If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટકાનો વ્યવહારિક પ્રશ્ન: જમરૂખ

આ ટકાના વ્યવહારિક પ્રશ્નમાં જયારે તમે ટકાની કિંમત જાણતા હોવ, ત્યારે આખી કિંમત શોધવા અમે થોડું બીજગણિતીય કામ મૂકી રહ્યા છીએ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

માનીલો કે હું એક ફ્રુટ ની દુકાને જાવ છુ જ્યાં મને ખબર પડે છે કે 30 % ઓછા ભાવે જમરૂખ વેચી રહ્યા છે જે ફક્ત આજના દિવસ માટે છે 30 % ઓછા ભાવે જમરૂખ અને તે ફક્ત આજે જ વેચી રહ્યા છે મે ત્યાંથી 6 જમરૂખ ખરીદયા અને 6 જમરૂખ ની કિંમત ઉપર મારે કોઈ કર ભરવાનો નથી અને 30 % ઓછી કિંમત લઈને તેઓ એ મને કહ્યું કે તેઓ મારી પાસે થી 6 જમરૂખ ના રૂ.12.60 આમ 6 જમરૂખ ના વેચાણ પર 30 % ની છુટ મળી અને મેં રૂ.12.60 ચુકવ્યા હું તેને લઈને ઘરે ગયો મને મારી પત્નીએ કહ્યું કે શું તમે આવતી કાલે વધુ 2 જમરૂખ લાવી શકો તો ફરી બીજા દિવસે હું ત્યાં ગયો અને ત્યાં 2 જમરૂખ ખરીદવાની વાત કહી પરંતુ બીજા દિવસે જે ગઈ કાલની ઓફર હતી તે પુરી થઇ ગઈ હતી હવે આજના દિવસે 30 % ની છુટ ન હતી તે ફક્ત પહેલા જ દિવસે હતી જયારે મેં 2 જમરૂખ ખરીદયા તો હવે આ 2 જમરૂખ ની કેટલી કિંમત મારે ચુકવવી પડે એટલે કે પુરી કિંમત પ્રમાણે 2 જમરૂખ ના મારે કેટલા ચુકવવા અહી લખીએ પુરી કિંમત હવે આ 2 જમરૂખ ની પુરી કિંમત મારે ચુકવાની હતી આપણે અહીંથી શરૂઆત કરીએ કે આ 6 જમરૂખ માટે પુરી કિંમત કેટલી હશે આજે કિંમત છે , તે 6 જમરૂખ ની વેચાણ કિંમત છે જો પુરી કિંમત પ્રમાણે ગણીએ તો તે મને કેટલામાં પડે તે માટે આપણે થોડીક બીજ ગણિત મુજબ ગણતી કરીએ તો ધારો કે x = 6 જમરૂખ ની પુરી કિંમત છે તમે તેને મુળ કિંમત પણ કહી શકો અને જો આ કિંમત પર 30 % ની છુટ લઈએ તો તે કિંમત રૂ 12.60 થવી જોઈ તે ગણતરી કરીએ આમ તે થશે 6 જમરૂખ ની પુરી કિંમત ઓછા તેના પર 30 % ની છુટ એટલે 0.30 ગુણ્યા પુરી કિંમત તમે અહી 0.3 પર લખી શકો આમ મુળ કિંમત માંથી 30 % જેટલી કિંમત બાદ કરતા આપણને તેની વહેચાણ કિંમત મળે છે જે આપણી પાસે છે , રૂ 12.60 હવે આ જે x છે , તેને આપણે 1 x તરીકે ગણી શકીએ અને 1 x માંથી 0.30 x બાદ કરતા આપણને મળે 0.70 x જે રૂ 12.60 ને બરાબર છે 0.70 ને આપણે 0.7 