મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 5 ગણિત (ભારત)
Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 4
Lesson 1: અપૂર્ણાંકની સરખામણી અને સમ અપૂર્ણાંક- સમ અપૂર્ણાંકો
- ઉદાહરણ: અપૂર્ણાંક ઓળખવા
- અપૂર્ણાંકોને ઓળખો
- 1 ને અપૂર્ણાંક તરીકે દર્શાવવો
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ
- સમ અપૂર્ણાંકોની રચના કરવી
- સમ અપૂર્ણાંકની આકૃતિ
- સમ-અપૂર્ણાંકોની આકૃતિ વડે સમજ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 3
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 4
- સમ-અપૂર્ણાંકો (અપૂર્ણાંકના નમૂના)
- વિવિધ પૂર્ણાંકના અપૂર્ણાંકની તુલના 1
- અપૂર્ણાંકના નમૂના સાથે અપૂર્ણાંકને સરખાવો
- > અને < નિશાનીઓ વડે અપૂર્ણાંકોની સરખામણી કરવી
- સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી કરો
- સમાન અંશ ધરાવતા અપૂર્ણાંકની સરખામણી કરો
- સમાન અંશ કે છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી
- અપૂર્ણાંકોની સરખામણી કરવી અને ક્રમમાં ગોઠવવા
- અપૂર્ણાંકોને ક્રમમાં ગોઠવો
- સંમેય સંખ્યાવાળું સમીકરણ
- અપૂર્ણાંકનો ઉપયોગ કરીને દરના પ્રશ્નો
- પ્રમાણ શોધો
- અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: પિઝ્ઝા
- અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના શાબ્દિક કોયડા (સમાન છેદ)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: પિઝ્ઝા
પીઝાનો કેટલો ભાગ બાકી છે તે નક્કી કરવા માટે સેલ અપૂર્ણાંક મોડેલ્સનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અનિલે કેકના 5 ટુકડાં ખાધા.ફિરોઝે 2 ટુકડાં ખાધા. જો શરૂઆતમાં સમાન માપના 10 ટુકડાં હોય તો કેટલા ભાગની કેક ખવાય થશે? આ કયા પ્રકારની કેક છે? તે આપણને કહ્યું નથી પરંતુ હવે આપણે જોઈએ કે આપણે આને દોરી શકીએ કે નહિ? તો સૌ પ્રથમ હું અહીં કેક દોરવાનો પ્રયત્ન કરીશ.આપણે કેકને ઉપરથી જોઈ રહ્યા છીએ માટે તે કંઈક આ પ્રમાણે દેખાશે. અહીં કેકને એકસમાન 10 ટુકડાંમાં વિભાજિત કરવામાં આવી છે તો સૌ પ્રથમ આ કેકને 10 એકસમાન ટુકડાંમાં વિભાજિત કરીએ. તેના માટે સૌપ્રથમ હું આ કેકને 2 ભાગમાં વિભાજીત કરીશ.કંઈક આ પ્રમાણે, યાદ રાખો હું અહીં માપક્રમ પ્રમાણે નથી કરતી પરંતુ તમને તે હવે સમજાઈ જશે.આપણે આ બંને ભાગને એકસમાન 5 ભાગમાં વિભાજીત કરીએ.1,2,3,4 અને 5 ,1,2,3,4 અને 5 આમ મેં અહીં આ કેકને 1,2,3,4,5,6,7,8,9,10 એકસમાન ટુકડાંમાં વિભાજીત કરી. આમ આપણી પાસે શરૂઆતના કેકના 10 ટુકડાંઓ છે.