If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આ એકમ વિશે

આ પ્રકરણમાં, આપણે ગુરુત્વ શું છે અને તે કઈ રીતે બધી જ વસ્તુઓને પૃથ્વી સાથે જોડી રાખે, અને આપણા સૂર્યમંડળને એકસાથે રાખે છે તે સમજીશું આપણે પ્રવાહીમાં દબાણ અને શેના કારણે પદાર્થો તરે છે એ પણ શીખીશું.
આપણા સૂર્યમંડળને કોણ એકસાથે રાખે છે? આકાશગંગાને કોણ એકસાથે રાખે છે? કઈ બાબત પદાર્થોને પૃથ્વી પર નીચે પાડે છે? આ બધાનો જ જવાબ ગુરુત્વ છે. આ પ્રકરણમાં આપણે એક જ નિયમ સમજીશું, જેનું પાલન આખુ બ્રહ્માંડ કરે છે.
ગેલિલિયોએ શોધ્યું કે, બધા જ પદાર્થો સમાન દરે પતન કરે છે, પણ કેમ? અને તેઓ કયા દરે પતન કરે છે? આ શેના પર આધાર રાખે છે? ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરીને આપણે આ પ્રશ્નોના જવાબ આપી શકીએ.
જ્યારે સબમરીન ઊંડા પાણીમાં જાય ત્યારે પાણી દબાણ વડે દબાય છે. આ તે જ સમાન દબાણ છે જેના કારણે જહાજ તરે છે. આ પ્રકરણમાં, આપણે પ્રવાહીમાં દબાણ સમજીશું અને તરલતા માટે આર્કિમિડીઝનો સિદ્ધાંત શીખીશું.
આ પ્રકરણમાં, આપણે સાપેક્ષ ઘનતા શું છે અને કંઈક ડૂબે કે તરે તેનું અનુમાન કરવામાં આ કઈ રીતે મદદ કરે તે શીખીશું.