પણ ગણી શકીએ આમ જુઓ કે આપણે 30 % ની છુટ લીધી માટે આ જે કિંમત છે તે મુળ કિંમત ના 70 % જેટલી છે હવે આપણે x માટે ગણતરી કરીએ સમીકરણ ની બંને બાજુએ 0.70 એટલે કે 0.7 વડે ભાગતા આપણને મળે x = 12.60 ભાગ્યા 0.7 જુઓ કે 0.70 ને અહી મેં 0.7 તરીકે લખ્યા છે તો હવે આપણે 12.60 ને 0.7 વડે ભાગીયે આપણે આ બંને સંખ્યા ને 10 વડે ગુણીએ કે જેથી આ બંને સંખ્યા ના જે દશાંશ ચિન્હ છે તેને 1 સ્થાન જમણી તરફ લઇ જઈએ માટે 0.7 એ 7 થઇ જશે અને 12.60 એ 126 થઇ જશે આહી શાંશ ચિન્હ મુકીએ હવે આપણે ભાગાકાર કરીએ અહી ફક્ત 7 છે , .7 નહિ માટે અહી 7 એકા 7 , 12 - 7 = 5 , 6 ને નીચે ઉતારીએ માટે તે 56 થઇ જાય 7 ગુણ્યા 8 = 56 આમ અહી કોઈ શેસ રહેશે નહિ માટે તે 18 છે દશાંશ સ્થળ ની પાછળ કઈ જ નથી એટલે કે તે 18 રૂ છે આમ x = રૂ 18 હવે x શું હતું તે યાદ કરો x એ 6 જમરૂખ ની પુરી કિંમત હતી અહી લખીએ 6 જમરૂખ ની પુરી કિંમત હવે પ્રશ્ન એ છે , કે 2 જમરૂખ ની પુરી કિંમત મારે કેટલી ચુકવવી પડશે જુઓ કે 6 જમરૂખ ની ભરી કિંમત છે એટલે કે કુલ કિંમત છે તેના આધારે 1 જમરૂખ ની મુળ કિંમત આપણે મેળવી શકી 18 ને 6 વડે ભાગતા આપણને મળે 3 માટે આપણે કહી શકીએ કે 1 જમરૂખ ની મુળ કિંમત અથવા પુરી કિંમત રૂ 3 થાય હવે આપણને તેઓ પુછી રહ્યા છે કે 2 જમરૂખ ની કિંમત શું થશે માટે 2 ગુણ્યા 3 = રૂ 6 થાય બીજી રીતે કહીએ કે તો 6 જમરૂખ ની કુલ કિંમત 18 રૂ હોય તો 2 જમરૂખ એ 6 નો ત્રીજો ભાગ છે માટે 18 રૂ નો ત્રીજો ભાગ 6 રૂ થાય ચાલો ફરીથી ઝડપ થી એક વખત પુનરાવર્તન કરી લઇએ કે આપણે શું કર્યું આપણે જોયું કે 6 જમરૂખ ની વેચાણ કિંમત રૂ 12.60 હતી જે કુલ કિંમત ના 30 % ઓછી કિંમત હતી અથવા કહી શકીએ કે તે મુળ કિંમત ના 70 %જેટલી કિંમત છે અને જો x એ 6 જમરૂખ ની પુરી કિંમત એટલે કે મુળ કિંમત હોય તો 6 જમરૂખ ની કુલ કિંમત ઓછા 6 જમરૂખ ની કુલ કિંમતના 30 % = રૂ 12.60 છે એટલે કે કુલ કિંમત ના કુલ 70 % એ રૂ 12.60 ને બરાબર છે આપણે તે ભાગાકાર કર્યો અને બીજ ગણિત ની રીતે ઉકેલ મેળવ્યો બંને બાજુએ 0.70 એટલે કે 0.7 સાથે ભાગાકાર કરી આપણે x ની કિંમત મેળવી જે 18 રૂ મળી અને તેના આધારે 1 જમરૂખ ની કિંમત મળી રૂ 3 માટે 2 જમરૂખ ની કિંમત થઇ 6 રૂ