If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અવયવ અને અવયવીની સમીક્ષા

અવયવ અને અવયવીની સમીક્ષા કરો, અને થોડાં કોયડાઓનો મહાવરો કરો.

અવયવ શું છે?

અવયવ એ પૂર્ણ સંખ્યા છે જેને સમાનરૂપે બીજી સંખ્યામાં વિભાજીત કરી શકાય છે.
8 ના અવયવ: 1,2,4, અને 8 છે.
8÷1=8
8÷2=4
8÷4=2
8÷8=1
1,2,4, અને 8 ને સમાનરૂપે 8 માં વિભાજીત કરી શકાય છે.

અવયવની જોડ

અવયવની જોડ એ 2 પૂર્ણ સંખ્યા છે જેનો કોઈ ચોક્કસ જવાબ મેળવવા ગુણાકાર કરી શકાય છે.
8 ની અવયવની જોડ છે:
1 અને 8 કારણકે 1×8=8
2 અને 4 કારણકે 2×4=8
અવયવ શોધવા વિશે વધુ શીખવું છે? આ વિડીયો તપાસો.
અવયવ અને અવયવી વિશે વધુ વિચારવાના રસ્તા જોઈએ છે? તપાસો આ આર્ટીકલ તપાસો.

મહાવરાનો ગણ 1: અવયવ શોધવા

પ્રશ્ન 1A
નીચે આપેલ કઈ સંખ્યા 78 નો અવયવ છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ રીતના વધુ પ્રશ્નો જોઈએ છે? આ મહાવરો તપાસો.

અવયવી શું છે?

જયારે એક પૂર્ણ સંખ્યાને બીજી પૂર્ણ સંખ્યા સાથે ગુણતા જે સંખ્યા મળે તે અવયવી છે. 3 ના પહેલા ચાર અવયવી 3,6,9 અને 12 છે, કારણકે:
3×1=3
3×2=6
3×3=9
3×4=12
3 ના બીજા કેટલાક અવયવી, 15,30 અને 300 છે.
3×5=15
3×10=30
3×100=300
આપણે કોઈ એક સંખ્યાના બધા અવયવીની યાદી બનાવી શકતા નથી, આપણા ઉદાહરણમાં, નવા અવયવી શોધવા 3 નો ગુણાકાર અનંત સંખ્યા સાથે કરી શકાય.

અવયવી ઓળખો

એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવી છે કે નહિ તે આપણે તે સંખ્યા વડે સમાનરૂપે વિભાજીત કરી શકાય તે જોઈને ચકાસી શકાય.
153 નો અવયવી છે, કારણકે 15÷3=5.
173 નો અવયવી નથી કારણકે 17÷3=5 R 2.
સંખ્યાના અવયવ અને અવયવી શોધવા વિશે વધુ શીખવું છે? આ વીડિઓ તપાસો.

મહાવરાનો ગણ: અવયવી શોધો

પ્રશ્ન 2A
નીચે આપેલ કઈ સંખ્યા 9 નો અવયવી છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ રીતના વધુ પ્રશ્નો જોઈએ છે? આ મહાવરો તપાસો.