If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દાખલા ઉકેલો: માયોપિઆ

ચાલો આપણા મિત્ર, સુરેશના યોગ્ય ચશ્માં મેળવવામાં મદદ કરીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સુરેશ 200 સેમી કરતા દુર આવેલી વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી તેનીઆંખની ખામીનું નામ જણાવો તેને યોગ્ય પાવર સાથેનો લેન્સ લખી આપો આ માહિતી આપણને આપેલી છે અહી આ સુરેશની આંખ છે તે 200 સેમી કરતા દુર મુકેલી વસ્તુઓને જોઈ શકતો નથી તેથી જો કોઈ પણ વસ્તુ આ વિસ્તારમાં મૂકી હશે આ બિંદુથી શરુ કરીને અનંત અંતરની વચ્ચે જો કોઈ પણ વસ્તુ મુકેલી હશે તો તે તેને સ્પષ્ટ રીતે જોઈ શકશે નહિ માટે આપણે આ વિસ્તારને લાલ રંગ વિશે દર્શાવીએ આ વિસ્તારમાં મુકેલી વસ્તુઓને તે સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી પરંતુ જો કોઈ વસ્તુ અહી મૂકી હશે પ્રશ્નમાં તે દર્શાવ્યું નથી પરંતુ આપણે તેનું અનુમાન લગાવી શકીએ જો કોઈ વસ્તુ 200 સેમીની અંદર મુકેલી હશે તો તે તેને જોઈ શકશે આપણે તેને લીલા રંગ વડે દર્શાવીએ કઈક આ પ્રમાણે જો આપણે આંખની ખુબ જ નજીક જઈએ તો આપણને વસ્તુ સ્પષ્ટ રીતે દેખાશે નહિ સામાન્ય માણસ પણ તે જોઈ શકશે નહિ માટે આપણે અહી સુધી જ જઈએ તેની આંખની ખામીનું નામ જણાવો વિડીઓ અટકાવો અને તેની આંખની ખામીના નામ વિશે વિચારો અહી તે નજીક ની વસ્તુ જોઈ શકે નજીકના અંતરે મુકેલી વસ્તુને જોઈ શકે છે પરંતુ દુર મુકેલી વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતું નથી તેથી તેની ખામીનું નામ લઘુદ્રષ્ટી છે તેને લઘુદ્રષ્ટીની ખામી છે અને તેઓ આપણને કહે છે કે તેને યોગ્ય પાવર સાથેનો લેન્સ લખી આપો આપણે અહી ડોક્ટરની જેમ જ છીએ આપણે તેની ખામીને ઓળખવાની છે આપણે અહી સમજયા કે તે 200 સેમી કરતા દુર મુકેલી વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી અને હવે આપણે શોધવાનું છે કે તેને ચોક્કસ કયા પાવરના લેન્સનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ તે શોધતા પહેલા પાવરને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તે ઝડપથી જોઈએ પાવરને કેન્દ્ર લંબાઈના વ્યસ્થ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય તેથી આપણે ખરેખર કેન્દ્ર લંબાઈ શોધવાની જરૂર છે પરંતુ અહી આ અભિસારી લેન્સ છે કે અપસારી લેન્સ તે આપણે તે જાણતા નથી અને આપણે તેની ચિંતા કરવાની પણ જરૂર નથી આપણે વસ્તુ અને