મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 11
Lesson 8: કોણીય વેગમાન અને કોણીય બળનો આઘાતકોણીય વેગમાન અને કોણીય બળનો આઘાતની સમીક્ષા
રેખીય વેગમાન ધરાવતા પદાર્થ અને પરિભ્રમણ કરતા પદાર્થ બંને પાસે કોણીય વેગમાન કઈ રીતે હોઇ શકે તેનું પુનરાવર્તન કરો. સમયગાળા દરમિયાન લગાડવામાં આવેલું ટૉર્ક કઈ રીતે પદાર્થના કોણીય વેગમાનને બદલી શકે તેનું પુનરાવર્તન.
મુખ્ય શબ્દ
પદ (સંજ્ઞા) | અર્થ |
---|---|
કોણીય વેગમાન (L) | પદાર્થ પાસે ચાકગતિ અને ચાકગતિમાં જડત્વ કેટલું છે તેનું માપન. SI એકમ start fraction, start text, k, g, end text, dot, start text, m, end text, squared, divided by, start text, s, end text, end fraction સાથેની સદિશ રાશિ. |
કોણીય આઘાત (delta, L) | કોણીય વેગમાનમાં થતો ફેરફાર. SI એકમ start fraction, start text, k, g, end text, dot, start text, m, end text, squared, divided by, start text, s, end text, end fraction સાથેની સદિશ રાશિ. |
સમીકરણ
સમીકરણ | સંજ્ઞાનો અર્થ | શબ્દોમાં અર્થ |
---|---|---|
L, equals, I, omega | L કોણીય વેગમાન છે, I ચાકગતિમાં જડત્વ છે, અને omega કોણીય વેગ છે. | રેખીય વેગમાન સિવાય ભ્રમણ કરતા પદાર્થનું કોણીય વેગમાન ચાકગતિમાં જડત્વ અને કોણીય વેગના સમપ્રમાણમાં હોય છે. |
L, equals, m, v, r, start subscript, \perp, end subscript | L કોણીય વેગમાન છે, m દળ છે, v રેખીય વેગ છે, અને r, start subscript, \perp, end subscript એ પસંદ કરેલા અક્ષથી દળની ગતિની રેખા સુધી લંબ ત્રિજ્યા છે. | રેખીય વેગમાન સાથેનું પદાર્થનું કોણીય વેગમાન દળ, રેખીય વેગ, અને પસંદ કરેલા અક્ષથી દળની ગતિની રેખા સુધીની લંબ ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. |
delta, L, equals, tau, delta, t | delta, L કોણીય વેગમાનમાં થતો ફેરફાર છે, tau પરિણામી ટૉર્ક છે, અને delta, t સમયનો અંતરાલ છે. | કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી સરેરાશ ટૉર્ક અને ટૉર્ક જે સમયના અંતરાલમાં લાગુ પાડવામાં આવ્યું છે તેના સમપ્રમાણમાં હોય છે. |
સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનું કોણીય વેગમાન કઈ રીતે શોધવું
લોકો ભૂલી જાય છે કે સીધી રેખામાં ગતિ કરતા (રેખીય વેગમાન ધરાવતા) પદાર્થ પાસે કોણીય વેગમાન હોઈ શકે. ઉદાહરણ તરીકે, ધારો કે આપણે લાકડીના એક છેડા પર બોલ ફેંકીએ છીએ (આકૃતિ 1 જુઓ). લાકડી બિંદુ O ની આસપાસ કિલકિત કરેલું છે. જયારે બોલ લાકડી સાથે અથડાય છે, ત્યારે લાકડી પરિભ્રમણ કરે છે.
જો બોલ અને લાકડીના તંત્ર પાસે પરિણામી બાહ્ય ટૉર્ક ન હોય, તો ફક્ત અથડામણ દરમિયાન જ લાકડી બોલ પાસેથી કોણીય વેગમાન મેળવી શકે. આમ, બોલ પાસે પ્રારંભમાં કેટલુંક કોણીય વેગમાન હોવું જ જોઈએ. અથડામણ પહેલા બિંદુ O આસપાસ બોલનું કોણીય વેગમાન
સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો
લોકો વિચારે છે કે તંત્ર પર કામ કરતુ કોઈ પણ બાહ્ય બળ કોણીય વેગમનને બદલશે. કોણીય વેગમાન પરિણામી બાહ્ય ટૉર્ક વડે બદલાય છે, પણ બધા બળ ટૉર્ક ઉત્પન્ન કરતા નથી. ટૉર્ક tau ઉત્પન્ન કરવા માટે, બળ F પાસે ઉચ્ચાલક ભુજા r અને ઉચ્ચાલક ભુજાને લંબ ઘટક હોવો જ જોઈએ.
ટૉર્ક વિશેની વધુ માહિતી માટે, ટૉર્ક અને સંતુલનના આર્ટીકલને જુઓ.
વધુ શીખો
કોણીય વેગમાનના ખ્યાલની ઊંડી સમજણ માટે, કોણીય વેગમાન અને આઘાત વિશેનો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફ કૌશલ્ય કાર્ય ચકાસવા, મહાવરો તપાસો:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.