If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોણીય ગતિવિજ્ઞાનની સમીક્ષા

કોણીય ગતિવિજ્ઞાન માટે સમીકરણ અને કૌશલ્યનું પુનરાવર્તન, સૌથી શ્રેષ્ઠ શુદ્ધ ગતિકીના સૂત્રને કઈ રીતે પસંદ કરી શકાય તેના સહીત.

સમીકરણ

  1. ω=ω0+αt
  2. θ=θ0+ω0t+12αt2
  3. ω2=ω02+2α(θθ0)
  4. θθ0=12(ω0+ω)t
જ્યાં:
  • θ0 પ્રારંભિક ખૂણો છે
  • θ અંતિમ ખૂણો છે
  • t
    છે
  • ω0 પ્રારંભિક કોણીય વેગ છે
  • ω અંતિમ કોણીય વેગ છે
  • α કોણીય પ્રવેગ છે
ધારણા:
  • સમયના અંતરાલ દરમિયાન કોણીય પ્રવેગ α અચળ છે.

શ્રેષ્ઠ ચાકગતિકીય શુદ્ધ ગતિવિજ્ઞાનના સૂત્રને પસંદ કરવું

શ્રેષ્ઠ ચાકગતિકીય શુદ્ધ ગતિવિજ્ઞાનના સૂત્રને પસંદ કરવું જે તમારા પ્રશ્ન માટે યોગ્ય છે, તમને ચાકગતિમાં કયો ચલ આપ્યો નથી અને તમને કયો પૂછવામાં આવ્યો નથી તે શોધો ઉદાહરણ તરીકે, આપણે ચલ ω, ω0, α, અથવા t માટે સમીકરણ 1, ω=ω0+αt નો ઉપયોગ કરી શકીએ જો આપણે કોઈ પણ ત્રણની કિંમત જાણતા હોઈએ તો.
નોંધો કે દરેક શુદ્ધ ગતિવિજ્ઞાનના સૂત્રમાં પાંચમાંથી એક ચલ ખૂટે છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

લોકો ભૂલી જાય છે કે ચાકગતિકીય શુદ્ધ ગતિવિજ્ઞાનના ચલ — θ0,θ,ωo,ω,α — સદિશ છે અને સામાન્ય રીતે તેમની પાસે ઋણ નિશાની હોય છે. ઋણ નિશાનીને ભૂલી જવી એ ત્રુટિનો ખુબ જ સામાન્ય સ્ત્રોત છે. ઉદાહરણ તરીકે, જો ચક્રનો કોણીય વેગ વિષમઘડી (ધન દિશામાં) હોય અને તેનો કોણીય પ્રવેગ સમઘડી (ઋણ દિશામાં) હોય તો ચક્રનું પરિભ્રમણ ધીમું થાય.જો કોણીય વેગ અને પ્રવેગ પાસે વિરુદ્ધ નિશાની હોય ત્યારે જ ધીમું પડવું શક્ય છે.

વધુ શીખો

ચાકગતિકીય શુદ્ધ ગતિવિજ્ઞાનની વધુ ઊંડી સમજણ માટે, ચાકગતિકીય શુદ્ધ ગતિવિજ્ઞાન પરનો અમારો વિડીયો જુઓ.
આ ખ્યાલ તરફ તમારી સમજ અને કૌશલ્યને ચકાસવા, આ ટ્યુટોરીઅલમાં સ્વાધ્યાયને ચકાસો.