If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ સંખ્યાઓને ફેરવવી: ખૂટતો અંક

લીના સંખ્યારેખાનો ઉપયોગ કરી અંદાજના પ્રશ્ર્નમાં ખૂટતો અંક શોધે છે. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેના વિધાનને સાચું બનાવવા માટે પ્રશ્ન ચિન્હ ની જગ્યાએ 100 ના સ્થાને કયો અંક મુકવો જોઈએ 4 હજાર 100 ના સ્થાન પાર પ્રશ્ન ચિન્હ 29 ને નજીક ના હજાર માં ફેરવીએ તો 5000 થશે તો આપણને એવી સંખ્યા જોયે છે જેની નજીક ની હજાર ની સંખ્યા એ 5000 છે તે બીજી કોઈ 1000 ની સંખ્યા કરતા 5000 થી વધારે નજીક છે આપણે જાણીએ છીએ કે તે સંખ્યા ની શરૂઆત 4000 થી થાય છે ત્યારબાદ 100 ના સ્થાન પર આપણે કોઈક સંખ્યા મુકવાની છે અને તેને અંતે 29 છે આપણે એ જાણવા માંગીએ છે કે 0 થી 9 સુધી નો એવો કયો અંક આપણે અહીં મૂકી શકીએ કે જેથી આ સંખ્યા એ 5000 ની નજીક પોહ્ચે આપણે હવે એ જાણીએ છીએ કે આ સંખ્યાની નજીક ની બીજી 1000 વાદી સંખ્યા એ 4000 છે કારણકે અહીં 4 થી શરૂઆત થાય છે આપણી સંખ્યા 4000 અને 5000 ની વચ્ચે હોવી જોઈએ તેના માટે આપણે સંખ્યા રેખા લઈએ જે અહીં છે તે 4000 થી 5000 સુધી જાય છે અને આ સંખ્યારેખા પર 100 ના સ્થાન બતાવવામાં આવ્યા છે માટે આ 4100 આ 4200 4300 4400 અને એજ પ્રમાણે 4900 સુધી અને પછી 5000 અહીં આપ્યા છે હવે જો આપણે અહીં કોઈ અંક મુકવા માંગીએ તો આપણે તેને આ સંખ્યા પર આલેખીએ અને પછી એ જોઈએ કે તે કોની નજીકની સંખ્યા છે તે 5000 ની નજીક ની સંખ્યા છે કે 4000 ની નજીક ની સંખ્યા છે ઉદાહરણ તરીકે આપણે અહીં કોઈક સંખ્યા લઈએ તે કઈ પણ દર્શાવે પરંતુ તેના નજીક ના 1000 કયા થશે તે 5000 ની વધુ નજીક છે માટે જો તેને નજીક ના 1000 માં ફેરવીએ તો તે 5000 થશે હવે ઉદાહરણ તરીકે આપણી પાસે બીજી સંખ્યા છે જે લગભગ અહીં છે અને તે 4000 ની નજીક છે આપણે જોઈ શકીએ કે તે 5000 કરતા 4000 ની વધુ નજીક છે તો આપણે અહીં સંખ્યારેખા પર નજર રાખીએ અને અહીં કેટલાક અંકો મૂકી જોઈએ અને જોઈએ કે આ સંખ્યા રેખા પર એ ક્યાં મળે છે આપણે અહીં પેહલો અંક 0 મૂકીએ 4029 તે 4000 અને 4100 ની વચ્ચે હોવું જોયે તે 4000 કરતા મોટી સંખ્યા છે પરંતુ 4100 સુધી પોહોચતી નથી તેથી અપને અહીં ક્યાંક મૂકી શકીએ તો આ સંખ્યાની સૌથી નજીક ની 1000 ની સંખ્યા એ 4000 થશે કારણકે તે 5000 થી ઘણી દૂર છે માટે તે આપણા માટે કામ કરશે નહિ આમ અહીં 0 હોઈ શકે નહિ અને આપણે એ નથી જાણતા કે આ બધીજ 10 સંખ્યા લઈને પ્રયત્ન કરી શકાય કે નહિ આપણે આ સંખ્યારેખા પર નજર કરીએ અને એ સમજીએ કે આ સંખ્યા રેખા નો કયો ભાગ એ 5000 થી વધુ નજીક છે આપણે તેની સંખ્યા રેખા ની માધ્યમ સોઢીએ અહીં આ સંખ્યા રેખા નો માધ્ય ભાગ છે જે 4500 દર્શાવે છે 4500 થી 5000 સુધીમાં 4500 થી કોઈ મોટી સંખ્યા મળે કે જેના માટે નજીક ની સંખ્યા 5000 થશે માધ્ય બિન્દુથી લઈને 5000 સુધીની કોઈ પણ સંખ્યા મળી શકે આમ આપણે અહીં 4500 થી શરૂઆત કરીએ હવે અહીં આપણે કયો અંક લખી શકીએ જે 4500 થી મોટો હોઈ કારણકે તેનાથી નાનો અંક એ આપણા કામ કરશે નહિ તે 4000 ની નજીક મળે છે અહીં 5 થી નાનો અંક એ આપણા માટે કામ કરશે નહિ કારણકે તે 4000 ની નજીક મળે છે તો હવે આપણે પ્રયત્ન કરીએ આપણે અહીં 5 મૂકીએ 4529 તે સંખ્યા 4500 પછી એટલે કે અહીં ક્યાંક મળશે અને તે 5000 થી નજીક છે આમ અહીં 5 નો અંક કામ કરે છે 5 એ એવી સંખ્યા છે કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ હવે આપણે અહીં 4 વિષે સુ કહી શકીએ આપણે અહીં અંક તરીકે 4 લખીએ 4429 જે 4500 થી ડાબી બાજુએ મળે અહીં આ લીટી એ 4400 દર્શાવે છે અને આ 4500 છે તો તે બિંદુ લગભગ અહીં આવશે અને તે 4000 ની નજીક છે તે માધ્ય માં છે પરંતુ તે 4000 થી થોડું વધારે નજીક છે માટે અહીં 4 એ કામ કરશે નહિ અહીં 5 એ કામ કરશે હવે આપણે આપનો જવાબ સંખ્યારેખા ની મદદ વગર પણ મેળવી શકીએ 4400 એ વધુ નાની સંખ્યા હોઈ તો 4300 4200 અને 4100 તે પણ નાનીજ સંખ્યા થશે આમ આપણે જાણીએ છીએ કે 4529 એ કામ કરશે અને તે પૂરતી મોટી છે તે એવી મોટી સંખ્યા છે જે 5000 ની નજીક પોહ્ચે છે આમ 100 ના સ્થાન પર 5 કે તેથી કોઈપણ મોટો અંક મૂકીએ તો તે આપણને જમણી બાજુ 5000 ની નજીક લય જશે 5 કે તેથી કોઈ પણ મોટા અંક માટે તે 5000 ની નજીક પોહંચસે આમ 5 અથવા 5 કરતા મોટો હોઈ તેવો અંક 6 7 8 અને 9 હોઈ શકે આ બધાજ શક્ય અંકો છે જેને અહીં 100 ના સ્થાને મૂકી શકીએ અને તે 5000 ની નજીક મળે તો અહીં આ પ્રશ્ન નો જવાબ 5 6 7 8 અને 9 મળે