If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ક્ષેત્રફળ અને પરિમિતિનો વ્યવહારિક પ્રશ્ન: કૂતરાંને રમવાની જગ્યા

સલ કૂતરાંને રમવાની જગ્યાની પહોળાઈ શોધે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મનોજે કુતરાઓ માટેનું એક લંબચોરસ આશ્રયસ્થાન બનાવ્યું જે એકવીસ ફૂટ લાંબુ છે અને તેની પરિમિતિ ઈઠોતેર ફૂટ છે તો મનોજે બનાવેલ કુતરા માટેના લંબચોરસ આશ્રયસ્થાનની પહોળાઈ કેટલી થાય તો તે કંઇક આવું દેખાય છે આપણે તેને દોરીએ છીએ તે કંઇક આવું દેખાવા જઈ રહ્યું છે તેની લંબાઈ 21 ફૂટ છે તેથી અહી આ અંતર એ એકવીસ ફૂટ થશે અહી આ માપ પણ એકવીસ ફૂટ થશે આ બંને લંબાઈઓ સરખી છે અને આપણને પરિમિતિ ઈઠોતેર ફૂટ આપી છે હવે આપણે પહોળાઈ શોધવાની છે અહી નીચે આ પહોળાઈ થશે અને અહી આ પણ પહોળાઈ થશે આ બંને પહોળાઈ એક સરખી હોવી જોઈએ હવે આપણે જાણીએ છીએ કે પરિમિતિ કેવી રીતે શોધી શકાય જો આપણે આ અંતરોનો સરવાળો કરીએ એકવીસ ફૂટ વતા એકવીસ ફૂટ અને આપણે ઈઠોતેર ફૂટ મેળવવાનું છે હવે આપણે આ બધીજ લંબાઈઓનો સરવાળો ઈઠોતેર મેળવવાનું છે તો આપણે આ નારંગી લંબાઈઓનો સરવાળો ઈઠોતેર ફૂટ માંથી બાદ કરીએ તો આપણે બાકીની બે લંબાઈઓ વિષે ગણતરી કરી શકીએ તો આપણે બાદબાકી કરીએ આપણને ઈઠોતેર ઓછા આ બંને લંબાઈઓ એટલેકે એકવીસ ઓછા એકવીસ મળે તેથી ઈઠોતેર ઓછા બેતાલીસ શું થશે અહી ઈઠોતેર ઓછા બેતાલીસ એ છત્રીસ બરાબર થશે તેથી અહી આપણને છત્રીસ મળે હવે આપણે યાદ કરીએ કે આ છત્રીસ ફૂટ શું છે તે કુલ લંબાઈ અથવા કુલ પહોળાઈ હોવી જોઈએ જો આપણે તેની પહોળાઈ લઈને તેનો સરવાળો કર્યો હોય તો અહી આ તેની પહોળાઈ છે હવે આપણે બીજું પણ કંઇક જાણીએ છીએ આ પહોળાઈ સરખી છે જે અંતર અહી છે અને આપણે આ બંનેનો સરવાળો કરીએ તો અહી આપણને છત્રીસ મળે તો આ બે અંતર શું છે એ બે સંખ્યાઓ કઈ હશે જેનો સરવાળો કરવાથી આપણને છત્રીસ મળે આપણે જાણીએ છીએ કે અઢાર વતા અઢાર કરવાથી આપણને છત્રીસ મળે તેથી અહી આ પહોળાઈ અઢાર છે અને આ પહોળાઈ પણ અઢાર થશે હવે આપણે તેને ચકાસી શકીએ આપણે આબધાનો સરવાળો કરવાનો છે તમે બે પહોળાઈને ઉમેરો તેથી અઢાર વતા અઢાર અને તે તમે બે લંબાઈને ઉમેરો તેથી એકવીસ વતા એકવીસ અઢાર વતા અઢાર એ છત્રીસ બરાબર થશે જે આપણી પાસે અહી છે અને એકવીસ વતા એકવીસ એ બેતાલીસ બરાબર થશે બેતાલીસ અને પછી છત્રીસ અને બેતાલીસનો સરવાળો ઈઠોતેર બરાબર થશે જે આપણી પરિમિતિ છે