If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ

દરેક ક્રિયા માટે સમાન અને વિરુદ્ધ પ્રક્રિયા હોય છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વાક્ય ન્યુટને લેટીન ભાષામાં કહ્યું હતું જેને અહી રૂપાંતર કરવામાં આવ્યું છે ન્યુટન અંગ્રેજ હતા પરંતુ તેમને લેટીન ભાષામાં લખ્યું હતું કારણ કે તે સમયના લોકો લેટીન ભાષામાં લખતા હતા દરેક ક્રિયા માટે હંમેશા સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે અથવા બે પદાર્થો પર અંદરો અંદર લાગતું બળ હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે ન્યુટનના નિયમ પ્રમાણે આપણી પાસે કોઈ પદાર્થ એવો ન મળે કે જેના પર બળ લગાડતા તે પ્રતિક્રિયા બળ ન લગાડે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે મારી પાસે એક બ્લોક છે આ પ્રમાણે આ બ્લોક છે અને તેને આગળ વધારવા માટે હું તેને ધક્કો મારું છુ હું હાથ વડે તેના પર બળ લગાડું છુ ધારો કે આ મારો હાથ છે હું અહી હાથ દોરી રહી છુ આ પ્રમાણે અને હું આ દિશામાં બળ લગાડું છુ તેથી તે જમણી બાજુ ખસશે આ બ્લોક બરફ પર હોય એમ ધરી લઈએ અહી આ બરફ છે જેથી તે સહેલાઈથી ખસે શકે તેથી ન્યુટનના ત્રીજા નિયમ પ્રમાણે જો આપણે આ બ્લોક પર બળ લગાડીએ અને ઘર્ષણને અવગણીએ તો તે આગળ વધશે પરંતુ બોલ્ક મારા પર સમાન અને વિરુદ્ધ બળ લગાડશે જે આપણને આ દિશામાં મળશે તે સમાન અને વિરુદ્ધબળ લગાડશે આસમાન અને વિરુદ્ધબળને કારણે મારો હાથ દબાશે બોલ્ક મારા પર દબાણ કરતુ હોય એવો અનુભવ થશે હવે ધારો કે અહી આ ટેબલ છે અહી આ ટેબલ છે અને હું તેના પર બળ લગાડું છુ હું અહી આ પ્રમાણે તેના પર બળ લગાડું છુ જો હું તેના પર બળ લગાડું તો તેજ સમયે મારા હાથ સંકોચન પામશે મારા હાથની હથેળી પર દબાણ લાગશે અને હું તેના પર બળ લગાડું છુ જો હું તેના પર બળ લગાડું તો તેજ સમયે મારો હાથ સંકોચન પામશે મારા હાથની હથેળી પર દબાણ લાગશે કારણ કે અહી આ ટેબલ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ મારા પર લગાડશે જો આપણે બળ ન લગાડીએ તો તમારી હથેળી પર દબાણનો અનુભવ થશે નહિ તમારો હાથ સંકોચન પામશે નહિ આપણે એક વધુ ઉદાહરણ લઈએ ધારો કે તમે દરિયા કિનારે ચાલી રહ્યા છો અને આ રેતી છે અને આ તમારો બૂટ છે હું તેને આ પ્રમાણે દોરવાનો પ્રયત્ન કરીશ તે કઈક આવું હશે જો તમારે આગળ પગલું ભરવું હોય તો તમે રેતી પર બળ લગાડો છો જે બળ રેતી પર લગાડો છો તે તમારા વજનથી લાગતું બળ છે પૃથ્વી અને તમારા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે તેથી રેતી ખસશે અનેતમારા પગલા અહી દેખાશે એટલે કે આપણે રેતી પર બળ લગાડીએ છીએ પરંતુ તે સમાન કિંમતનું અને વિરૂદ્ધ દિશામાં