જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

કદ પ્રસરણનું ઉદાહરણ

આ વીડિયોમાં, આપણે કદ પ્રસરણ પર ઉદાહરણ ઉકેલીશું. Created by Mahesh Shenoy.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કાચના બીકરનું કદ 30 અંશ સેલ્સિયસ તાપમાને 50 મીલીલીટર છે 130 અંશ સેલ્સિયસ તાપમાને તેનો કદ શોધો કાચ માટે રેખીય કદ પ્રશ્નનક આપેલો છે તે 4 ગુણ્યાં 10 ની -6 ઘાત પ્રતિ ડિગ્રી સેલ્સિયસ છે વિડિઓ અટકાવો અને જાતે જ તેને શોધવાનો પ્રતન કરો હવે આપણે તેને સાથે મળીને ઉકેલીએ સૌપ્રથમ શું આપ્યું છેતે જોઈએ કાચના બીકરનું કદ 30 અંશ સેલ્સિયસ તાપમાને 50 મિલી છે તેથી તેનું કદ 50 મિલી છે આપણે 130 અંશ સેલ્સિયસ તાપમાને તેનું કદ શોધવાનું છે અહીં તાપમાન મહત્વનો નથી પરંતુ તાપમાનમાં થતો ફેરફાર મહત્વનો છે કારણ કે તેના કારણે જ પ્રશરણ થાય છેમાટે તાપમાનમાં થતો ફેરફાર બરાબર અંતિમ તાપમાન જે 130 છે ઓછા પ્રારંભિક તાપમાન જેના બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ થશે આમ આપણું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે તે આપણને આપેલું છે હવે બીજું શું આપેલું છે આપણને અહીં કાચ માટે રેખીય પ્રશ્નનક આપેલું છે માટે આલ્ફા L =4 ગુણ્યાં 10 નું -6 ઘાત પ્રતિ ડિગ્રી સેલ્સિયસ ઈન્વર્સ હવે આપણે તેનું અંતિમ કદ શોધવાનું છે તે શોધવા સૌપ્રથમ કદમાં થતો ફેરફાર શોધીએ કદમાં થતો ફેરફાર કઈરીતે શોધી શકાય કદમાં થતો ફેરફાર બરાબર આલ્ફા V ગુણ્યાં કદ Vગુણ્યાં તાપમાનમાં થતો ફેરફાર આપણે આ સમીરણ અગાઉના વિડિઓમાં જોઈ ગયા જો તમે તે જાણતા ન હોવ તો તમે તેનું પુનરાવર્તન કરી શકો હવે આપણે આ બધાની કિંમત મૂકીએ અને તેને ઉકેલીએ પરંતુ તમેઅહીં જોશો કે આપણને કદ પ્રશ્નનક આપ્યું નથી આપણને અહીં રેખીય પ્રશ્નનક એટલે કે આલ્ફા L ની કિંમત આપેલી છે જો તમને યાદ હોય તો આપણે અગાઉના વિડિઓમાં તે તારવ્યું હતું આલ્ફા V=3 ગુણ્યાં આલ્ફા L થશે જો તમને તે યાદ ન હોય તોતમે ફરીથી તે વિડિઓ જોઈને અહીં આવી શકો હવે આપણે તેની કિંમત જાણીએ છીએ માટે આ બધાની કિંમત મૂકીને ડેલ્ટા V માટે ઉકેલીએ માટે હવે કદમાં થતો ફેરફાર ગણી શકાય દેખતા V = આલ્ફા V જે 3 ગુણ્યાં આલ્ફા L છેતેથી 3 ગુણ્યાં 4 ગુણ્યાં 10ની -6 ઘાતપર ડિગ્રી સેલ્સિયસ ઈન્વર્સ ગુણ્યાં V જે પ્રારંભિક કદ છે ગુણ્યાં 50 મિલી ગુણ્યાં તાપમાનમાં થતો ફેરફાર જે 100 ડિગ્રી સેલ્સિયસ છે ગુણ્યાં 100 ડિગ્રી સેલ્સિયસ હવે અહીંથી આ સેલ્સિયસ ઈન્વર્સ અને સેલ્સિયસ કેન્સલ થઇ જશે તેથી ડેલ્ટા V બરાબર 3 ગુણ્યાં 4 12 12 ગુણ્યાં 50 ગુણ્યાં 100 ગુણ્યાં 10 ની -6 ઘાત મિલી થશે માટે ડેલ્ટા V બરાબર 12 ગુણ્યાં 5 60 થશે ગુણ્યાં આ એક 0 અને બીજા બે વધારાના 0 ગુણ્યાં 10 ની -6 ઘાત મિલી હવે 6 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસીએ માટે 1 2 3 4 5 અને 6 તેથી ડેલ્ટા V બરાબર 0 .06 મિલી થાય આમ કદમાં થતો ફેરફાર આ થાય પરંતુ આપણે અંતિમ કદ શોધવાનું છે હવે તેને શોધીએ આપણે અહીં જાણીએ છીએ કે પ્રારંભિક કદ 50 મિલી છેમાટે અંતિમ કદ બરાબર v ડેસ બરાબર 50+ કદમાં થતો ફેરફાર જે 0 06 છે તેથી અંતિમ કદ બરાબર 50 .06 મિલી થશે અહીં તમે જોઈ શકો કે કદમાં થતો ફેરફાર ખુબ જ નેનો છે માટે આપણે કહી શકીએ કે આલ્ફા V = 3 ગુણ્યાં આલ્ફા L જો કદમાં થતો ફેરફાર ખુબ જ નાનો હોય તો જ તમે આનો ઉપયોગ કરી શકો.