If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: 4th grade (Eureka Math/EngageNY) > Unit 1

Lesson 1: Topic A: Place value of multi-digit whole numbers

પ્રમાણભૂત સ્વરૂપમાં સંખ્યા લખી

નંબરો સાથે છસો પચાસ મિલિયન, પાંચ સો એંસી ચાર હજાર, ચારસો સાંઠ - લખવા માટે જાણો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચોસઠ કરોડ, પંચાવન લાખ, ચોર્યાસી હજાર ચારસો બાસઠને પ્રમાણિત સ્વરૂપમાં લખો ચાલો તો આ દરેક ભાગ પ્રમાણે વિચારીએ પહેલા ભાગમાં આપણી પાસે છે ચોસઠ કરોડ ચોસઠ કરોડ એટલે 64 વખત 1,00,00,000 1 ની પાછળ સાત શૂન્ય એટલે 1 કરોડ આમ, આ છે ચોસઠ કરોડ ચોસઠ કરોડ તેને આ રીતે પણ લખાય 64 ગુણ્યાં 1 એટલે 64 અને તેની પાછળ સાત શૂન્ય. આમ, તે લખાય 64 અને સાત શૂન્ય એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત આ તો ફક્ત આ સંખ્યાનો એક ભાગ છે અત્યારે તો આપણે દરેક ભાગને અલગ કરીને સમજીએ છીએ પણ એક વખત જો મહાવરો થઇ જાય તો દર વખતે આ રીતે કરવાની જરૂર નહિ રકમ વાંચીને જ સંખ્યા લખી શકશો. ચાલો, હવે બીજા ભાગ તરફ આગળ વધીએ અહીં આપેલ છે પંચાવન લાખ તેને નીચે લખીએ ૫૫, લાખ ૫૫, લાખ 55 ગુણ્યાં 1,00,000 55 ગુણ્યાં 1,00,000 જુઓ તે આ શબ્દ પ્રમાણે લખ્યું છે. હવે તેનું પરિણામ શું મળે ? 55 ની પાછળ પાંચ શૂન્ય 55 ગુણ્યા 1 અને પાછળ પાંચ શૂન્ય આમ, તે થશે 55,00,000 જુઓ કે અહીં પાંચ શૂન્ય છે. 55 અને પાંચ શૂન્ય હવે ત્રીજો ભાગ લઈએ 84 હજાર 84 ગુણ્યાં 1,000 ગુણ્યાં 1,000 હજારમાં પાછળ ત્રણ શૂન્ય હોય 84 ગુણ્યાં 1 અને પાછળ ત્રણ શૂન્ય આમ, તે મળે 84,000 84,000 અને અંતે આપેલ છે ચારસો બાસઠ તે તો એકદમ સરળ છે તેને તમે 462 એકમ તરીકે પણ લઇ શકો આમ, નીચે લખીએ 462 જેની કિંમત 462 જ થાય હવે જુઓ આપણી સંખ્યા એ આ બધી સંખ્યાઓનું મિશ્રણ છે 64,00,00,000 અને 55,00,000 અને 84,000 અને 462 ચાલો તો હવે આ બધાનો સરવાળો કરીએ જુઓ કે સરવાળો કરતા મળશે 64,55,84,462 હવે જુઓ કે એક સરળ રીત એ છે કે યાદ રાખો કે કરોડ એટલે સંખ્યાની પાછળ સાત શૂન્ય લાખમાં પાછળ પાંચ શૂન્ય અને હજાર માટે સંખ્યાની પાછળ ત્રણ શૂન્ય જયારે આ છેલ્લા ભાગ માટે પાછળ એક પણ શૂન્ય નહિ ચાલો તો હવે આ રકમને આ રીતે સમજીએ ચોસઠ કરોડ એટલે 64 અને એ વાત ધ્યાનમાં રાખીએ કે પાછળ હજી બીજા સાત અંક આવશે ત્યારબાદ પંચાવન લાખ તે અહીં લખીએ 55 અને ધ્યાન રાખીએ કે હજી બીજા પાંચ અંક લખવાના છે હવે છે ચોર્યાસી હજાર 84 અને હજી પાછળ ત્રણ અંક આવશે અને અંતે, હવે જો 462 ન હોય તો અહીં લખાય ત્રણ વખત શૂન્ય પણ તેઓએ આપેલ છે 462 માટે તે અહીં લખીએ 462