અણુઓ એક બીજાથી દૂર જાય છે તેથી અહીં મહત્તમ તણાવ હશે મહત્તમ તણાવ અને અહીં મહત્તમ ડાબીય પ્રતિ બળ હવે જેમ જેમ તમે અહીં કેન્દ્રની નજીક આવો તેમ તેમ આ ડાબીય પ્રતિબળ ઘટે છે અને તેવી જ રીતે અહીં તણાવ પ્રતિબળ ઘટે છે જેમ જેમ તમે કેન્દ્રની વધારે નજીક આવો તેમ તેમ ડાબીય પ્રતિબળ અને તણાવ પ્રતિબળ ઘટે છે અને આપણે કહી શકીએ કે અહીં આ કેન્દ્ર આગળ ડાબીય પ્રતિબળ અને તણાવ પ્રતિબળ 0 હોય છે અહીં આ કેન્દ્ર આગળ પ્રતિબળ હોતું નથી ત્યાં કોઈ પ્રતિબળ નથી હવે જયારે આપણે લાકડીને જાડી બનાવીએ ત્યારે તેને તોડવી શા માટે મુશ્કેલ છે કારણ કે જયારે તમે તેને જાડી બનાવો ત્યારે તમે તેમાં વધારે પદાર્થ ઉમેરી રહ્યા છો તમે તેમાં વધારે અવરોધ ઉમેરી રહ્યા છો તેનું પુનઃ સ્થાપક બળ વધારે હોય છે તેથી તેને વાળવી વધુ મુશ્કેલ છે પરંતુ જો તમારે આ રીતે બેન્ડીંગ થતું અટકાવવું હોય તો તમને ફક્ત ઉપરના ભાગમાં જ વધારે પદાર્થ જોઈશે કારણ કે તે ભાગમાં મહત્તમ ડાબીય પ્રતિબળ હોય છે અને તેવી જ રીતે તમને નીચેના ભાગમાં વધારે પદાર્થ જોઈશે પરંતુ તમને અહીં કેન્દ્ર આગળ વધારે પદાર્થની જરૂર નથી કારણ કે ત્યાં કોઈ પ્રતિબળ નથી ત્યાં કોઈ અવરોધક બળ નથી તો આપણે અહીં કેન્દ્ર આગળ વધારે પદાર્થ મૂકીને શા માટે તેને વેસ્ટ કરવો જોઈએ અને ઇજનેરનોને આના પરથી વિચાર આવ્યો ઇજનેરયોએ કહ્યું કે આપણે આ પ્રમાણે તેને જાડું બનાવી શકીએ પરંતુ વધારે પદાર્થ ઉમેરીને નહિ તેઓ એ કહ્યું કે આપણે અહીં આ વચ્ચેના ભાગ માંથી પદાર્થને દૂર કરીએ કારણ કે તે કોઈ પણ પ્રકારનું ઓવરોધક બળ પૂરું પડતું નથી માટે આપણે અહીં વચ્ચેના ભાગમાં પદાર્થનો વેસ્ટ કરવો જોઈએ નહિ માટે અહીં વચ્ચેના ભાગ માંથી વચ્ચેના ભાગ માંથી પદાર્થને દૂર કરીએ અહીં વચ્ચેના ભાગને ખુબ જ પાતળો રાખીએ આ પ્રમાણે અને આ બધો જ પદાર્થ તેની ટોચના ભાગમાં મૂકીએ હવે તમે અહીં જોઈ શકો કે તમને જે આકાર મળે છે તે આઈ આકાર છે મૉટે ભાગે બીમમાં આ i આકારનો જ ઉપયોગ થાય છે આમ આપણે અહીં શું કર્યું જે ભાગમાં મહત્તમ પ્રતિબળ છે તે ભાગમાં તેને જાડું બનાવ્યું માટે હવે તેને વાળવું અઘરું છે આપણે પહેલા જેટલા પદાર્થનો ઉપયોગ કર્યો તેનાથી વધારે પદાર્થનો ઉપયોગ અહીં કર્યો નથી તેનું વજન પહેલા jetlu હતું અત્યારે પણ તેને સમાન જ છે ઇજનેરયોએ કહ્યું કે આ બેન્ડીંગને સહન કરવા અહીં આ આકાર ખુબ જ અસરકારક છે અને તેથી જ આપણે તેનો ઉપયોગ વધારે કરીએ છીએ