If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.8

સલ 0.8 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે 0.8 ને અપૂર્ણાંક તરીકે લખીએ, 0.8 ને અપૂર્ણાંક એટલે કે fraction તરીકે લખીએ,અહીં આ 0.8 માં 8 એ દશાંશના સ્થાને છે,અહીં 8 એ દશાંશના સ્થાને છે તેથી તમે તેને આઠ દશાંશ પણ લખી શકો માટે આપણે તેને આઠ દશાંશ અથવા 8 ના છેદમાં 10 તરીકે પણ લખી શકીએ,આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખ્યો છે,જો આપણે ઇચ્છીએ,જો આપણે ઇચ્છીએ તો તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકીએ 8 અને 10 ના કેટલાક સામાન્ય અવયવ છે તે બંને 2 વડે વિભાજ્ય છે,આપણે અહીં અંશ અને છેદને 2 વડે ભાગીએ,જો આપણે આ પ્રમાણે કરીએ તો આપણે આ અપૂર્ણાંકની કિંમત નથી બદલી રહ્યા કારણકે આપણે એકસમાન સંખ્યા વડે અંશ અને છેદને ભાગી રહ્યા છે,8 ભાગ્યા 2, 4 થાય અને 10 ભાગ્યા 2, 5 થાય.આમ અહીં આપણે પૂરું કર્યું, 0.8 એ 8 દશાંશને સમાન છે અને તે 4 પંચમાંશને સમાન છે.