If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કક્ષામાં અવકાશશાસ્ત્રી માટે ગુરુત્વાકર્ષણ

અવકાશશાસ્ત્રી પૃથ્વીની નજીક હોવા છતાં શા માટે વજનરહિત દેખાય છે? સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયારે તમે અવકાશમાં રહેલા એસ્ટ્રોનોટના ફૂટેજ અથવા ફોટોગ્રાફને જુઓ ત્યારે ત્યાં ગુરુત્વપ્રવેગ ન હોય તેવું લાગે છે બધું કોઈ એક દિશામાં નીચે પડતું હોતું નથી એટલે કે શું ઉપર અથવા નીચે છે તે પણ સ્પષ્ટ થતું નથી બધું તરતું દેખાય છે જો હું આ દીવાલ પાર ધક્કો લાગવું તો હું તે દિશામાં તરતી દેખાઈશ તેથી ત્યાં ગુરુત્વ પ્રવેગ જેવો અતિશય વેગ જોવા મળતો નથી જે બધું નીચેની તરફ ખેંચે છે હવે મારો પ્રશ્ન એ છે કે આ એસ્ટ્રોનોટ ખુબ મોટા દળથી દૂર નથી તેઓ સ્પેસસટલમાં હોય છે જે પૃથ્વીથી કેટલાક હાજર માઈલ દૂર હોય છે જો હું અંદાજે દોરું તો તે અહીં હોય છે આપણે કોઈ પણ બે વસ્તુઓની વચ્ચે લગતા બળને જાણીએ છીએ બળ બરાબર G ગુરુત્વાકર્ષણનો સરવર્ત્રિક અચળાંક ગુણ્યાં પ્રથમ વસ્તુનું દળ ગુણ્યાં બીજી વસ્તુનું દળ ભાગ્યા તે બે વસ્તુ વચ્ચેના અંતરનો વર્ગ જો સ્પેસશટલ અહીં હોય પૃથ્વીની ઉપર કેટલાક 100 માઈલ દૂર હોય તો અહીં આ r જુદો મળે નહિ આપણે પૃથ્વીની સપાટી પર હોઈએ તેનાથી તે થોડું દૂર હોય છે યાદ રાખો કે આ rની ગણતરી તમે જ્યાંપણ હોવ ત્યાંથી કેન્દ્ર સુધીનું અંતર થાય વસ્તુના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર પૃથ્વીનું કેન્દ્ર મોટા ભાગનું અંતર દર્શાવે છે જો હું પૃથ્વીની સપાટી પર હોવ અથવા હું પૃથ્વીની સપાટીથી અમુક માઈલ સુધી ઉપર હોવ તો આ r માં વધુ તફાવત જોવા મળશે નહિ ખાસ કરીને જયારે આપણે ટાકામાં વાત કરીએ તેથી પૃથ્વીની સપાટીથી અમુક 100 માઈલ કોઈ ઉપર હોય તો તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ પુથ્વીની સપાટી પર ઉભેલા કોઈ વ્યક્તિ પર લગતા ગુરુત્વાકર્ષણ કરતા જુદું ન મળે હવે મારો પ્રશ્ન એ છે કે જવાબ શું મળે જો ત્યાં અવકાશમાં ગુરુત્વ પ્રવેગ હોય તો આપણે આ પ્રમાણે ઉડતા લોકોના ફોટોને કઈ રીતે જોઈ શકીએ જવાબ એ છે કે અવકાશમાં પણ ગુરુત્વાકર્ષણ બળ હોય છે અને વાસ્તવમાં આ લોકો પડી રહ્યા છે તેઓ પૃથ્વીની સાપેક્ષે ખુબ જ ઝડપથી ગતિ કરે છે હું શેની વાત કરી રહી છુ તે બતાવું ધારો કે હું અહીં આફ્રિકામાં છુ અને મારે કંઈકને શૂટ કરવું છે હું 45 અંશના ખૂણે કંઈકને શૂટ કરું છુ તો તે થોડું વળીને બીજા બિંદુએ અથડાય અહીં મેં અંદાજે હાજર માઈલ સુધી શૂટ કર્યું છે જો હું થોડું ઝડપે કરું અથવા થોડું વધુ બળ લગાડું અને પ્રક્ષિપ્ત ગતિ કરવું તો તે થોડું આગળ જશે પણ ફરીથી પૃથ્વી પર પડશે હવે પહેલા કરતા ઝડપથી શૂટ કરીએ તો પણ તે પૃથ્વી પર પડશે હજુ વધારે ઝડપથી શૂટ કરીએ તો પણ તે પૃથ્વી પર પાછું પડશે જો તેના કરતા પણ વધારે ઝડપથી શૂટ કરીએ તો પણ તે પૃથ્વી પર પાછું પડશે જો તેના કરતા પણ વધારે ઝડપથી શૂટ કરીએ તો તે પૃથ્વીથી ખુબ જ દૂર જશે અને પૃથ્વી પર પાછું પડશે તમે જોઈ શકો જે અહીં શું થાય છે દરેક વખતે આપણે ઝડપથી ફેંકીએ છીએ એટલે કે અમુક વેગથી પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ છીએ અને જયારે