If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: સિક્કો ઉછાળવાની બધી રીતો

કોઈ બનતી ઘટનાની સંભાવના નક્કી કરવા સંચયની ગણતરી કરવી . સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ત્રણ સિક્કા ઉછળતા બરાબર બે "છાપ" મળવાની સંભાવના પ્રોબેબીલીટી શોધો આપણે પહેલા નિદર્શ અવકાશ વિષે વિચારીએ આપણે પહેલા કુલ શક્ય પરિણામો વિષે વિચારીએ છાપને હેડ કહીશું અને કાટ ને ટેલ કહીશું તો 3 સિક્કા ઉછાળતા આપણી પાસે 3 હેડ હોઈ શકે પછી આપણી પાસે HHT હોઈ શકે ત્યાં HTH હોઈ શકે અને પછી ત્યાં HTT હોઈ શકે આપણી પાસે THH હોઈ શકે આમ ત્યાં THT હોઈ શકે આપણી પાસે TTH હોઈ શકે અને પછી આપણી પાસે TTT હોઈ શકે તો આ બધી 3 સિક્કા ને ઉછાળવાની અલગ અલગ રીતો છે પહેલીવખત ઉછાળવું બીજી વખત ઉછાળવું અને ત્રીજી વખત ઉછાળવું આ નિદર્શ અવકાશ છે આ કુલ પરિણામો છે આપણી પાસે 8 શક્ય પરિણામો છે તો હું આ પ્રમાણે લખીશ બરાબર 2 છાપ મળવાની બરાબર 2 છાપ હેડ ને આપણે H કહીશું મળવાની સંભાવના મારી પાસે 8 શક્ય પરિણામો છે માટે 8 શક્ય પરિણામો અથવા આ નિદર્શ અવકાશ નું કદ છે તો આ શક્ય પરિણામો માંથી કેટલા આ ઘટના સાથે સંકળાયેલા છે તમે કુલ પરિણામો ને જોઈ શકો છો તે સંયોજિત ઘટના છે કારણકે આમાં સંકળાયેલા 1 થી વધુ પરિણામો છે તો આપણે બરાબર 2 હેડ વિષે વિચારીએ આ 3 હેડ છે માટે તે બરાબર 2 હેડ નથી અહીં બરાબર 2 હેડ છે અહીં પણ બરાબર 2 હેડ છે આમાં 1 હેડ છે અહીં પણ બરાબર 2 હેડ છે આમાં ફક્ત 1 જ હેડ છે આમાં પણ ફક્ત 1 જ હેડ છે અને આમાં કોઈ હેડ નથી તો તમારી પાસે 1 2 3 તમારી પાસે 3 શક્ય પરિણામો આ ઘટના સાથે સંકળાયેલા છે 3 શક્ય પરિણામો આ ઘટના સાથે સંકળાયેલા છે તમારી પાસે 3 પરિણામો જે ઘટના ને સંતોષે છે માટે એક સિક્કા ને 3 વખત ઉછળતા બરાબર 2 હેડ મળવાની સંભાવના એ ઘટના સાથે સંકળાયેલા પરિણામો ની સંખ્યા ના છેદ માં કુલ શક્ય પરિણામો થશે એટલેકે તે 3/8 થશે