મુખ્ય વિષયવસ્તુ
Unit 15: દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો
આ એકમ વિશે
તાપમાન અને આણ્વીય સ્તર આગળ ગરમ પદાર્થો જુદા જુદા શા માટે હોય છે અને શા માટે તેમનું વિસ્તરણ થાય છે તે સમજીએ.આ વિડીયો અને આર્ટીકલમાં તમે તાપમાનના કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમ વિશે શીખશો. પદાર્થના મોલની વ્યાખ્યા આપેલી છે. તમે એ પણ શીખશો કે આદર્શ વાયુ નિયમ વાયુના દબાણ, કદ, અને તાપમાન સાથે કઈ રીતે સંબંધિત છે. અંતે, તમે શીખશો કે મેક્સવેલ-બોલ્ટઝમેન વિતરણ તમને ચોક્કસ ઝડપ આગળ ગતિ કરતા વાયુના અણુને શોધવાની શક્યતા કઈ રીતે આપે છે.
શીખો
આ વિડીયો અને આર્ટીકલમાં તમે વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા તેમજ તેમનો પ્રશ્ન ઉકેલવામાં ઉપયોગ કઈ રીતે થાય તે શીખશો. તમે ઉષ્મા પ્રસરણના 3 પ્રકાર પણ શીખશો: ઉષમાવહન, ઉષ્માનયન, અને ઉષ્માવિકિરણ. અંતે, આપણે વધુ ઊંડાઈમાં જોઈશું કે પદાર્થમાં થતા ઉષ્માવહનનો દર કઈ રીતે પદાર્થની જાડાઈ, ઉષ્માવાહકતા, ક્ષેત્રફળ, અને તાપમાનના ફેરફાર પર આધાર રાખે છે.