પ્રતિબીંબના સંધાર્ભમાં વિચારીએ અને કેન્દ્ર લંબાઈને શોધી શકીએ હવે સુરેશ 200 સેમી કરતા દુર મુકેલી વસ્તુઓને જોઈ શકતો નથી તેથી 200 સેમીને આપણે દુર બિંદુ કહીશું સુરેશ માટેનું દુર બિંદુ 200 સેમી છે એટલે કે તે 200 સેમી શુધી જોઈ શકે છે તેનાથી આગળ જોઈ શકતો નથી હવે સામાન્ય આંક એટલે કે ખામી વગરની આંખ માટેનું દુર બિંદુ શું હશે ખામી વગર ની આંખ એટલે કે સામાન્ય આંખ ગમે તેટલું દુર જોઈ શકે તેઓ ચંદ્ર સુધી કે પછી સૂર્ય સુધી કે તારાઓ શુધી પણ જોઈ શકે એટલે કે તેઓ અનંત શુધી જોઈ શકે માટે સુરેશની ખામી દુર કરવા માટે આપણે એ ખાતરી કરવાની જરૂર છે કે તે પણ અનંત સુધી એટલે કે દુર સુધી જોઈ શકે બીજા શબ્દમાં કહીએ તો ધારો કે મેં એક વસ્તુ અનંત અંતરે મુકેલી છે તો અહી લેન્સ તે વસ્તુના પ્રતિબીંબને અહી દુર બિંદુ પર લઇ આવે તેવો હોવો જોઈએ આપણો લેન્સ આ કરી શકે તેવો હોવો જોઈએ અને તેથી જ સુરેશ આ દુર મુકેલી વસ્તુને જોઈ શકશે અને તે પરથી આપણે એટલું સમજી શકીએ કે આપણા લેન્સ પાસે એ રીત ની કેન્દ્ર લંબાઈ હોવી જોઈએ કે જેથી જો વસ્તુ અનંત અંતરે મુકેલી હોય તો તેનું પ્રતિબીંબ દુરબિંદુ એટલે કે 200 સેમી પર મળે હવે આપણે વસ્તુ અંતર અને પ્રતિબીંબ અંતર જાણીએ છીએ તો આપણે અહી કેન્દ્ર લંબાઈ શોધી શકીએ તમે વિડીઓ અટકાવો અને જાતે જ કેન્દ્ર લંબાઈને શોધવાનો પ્રયત્ન કરો પરંતુ તમારે અહી નિશાની ઓને પણ ધ્યાનમાં રાખવી પડેશે તેના માટે આપણે આપત કિરણની દિશાને ધન લઈએ છીએ અને આપતકિરણ જમણી બાજુએ છે અને આ લેન્સ છે તેથી લેન્સની જમણી બાજુઓ ધન થશે તે બાજુએ આવેલા બધાજ અંતર ધન થશે અને લેન્સની ડાબી બાજુએ આવેલા બધા જ અંતર ઋણ થશે માટે અહી વસ્તુ અંતર એ ઋણ અનંત થશે પરંતુ ઋણ અનંત અથવા ધન અનંત એ મહત્વનું નથી અને તેવી જ રીતે પ્રતિબીંબ અંતરએ ઋણ 200 સેમી થશે હવે આપણે લેન્સના સૂત્રને યાદ કરીએ અને આ બંનેની કિંમત મુકીને કેન્દ્ર લંબાઈ શોધીએ 1/f = 1/v - 1/u આપણે સૂત્રમાં તેની કિંમત મુકીએ 1/v એટલે કે 1/-200 ઓછા 1/ઇન્ફીનિટી એટલે કે અનંત અને આપણે જાણીએ છીએ કે 1/ઇન્ફીનિટીની કિંમત 0 થશે તેથી 1/f = -1/200 આમ અહી કેન્દ્ર લંબાઈ = -200 સેમી આમ આપણે અહી આ લેન્સ અભિસારી છે કે અપસારી તે જાણ્યા વગરજ કેન્દ્ર લંબાઈને શોધીલીધી ફક્ત વસ્તુ અને પ્રતિબીંબના સંધાર્ભમાં વિચારો પરંતુ હવે આપણે આ કેન્દ્ર લંબાઈને જોઈને આ લેન્સ અભિસારી છે કે અપસારી તે વિચારી શકીએ વિડીઓ અટકાવો અને તમે