મુખ્ય વિષયવસ્તુ
Unit 5: ધ્વનિ
આ એકમ વિશે
આપણી આસપાસ બધે જ ધ્વનિ છે. પણ તમારી તાળીની ધ્વનિ વાંસળીની ધ્વનિ કરતા ઘણો જુદો છે. શા માટે? ધ્વનિનું ઉત્પાદન કઈ રીતે થાય છે? આપણે તેને કઈ રીતે સાંભળીએ છીએ? આપણે ઘણીવાર પડઘો શા માટે સાંભળીએ છીએ? શું ત્યાં એવી ધ્વનિ પણ છે જેને આપણે સાંભળી શકતા નથી? આ પ્રકરણમાં, આપણે આ અને ઘણા બીજા પ્રશ્નોને સમજીશું.ચાલો ધ્વનિની ઝડપ વિશે વાત કરીએ. આ પ્રકરણમાં, આપણે તરંગની ઝડપ, તરંગલંબાઈ, અને આવૃત્તિ વચ્ચે સંબંધ તારવીશું. આપણે સંગત તરંગનો અર્થ પણ સમજીશું.
શીખો
- આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
મહાવરો
તમે પર્વતોમાં કદાચ પડઘો સાંભળ્યો હશે, જયારે ખાલી હોલમાં ત્રાસજનક અનુરણન સાંભળ્યું હશે. તમે બધાએ જોયું જ હશે કે ડોક્ટર તમારા હૃદયના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે.
આ બધી જ બાબતોમાં એક વાત સામાન્ય છે, ધ્વનિનું પરાવર્તન. આ પ્રકરણમાં, આપણે ધ્વનિનું પરાવર્તન સમજીશું.
તમે પરાધ્વનિ (અલ્ટ્રાસાઉન્ડ) શબ્દ સાંભળ્યો હશે. પણ તે શું છે? તેનો ઉપયોગ શા માટે થાય છે? ચાલો આ પ્રકરણમાં સમજીએ.