હવે તેઓ આપણને કહે છે કે અનિલે 5 ટુકડાં ખાધા માટે 1,2,3,4 અને 5 .આ 5 ટુકડાં અનિલે ખાધા.તમે એવું કહી શકો કે અનિલે આ કેક,અનિલે આ કેકનો 5 દશાંશ ભાગ ખાધો પરંતુ તેઓ આપણને એવું નથી પૂછીરહ્યા પરંતુ તેઓ આપણને અહીં પૂછી રહ્યા છે.અનિલ અને ફિરોઝે એકસાથે મળીને કેકનો કેટલામો ભાગ ખાધો? જો હવે ફિરોઝ આ કેકના 2 ટુકડાં ખાય છે માટે અહીં આ એક ટુકડો અને અહીં આ બીજો ટુકડો તો હવે અહીં પ્રશ્નનો જવાબ આપીએ.કેટલા ભાગની કેક ખવાઈ હશે? આપણે જાણીએ છીએ કે આ કેકને એકસમાન 10 ટુકડાંઓમાં વિભાજીત કરવામાં આવી હતી અને હવે તેનો કેટલામો ભાગ ખવાયેલો છે? 1,2,3,4,5,6,7 ટુકડાંઓ ખવાયેલા છે. એક નો 7 દશાંશમો ભાગ ખવાઈ ગયો છે તો હવે આપણે તે જવાબ અહીં ટાઈપ કરીએ.7 દશાંશમો ભાગ,7 દશાંશમો ભાગ.જવાબ ચકાસીએ. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ કેવીને કેકના 2 ટુકડાં ખાધા.ફિરોઝે 1 ટુકડો ખાધો.જો શરૂઆતમાં 6 ટુકડાંઓ હોય અને બધા ટુકડાંનું માપ સમાન હોય તો કેટલા ભાગની કેક ખવાય હશે?તો હવે આપણે આ પ્રશ્નને ઉકેલશું તે જ સમાન રીતનો ઉપયોગ કરીશું. આપણને કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં કેકના 6 એકસમાન ટુકડાંઓ છે.તો સૌ પ્રથમ કેકને,તો સૌ પ્રથમ કેકને એકસમાન 6 ભાગમાં વિભાજીત કરીએ.તેના માટે હું કેક દોરવાનો પ્રયત્ન કરીશ.હું અહીં હાથેથી દોરી રહી છું પરંતુ તમે તે સમજો શકશો. હવે આપણે તેના 6 ભાગ કરીએ.સૌપ્રથમ તેના 3 એકસમાન ભાગ કરીએ, જે કંઈક આ પ્રમાણે આવશે અને હવે આ દરેક ભાગના વધુ બે ભાગ કરીએ,કઈંક આ રીતે,તો હવે આપણી પાસે આ કેકના 6 એકસમાન ટુકડાંઓ છે.હવે તેઓ અહીં આપણને કહ્યું છે કે કેવીન કેકના બે ટુકડાં ખાય છે માટે અહીં આ એક ટુકડો અને અહીં આ , અને અહીં આ બીજો ટુકડો,ત્યારબાદ ફિરોઝ કેકનો એક ટુકડો ખાય છે. તેથી તે આ એક ટુકડો થશે.હવે આપણે અહીં પૂછવામાં આવ્યું છે કે કેટલા ભાગની કેક ખવાય હશે? આપણે જાણીએ કે અહી આ કેકને 6 એકસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને ત્યારબાદ કેવિન અને ફિરોઝે સાથે મળીને 1,2,3 ટુકડાં ખાધા છે. આમ,3 શષ્ટમાંશ ભાગની કેક ખવાય ગઈ હશે.જો તમે અહીં આ અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્તરૂપમાં ફેરવવા માંગો તો તમે અહીં અંશ અને છેદનો ભાગાકાર 3 વડે કરી શકો. આ પ્રમાણે, 3 ભાગ્યા 3,1 અને 6 ભાગ્યા 3 , 2 થાય.આમ અહીં અડધા ભાગની કેક ખવાઈ ગઈ છે તો હવે આપણે અહીં જવાબ તરીકે 3 શષ્ટમાંશ અથવા એક દ્વિત્યાંશ લખી શકીએ.3 ભાગ્ય 6 એટલે કે શષ્ટમાંશ અને જવાબ ચકાસીએ.