મુખ્ય વિષયવસ્તુ
Unit 11: કણોના તંત્ર અને ચાકગતિ
આ એકમ વિશે
ચાકગતિ કરતા પદાર્થનું નિરીક્ષણ કરવા તમે અત્યાર સુધી ગતિ, બળ, ઊર્જા, અને વેગમાન વિશે જે કંઈ પણ શીખ્યા તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. ત્યાં કેટલાક તફાવત પણ છે. અહીં, તમે ચાકગતિ, ચાકમાત્રા, ટૉર્ક, અને કોણીય વેગમાન વિશે શીખશો.દ્રવ્યમાન કેન્દ્રનો અર્થ શું થાય, તે શા માટે ઉપયોગી છે, અને તેની ગણતરી કઈ રીતે થાય તે શીખો.
કોણીય સ્થાનાંતર, કોંય વેગ, અને કોણીય પ્રવેગનો અર્થ શું થાય તેમજ તેઓ તેમને અનુરૂપ રેખીય ચલ સાથે કઈ રીતે સંબંધિત છે તે શીખો.
ચાકગતિની શુદ્ધ ગતિકીના સૂત્રોનો ઉપયોગ કરીને કોણીય સ્થાનાંતર, કોંય વેગ, અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ શીખો.
જેણે પણ ક્યારેય બારણું ખોલ્યું હોય તેની પાસે ટૉર્કની સાહજીક સમજ છે. આ લેશનમાં, આપણે ટૉર્ક અને ચાકગતિય સંતુલનના ખ્યાલનો ઉપયોગ કરીને પદાર્થ શા માટે અને કઈ રીતે પરિભ્રમણ કરે છે તે સમજીશું.
આ લેશનમાં, આપણે શીખીશું કે અક્ષને અનુલક્ષીને કઈ રીતે કોણીય વેગમાં થતો ફેરફાર દળના વિતરણ પણ કઈ રીતે અસર કરે છે. આ ગુણધર્મને ચાકગતિમાં જડત્વ કહે છે.
જો બેઝબોલ સ્પિન કરતો હોય તો તેની પાસે વધુ ગતિઊર્જા હશે? આ લેશનમાં, આપણે શીખીશું કે પદાર્થની ચાકગતિમાં ગતિઊર્જા કઈ રીતે શોધી શકાય તેથી આપણે બેઝબોલ પાસે કેટલી વધારે ગતિઊર્જા છે તે શોધી શકીએ.
આ લેશનમાં, આપણે કોણીય વેગમાન અને કોણીય બળના આઘાત વિશે અને આ રાશિઓ સ્થાનાંતરણ (અથવા રેખીય) વેગમાન સાથે કઈ રીતે સંબંધિત છે તે શીખીશું.
કોણીય વેગમાન અચળ હોય છે જ્યાં ત્યાં કોઈ પરિણામી ટૉર્ક ન હોય, જેવી રીતે રેખીય વેગમાન અચળ હોય છે જ્યારે ત્યાં કોઈ પરિણામી બળ ન હોય. આ લેશનમાં, આપણે કોણીય વેગમાનના સંરક્ષણ વિશે અને પ્રશ્નોને ઉકેલવા માટે નવા સંરક્ષણના નિયમને કઈ રીતે લાગુ પાડી શકાય તે શીખીશું.