જાતે જ તે વિચારવાનો પ્રયત્ન કરો અહી આ નિશાનીને જોઈને વિચારો કે આ અભિસારી છે કે અપસારી અહી કેન્દ્ર લંબાઈ એ ઋણ 200 સેમી છે એટલે કે તે લેન્સની આ બાજુએ આવશે તેનું મુખ્ય કેન્દ્ર લગભગ અહી આવશે કેન્દ્ર લંબાઈ એ ઋણ 200 સેમી છે હવે કયા લેન્સ માટે મુખ્ય કેન્દ્ર આ બાજુ આવશે જો આપણે અહી અભિસારી લેન્સ લઈશું એટલે કે બહિર્ગોળ લેન્સ લઈશું અને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો લઈશું તો તે પરાવર્તન પામ્યા બાદ આ પ્રમાણે અહી કોઈ એક બિંદુ આગળ ભેગા થશે એટલે કે તેનું મૂક્ય કેન્દ્ર લેન્સની આ બાજુએ મળશે તેથી તે અભિસાર લેન્સ થશે નહિ માટે તે અપસારી લેન્સ એટલે કે અંતર્ગોળ લેન્સ થશે જો આપણે અહી આ પ્રમાણે અંતર્ગોળ લેન્સ લઈએ કઈક આ રીતે અને પ્રકાશના કિરણો આપત કરીએ જે અહી આ પ્રમાણે મુખ્ય કેન્દ્રમાંથી આવતા હોય એવું લાગે છે એટલે કે અપસારી લેન્સ માટે મુખ્ય કેન્દ્ર આ તરફ આવશે પરંતુ આપણે અહી પાવર શોધવાનો છે અને પાવર બરાબર 1/કેન્દ્ર લંબાઈ 1/-200 સેમી આપણે તેનો એસએકમ વાપરીશું જે મીટર છે 200 સેમી એટલે 2 મીટર એટલે કે ઋણ 1/2 માટે તેનો પાવર -0.5 1/મીટર અને તેનું વ્યસ્થ દયોક્તર થશે એટલે કે આ લેન્સનો પાવર -0.5 દયોક્તર થશે તેથી આપણે અહી સુરેશને -0.5 દયોક્તર પાવર સાથેનો લેન્સ લખી આપીશું અને આ ઋણ નિશાની દર્શાવે છે કે તે અપસારી એટલે કે અંતર્ગોળ લેન્સ છે હવે તમને અહી કદાચ એક પ્રશ્નએ થશે કે જો વસ્તુ અહી મુકેલી હોય તો શું થાય આપણે અહી અંતર્ગોળ લેન્સની કિરણ આકૃતિ જોઈએ જે કઈક આ પ્રમાણે થશે આપણે અહી જોઈ શકીએ કે વસ્તુ ગમે ત્યાં મુકેલી હોય પરંતુ તમને તેનું પ્રતિબીંબ કેન્દ્ર લંબાઈની અંદર જ મળશે અને તેથી જ વસ્તુ અહી ગમે ત્યાં મુકેલી હોય તેનું પ્રતિબીંબ કેન્દ્ર લંબાઈની અંદર કેન્દ્ર લંબાઈ અહી 200 સેમી છે જે આપણું દુર બિંદુ પણ છે તેથી તે કેન્દ્ર લંબાઈની અંદર એટલે કે આ લીલા રંગના વિસ્તારમાં જ જોવા મળશે તેથી સુરેશ તેને સ્પષ્ટ રીતે જોઈ શકશે હવે જો વસ્તુ અહી આ લીલા રંગના વિસ્તારમાં જ મુકેલી હોય તો તેનું પ્રતિબીંબ લેન્સની વધુ નજીક મળશે તે નજીક બિંદુની પાસે મળશે સુરેશ કદાચ તેને સ્પષ્ટ રીતે વાચી શકશે નહિ તેથી તેને ચશ્માં કાઢવા પડશે આમ તમે ઘણી વાર જોયું હશે કે લઘુ દ્રષ્ટીની ખામી ધરાવતા લોકો જયારે દુરની વસ્તુ જુએ છે ત્યારે ચશ્માં પહેરે છે અને જયારે કદાચ તેઓ પુસ્તક વાચી રહ્યા હોય ત્યારે ચશ્માં કાઢી નાખે છે.