મુખ્ય વિષયવસ્તુ
Unit 1: ગતિ
આ એકમ વિશે
ગતિ આપણી આસપાસ બધે જ છે, ગતિ કરતી કારથી ઉડતા વિમાન સુધી. ગતિ પાસે જુદા જુદા ગુણધર્મો હોય છે જેમ કે ઝડપ, દિશા, પ્રવેગ,વગેરે. આ પ્રકરણમાં, આપણે ઊંડાણમાં આ ગુણધર્મોને સમજીશું અને ગતિમાન પદાર્થોના ભવિષ્યનું અનુમાન લગાવવા તે કઈ રીતે મદદ કરે એ જોઈશું.જ્યારે કોઈક પૂછે કે કોઈકે કેટલી 'દૂર' મુસાફરી કરી, તો તમે આ પ્રશ્નનું અર્થઘટન કઈ રીતે કરો છો તેના આધારે તેના બે જવાબ છે. એક અંતર, અને બીજું સ્થાનાંતર. આ બાબતો શું છે તે શીખીએ.
'કંઈક કેટલી ઝડપથી ગતિ કરે છે' તેનો જવાબ આપવાની એક રીત સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગની ગણતરી કરવાની છે. તમે પૂછશો કે તફાવત શું છે? આ પ્રકરણમાં આપણે ચોક્કસ તે જ સમજીશું.
રેસ કાર પાસે ફક્ત વધુ ઝડપ જ નથી હોતી, પરંતુ તે ઝડપથી 'વધુ' ઝડપ મેળવી શકે છે. ઝડપ 'વધવાના' આ ખ્યાલને ભૌતિકવિજ્ઞાનમાં પ્રવેગ કહે છે. આ પ્રકરણમાં, આપણે આ ઊંડાણમાં સમજીશું.
વેગ સમય આલેખ ખુબ જ મહત્વના છે. આનો ઉપયોગ કરીને પ્રવેગ અને સ્થાનાંતર શોધી શકાય. વાહ..આપણે તે કઈ રીતે કરીએ? આપણે અહીં તે જ શીખીશું!
ઘણી વાર કયા ઉદાહરણમાં કયું SUVAT સમીકરણ લેવું એ શોધવું અઘરું બની જાય છે. આ પ્રકરણમાં, આપણે માહિતી ભેગી કરીને સમીકરણ કઈ રીતે પસંદ કરવું અને તેને કઈ રીતે ઉકેલવું તે શીખીશું.