મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 11
Lesson 2: ચાકગતિનો પરિચયચાકગતિના પરિચયની સમીક્ષા
કોણીય અને સ્પર્શીય પ્રવેગના તફાવત સહીત, ચાકગતિ માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ, અને કૌશલ્યની સમીક્ષા.
મુખ્ય શબ્દ
પદ (સંજ્ઞા) | અર્થ | |
---|---|---|
પરિભ્રમણ અક્ષ | કાલ્પનિક અક્ષ જેને અનુલક્ષીને પદાર્થ પરિભ્રમણ કરે છે. | |
સરેરાશ કોણીય પ્રવેગ ( | સમય સાથે કોણીય વેગ કઈ રીતે બદલાય છે તેનું માપન. રેખીય પ્રવેગને સમાન ચાકગતિની રાશિ. ધન દિશા તરીકે વ્યાખ્યાયિત વિષમઘડી દિશા સાથેની સદિશ રાશિ. SI એકમ | |
સ્પર્શીય પ્રવેગ ( | ચાકગતિ કરતા પદાર્થનો રેખીય પ્રવેગ જે તેના કેન્દ્રીય પ્રવેગને લંબ છે. SI એકમ |
સમીકરણ
સમીકરણ | સંજ્ઞા | શબ્દોમાં અર્થ |
---|---|---|
રેખીય વેગ એ કોણીય વેગ અને ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. | ||
સરેરાશ કોણીય પ્રવેગ બરાબર કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર થાય. | ||
સ્પર્શીય પ્રવેગ એ કોણીય પ્રવેગ અને ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. |
સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો
- લોકો કેટલીક વાર કોણીય અને સ્પર્શીય (અથવા રેખીય) પ્રવેગને ભેગા કરી દે છે. કોણીય પ્રવેગ એ કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય છે, જયારે સ્પર્શીય પ્રવેગ એ રેખીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય છે.
- લોકો કેટલીક વાર ભૂલી જાય છે કે કોણીય પ્રવેગ ત્રિજ્યા સાથે બદલાતો નથી, પણ સ્પર્શીય પ્રવેગ બદલાય છે. ઉદાહરણ તરીકે, ચાકગતિ કરતા ચક્ર માટે જેની ઝડપ વધી રહી છે, કેન્દ્રની નજીકના બિંદુ કરતા બહારની બાજુએ આવેલું બિંદુ સમાન જથ્થાના સમયમાં વધુ અંતર કાપે છે. તેની પાસે પરિભ્રમણ અક્ષની નજીકના ભાગ કરતાં વધુ સ્પર્શીય પ્રવેગ હોય છે. તેમ છતાં, ચક્ર પરના દરેક ભાગનો કોણીય પ્રવેગ એકસમાન રહે છે કારણકે આખો પદાર્થ જ સમાન સમયમાં સમાન ખૂણે દૃઢ પદાર્થ તરીકે ગતિ કરે છે.
વધુ શીખો
કોણીય રાશિની વધુ ઊંડી સમજણ માટે, કોણીય ગતિના ચલ તેમજ કોણીય અને રેખીય ગતિના ચલને સંબંધિત કરવાનો વિડીયો જુઓ
તમારી સમજ અને આ ખ્યાલ તરફ તમારા કૌશલ્યને ચકાસવા, આ ટ્યુટોરીઅલના સ્વાધ્યાય ને ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.