બળ તમારા પર લગાડશે તો અહી તેનો પુરાવો શું છે ન્યુટનના બીજ નિયમ પ્રમાણે જો તમારા પર આ રીતે ગુરુત્વાકર્ષણ બળ લાગે ત્યારે તમારા પર નીચેની બાજુ જ્યાં શુધી બીજુ બળ સંતુલિત ન થાય ત્યાં શુધી લાગે અને તે બળ તમારા પર ઉપરની બાજુ લાગતું બળ છે જો તેનું કુલ બળ લઈએ તો તમારા પર લાગતું બળ શૂન્ય મળે જેથી તમે ત્યાં રહી શકો જ્યાં તમે પૃથ્વીના કેન્દ્રની તરફ નીચેની બાજુ બળ વધારતા નથી હવે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ ન્યુટનના ત્રીજા નિયમપર આધારિત રોકેટ કઈ રીતે કામ કરે છે તે સમજીએ જયારે તમે રોકેટમાં હોવ અથવા તે વાતાવરણ માંથી બહાર નીકળે ત્યારે ત્યાં દબાણ કરે તેવું કઈ હોતું નથી જે તમને આગળ ધક્કો મારે તેથી તમે બળતણની ટાંકીના ઉપયોગથી દબાણ લગાડશો જો આપણે યોગ્ય રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ અથવા યોગ્ય દહન કરીએ તો તમારા રોકેટની પાછળથી પ્રચંડ વેગથી વાયુ નીકળશે અને દરેક કણ તેના પર બળ લગાડે છે તેનાથી પ્રવેગ પ્રચંડ થાય તેથી રોકેટ પર સમાન અને વિરુદ્ધ દિશામાં બળ લાગે જે ગેસને બહાર કાઢે અને તેથી અવકાશમાં બળ લગાડે તેવું ન હોવા છતાં રોકેટ આગળ વધે છે જે ગેસને પ્રચંડ દરે ધક્કો મારે છે તે આ બધા કણો પર બળ લગાડે છે જે સમાન કિંમત ધરાવતું અને વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે તે રોકેટને આગળ વધારે છે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ ધારો કે આ એસ્ત્રોનોડ અવકાશમાં રહેલા આ સાધન સાથેનો સંપર્ક ગુમાવે છે અને તે દૂરની તરફ જાય છે હવે એસ્ત્રોનોડ પાછો સ્પેસસટલ પર આવવા માટે તેની ગતિની દિશા બદલવા શું કરશે તમે અહી જોઈ શકો કે દબાણ આપવા માટે કઈ નથી તેની પાછળ દીવાલ અથવા રોકેટ પણ નથી તો તે શું કરશે જો તમે આ રીતે અવકાશમાં જાઓ અને તમારી પાસે ખુબ વજન ધરાવતી વસ્તુ હોય અને તેને તમે તમારી વિરુદ્ધ દિશામાં ફેકો ધારો કે આ એસ્ત્રોનોડનો હાથ છે આ પ્રમાણે હું તેને અહી દોરવાનો પ્રયત્ન કરી રહી છુ તે કઈક આ પ્રમાણે છે આ રીતે ધારો કે તેની પાસે કોઈ એક વસ્તુ છે આ પ્રમાણે તેની પાસે આપ્રમાણેની કોઈ એક વસ્તુ છે જે તેને સ્પેસસટલ તરફ લઇ જશે અને તેના હાથમાં ખુબ મોટી વસ્તુ છે જેને તે ફેકશે અમુક સમય માટે તે તેના પર બળ લગાડશે જ્યાં સુધી તે વસ્તુને પકડશે આ રીતે તે તેના પર બળ લગાડે છે અને ફેકે છે જયારે તે વસ્તુ પર બળ લગાડશે ત્યારે તે એસ્ત્રોનોડના હાથ પર સમાન કિંમત ધરાવતું વિરુદ્ધ દિશામાં બળ લાગશે તેથી આ વસ્તુ આ દિશામાં ફેકશે અને જયારે એસ્ત્રોનોડ દબાણ કરશે ત્યારે એસ્ત્રોનોડનો હાથ આ દિશામાં વધશે માટે એસ્ત્રોનોડ આ દિશામાં ફેકશે તો તે સ્પેસસટલ તરફ આગળ વધશે.