જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

આકૃતિ પરથી અપૂર્ણાંક, દશાંશ, અને ટકા

સલ આકૃતિ વડે અપૂર્ણાંક, દશાંશ, અને ટકાને ઓળખે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

માની લો કે આ એક ચોરસ એ એક પૂર્ણ દર્શાવે છે અને તેમાં અમુક ભાગ ભૂરા રંગથી છાયાકિંત કરેલ છે આ વિડીયો માં આપણે આ ભૂરા રંગના ભાગને અપૂર્ણાંક દશાંશ અને ટકા માં દર્શાવીશું તો વિડીયો અટકાવો અને પહેલા તમે જાતે તે દર્શાવવાનો પ્રયત્ન કરો સૌપ્રથમ અપૂર્ણાંક વિષે વિચારીએ આ જે ચોરસ છે તે એકસરખા 1 2 3 4 5 6 7 8 9 અને 10 ભાગમાં વહેંચાયેલ છે જેમાંથી 6 ભાગ ભૂરા રંગથી દર્શાવેલ છે તેથી તેને આપણે આ રીતે દર્શાવીએ કે કુલ 10 ભાગમાંથી 6 ભાગ ભૂરારંગ ના છે આમ છાયાંકિત ભાગ એ 6/10 દર્શાવે છે જો તેનું વધુ સાદુરૂપ આપીએ અને બંને સંખ્યાને 2 વડે ભાગીએ તો અંશમાં થશે 3 અને છેદ માં આપણને મળે 5 આમ તેને 3/5 તરીકે પણ દર્શાવી શકાય હવે દશાંશ સંખ્યાની રીતે તેને દર્શાવવાનો પ્રયત્ન કરીએ 6/10 દર્શાવવા માટે આપણે એકમ ના સ્થાને 0 મુકીએ અને ત્યારબાદ દશાંશ ચિન્હ મુકીને આ જે 6 છે તેને દશાંશ ના સ્થાને દર્શાવીએ એટલે કે પોઈન્ટ પછી જે પહેલી સંખ્યા હોયછે તે દશાંશ નું સ્થાન હોય છે જે આપણે સ્થાનકિંમત માં સમજી ગયા છીએ માટે દશાંશ ના સ્થાને લખીએ 6 આમ 6/10 ને દશાંશ સ્વરૂપે 0.6 તરીકે દર્શાવી શકાય હવે ટકા માટે વિચારીએ ટકાનો અર્થ છે કે પ્રતિ 100 એટલે કે પરસેન્ટ જેનો અર્થ છે કે 100 માંથી કેટલા અહીં તેને ફરીથી લખીએ કે 6 /10 એટલે કે 6 દશાંશ હવે જો તેને પ્રતિ 100 માં દર્શાવવા હોય તો છેદ માં 100 મેળવવા માટે 10 ને 10 સાથે ગુણવા પડે માટે 6 ને પણ 10 સાથે ગુણીએ તો અંશમાં થશે 60 આમ 100 માંથી 60 એટલેકે 60 ટકા આમ ટકાની રીતે તેને આ રીતે દર્શાવી શકાય કે તે 60 ટકા ભાગ દર્શાવે છે વધુ એક ઉદાહરણ લઈએ અહીં આપણી પાસે ફરીથી એક ચોરસ છે અને તે પણ એક પૂર્ણ દર્શાવે છે તેમ માની લઈએ હવે આ આકૃતિ માં ભૂરા રંગથી દર્શાવેલ ભાગ એ અપૂર્ણાંક માં કેટલો છે તે વિડીયો અટકાવીને તમે પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ આકૃતિમાં જોઈ શકાય છે કે આ 10 * 10 નો એક ચોરસ છે એટલે કે જેનો અર્થ છે કે અહીં તે કુલ 100 ભાગમાં વહેંચાયેલ છે માટે અહીં છેદ માં લખીએ 100 અને તેમાંથી 10 20 30 અને 40 અને બીજા 1 2 3 4 એટલે કે કુલ 44 નાના ચોરસ ભૂરા રંગથી દર્શાવેલ છે અહીં 1 ચોરસ એ 1 શતાંશ દર્શાવે છે આમ ભૂરા રંગ થી જે ભાગ દર્શાવેલ છે તે 44/100 એટલે કે 44 શતાંશ દર્શાવે છે આ જ સંખ્યાને આપણે બીજી રીતે પણ લખી શકીએ આ બંને સંખ્યાઓ 4 વડે વિભાજ્ય છે માટે અંશમાં મળે 11 અને છેદ માં આપણે લખી શકીએ 25 આમ તેને 11/25 વડે પણ દર્શાવી શકાય હવે તેને દશાંશ સંખ્યા સ્વરૂપે કઈ રીતે દર્શાવીએ અહીં 100 માંથી 44 એટલેકે 44 શતાંશ છે આપણે પહેલા એકમ ના સ્થાને 0 મુકીએ ત્યારબાદ દશાંશ ચિન્હ પછી અહીં લખીએ 44 શતાંશ એટલે કે 4 દશાંશ અને 4 શતાંશ જેનો અર્થ છે 44 શતાંશ તેનેટકા માં દર્શાવવા ની વાત કરીએ તો અહીં આપણે ઉપર જોઈ શકીએ છીએ કે ટકા એટલે પ્રતિ 100 અહીં 100 માંથી 44 એટલે તે 44 ટકા દર્શાવે છે તેમ કહી શકાય અહીં લખીએ 44 %