તે નીચે પડતો હોય ત્યારે તેની ઝડપમાં વધારો થાય પરંતુ તે પૃથ્વી પર પડે છે આથી તે પૃથ્વીની ગોળ ગોળ ફરે અને તે કક્ષામાં ભ્રમણ કરતુ હોય એવું લાગે જો પ્રક્ષિપ્ત માટે ગુરુત્વપ્રવેગ ન હોય તો પ્રક્ષિપ્ત અવકાશમાં સીધો જાય પરંતુ ગુરુત્વ પ્રવેગને કારણે તે પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચાય છે અથવા પ્રક્ષિપ્તના કેન્દ્ર અને પૃથ્વીનું કેન્દ્ર એક બીજાને ખેંચે છે અને તે ગુરુત્વાકર્ષણ બળને કારણે થાય છે તેનો પથ વક્રાકાર મળે જો તેને ખુબ જ ઝડપથી ફેંકીએ તો પણ તે પૃથ્વીની તરફ ગોળાકાર સ્વરૂપે મળે જો તમે ખુબ વધુ ઊંચાઈએ જાઓ તો ત્યાં હવા હોતી નથી ખાસ કરીને જ્યાં સ્પેસટેશન હોય છે ત્યાં ત્યાં નોંધપાત્ર ખેંચાણ હોતું નથી આ બાબત નોંધપાત્ર સમય સુધી સતત ચાલુ રહે છે ત્યાં થોડું ખેંચાણ હોવાથી સેટેલાઇટ ધીમા પડતા દેખાય છે કારણ કે ત્યાં થોડો હવાનો અવરોધ હોય છે અને આ કોયડાનો જવાબ ગુરુત્વપ્રવેગ છે તે ગુરુત્વપ્રવેગ મુક્ત પ્રર્યાવરણ નથી તેથી આ સ્પેશટલ અને સ્પેસશટલમાં રહેલા લોકો બધા પડે છે પરંતુ તેઓ ખુબ ઝડપથી ગતિ કરે છે અને તેઓ પૃથ્વી પર પડતા નથી તે પૃથ્વીના ગોળાકાર ભાગની ફરતે ગુરુત્વપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે જો તેઓ નીચેની તરફ પોતાની ગતિને ધીમી કરે અથવા જો તેઓને પૃથ્વીના સંધર્ભને થોડવો હોય અહીં તેઓ સંધર્ભ તોડે છે છતાં પણ તેઓ પૃથ્વી તરફ આકર્ષાયેલા રહે છે આમ પૃથ્વીની સપાટીથી 300 માઈલ અથવા 400 ઉપર અવકાશમાં જવું કોઈ વિશિષ્ટ બાબત નથી ત્યાં ગુરુત્વપ્રવેગ અદ્વિષય થઇ જાય છે અમુક સ્થર સુધી ગુરુત્વ પ્રવંગેની અસર જોવા મળે છે તે નોંધ ન કરી શકાય તેટલી ઓછી હોય છે પરંતુ હવામાં ઘણાબધા 100 માઈલ ઉપર જઈએ તો ત્યાં ગુરુત્વપ્રવેગ હોય છે તેઓ કક્ષામાં હોય છે અને જોઈએ તેટલી ઝડપથી ગતિ કરે છે પરંતુ પૃથ્વી પર પડશે નહિ જો તમે ભાર હીનતાને સીમ્યુલેટ કરવા માંગતા હોવ તો નાસા ભાર હીનતાને આ રીતે સીમ્યુલેટ કરે છે તેઓ આ રીતે પ્લેનમાં લોકોને બેસાડે છે અને તેને વોમિટ કોમેંટ કહે છે અને તેમને પ્રક્ષિપ્ત ગતિ કરાવે છે જો આ પ્રક્ષિપ્ત પદ અથવા પેરાબોલિક પથનું ગ્રાઉન્ડ હોય અને તેથી જો પ્લેન આ રીતે ટેક ઓફ કરતુ હોય અને તે આ રીતે મુક્ત પતન કરે તો આપણને પરવલય પથ મળે જે કોઈ પણ તે કોઈ પ્લેનમાં બેસેલું હોય તેને મુક્ત પતનનો અનુભવ થાય તેથી જો તમે બંજી જમ્પિંગ અથવા સ્કાઈડાઇવિંગ અથવા ઉપરની તરફ જતા રોલર કોસ્ટરમાં બેસો અને તે તમને નીચે ખેંચતું હોય ત્યારે તમને તમારું પેટ ઢીલું લાગે તો તે મુક્ત પતન થતું હોય તેમ કહેવાય આ સમાન અનુભવ એસ્ટ્રોનોટને થાય છે કારણ કે તેઓ અચલ મુક્ત પતનની સ્થિતિમાં હોય છે જો તમે અવકાશમાં ખુબ દૂર સુધી જાઓ અને તમે કોઈ નોંધ પાત્ર દળની નજીક ન હોવ તો તમારી આસ પાસ ગુરુત્વાકર્ષણ બળ ન હોય તેવું અનુભવ થશે જે લોકો સ્પેસશટલમાં બેસેલા હોય અને ત્યાં કોઈ બારી ન હોય તો તેમને ખબર પડે નહિ કે તેઓ કોઈ વિશાલ દળની નજીક છે અને તેમની આસપાસ મુક્ત પતન કરતા હોય તેઓ કક્ષામાં હોય અથવા તેઓ કોઈ વિશાલ દળથી દૂર હોય અને તેઓ એવા સ્થળે હોય જ્યાં ગુરુત્વપ્રવેગ ખુબ ઓછો હોય આ બધાની તેમને ખબર પડતી નથી.