મુખ્ય વિષયવસ્તુ
Unit: બળ અને ગતિના નિયમો
કોના કારણે પદાર્થો ગતિ કરે છે? 2000 વર્ષોથી આપણે માનતા હતા કે આપણે જવાબ જાણીએ છીએ પણ લગભગ 400 વર્ષ પહેલા, આપણે અનુભવ્યું કે આપણે ખોટા છીએ. આ પ્રકરણમાં, આપણે ગતિની સાચી પ્રકૃતિને સમજીશું.
જયારે તમે કંઈકને ધક્કો મારો, ત્યારે શું થાય? તે પ્રથમ વાર જે દેખાય છે તેટલો જવાબ સ્પષ્ટ નથી. અત્યારે આપણે તેને ન્યૂટનનો બીજો નિયમ કહીએ છીએ. આ સમજીએ, શું સમજીએ?
ન્યૂટનનો ત્રીજો નિયમ કહેવું માટેનો સૌથી સરળ નિયમ છે તેમ છતાં ગૂંચવે એવો એમાંનો એક છે. આ પ્રકરણમાં, આપણે ત્રીજો નિયમ અને તેની સાથે જોડાયેલી બધી ખોટી સમજણો સમજીશું.
ચોક્કસ પ્રકારના પ્રશ્નોને ઝડપથી ઉકેલવામાં મદદ કરવા વેગમાનના ખ્યાલનો પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રકરણમાં, આપણે વેગમાન શું છે અને તેનો બળ સાથેનો સંબંધ સમજીશું.
ભૌતિકવિજ્ઞાનનો એક સૌથી મહત્વનો નિયમ એ વેગમાનના સંરક્ષણનો નિયમ છે. આ પ્રકરણમાં, આપણે આ નિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે શીખીશું અને તે ક્યાંથી આવે છે તે જોઈશું.