If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વૃતાંશનું ક્ષેત્રફળ

વર્તુળના ક્ષેત્રફળ અને વિભાગના કેન્દ્રીય ખૂણાનો ઉપયોગ કરીને વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વર્તુળના ક્ષેત્રફળ 81 પાઇમાં 350 અંશના ખૂણા દ્વારા વૃતખંડ બને છે.આમ અહીં આ આખો વૃતખંડ છે જે આછા પીળા જેવા રંગથી દર્શાવેલ છે અને આ આખો ખૂણો 350 અંશનો છે.જે ખૂબ જ મોટો ખૂણો છે અને આપણને પૂછ્યું છે કે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આપણે યાદ કરી લઈએ કે વૃત્તખંડના ક્ષેત્રફળ અને વર્તુળના કુલ ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે વર્તુળના વૃતખંડનો ક્ષેત્રફળ અને આ આખા વર્તુળનું ક્ષેત્રફળ જે અહીં આપ્યું છે 81 પાઇ,81 પાઇ બરાબર શું થશે? આના બરાબર થશે આ વચ્ચે કેન્દ્ર આગળ બનતો ખૂણો કે જે 350 અંશનો આપેલો છે તે 350 અંશ અને આ વર્તુળનો કુલ ખૂણો જે 360 અંશ થાય છે.આમ વર્તુળમાં બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ અને કુલ ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર વર્તુળના કેન્દ્ર આગળ બનતા ખૂણા અને કુલ ખૂણાનું ગુણોત્તર સમાન થાય છે. અહીં 360 અંશ એ વર્તુળનો કુલ અંશ માપ છે આમ વૃત્તખંડનું ક્ષેત્રફળ છેદમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ બરાબર થશે.કેન્દ્ર આગળ બનતા ખૂણો છેદમાં વર્તુળનું કુલ અંશ માપ.હવે આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે? તે માટે આપણે બંને બાજુ 81 પાઇ વડે ગુણવું પડશે.81 પાઇ.અહીં આ બંને નીકળી જશે અને 350 ભાગ્યા 360 , 35 ભાગ્યા 36 બરાબર થાય છે.આમ વૃતખંડનું ,વૃતખંડનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર અહીં અંશમાં આપણી પાસે રહેશે 35 ગુણ્યાં 81 ની જગ્યાએ આપણે 9 ગુણ્યાં 9 ગુણ્યાં પાઇ લખીશું આખાના છેદમાં 36. 36 ને આપણે આ રીતે લખી શકીએ. 9 ગુણ્યાં 4.અંશ અને છેદમાં 9,9 નીકળી જશે અને આપણી પાસે રહેશે અંશમાં 35 ગુણ્યાં 9 ગુણ્યાં પાઇ અને છેદમાં રહેશે 4. 35 અને 9 બંને 4 વડે વિભાજ્ય નથી માટે 35 ગુણ્યાં 9 આપણે કરીએ તો 35 ગુણ્યાં 10 થશે 350. 350 માંથી 35 બાદ કરીએ તો આપણને મળશે 315 ગુણ્યાં આ પાઇ છેદમાં 4. આમ આ વૃતખંડનું ક્ષેત્રફળ આપણને 315 ગુણ્યાં પાઈના છેદમાં 4 જેટલું મળે છે.