If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: 4th grade (Eureka Math/EngageNY) > Unit 1

Lesson 1: Topic A: Place value of multi-digit whole numbers

સ્થાનકિંમત સમજવી

સાલ ચર્ચા કરે છે કે કેવી રીતે એક સ્થાનમાં એક અંક તેના સ્થાને જમણી બાજુએ જે પ્રતિનિધિત્વ કરે છે તે દસ ગણી રજૂ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સંખ્યા ૭૨૧ થી શરૂઆત કરો દસ વડે ગુણાકાર કરો હવે સાતનું સ્થાન ખાલી જગ્યા હશે જો આપણે ૭૨૧ માં સાતના સ્થાને જોઈએ તો તે સો ના સ્થાને આવેલો અંક છે તેનું મૂલ્ય ૭૦૦ થાય છે હવે જો આપણે આ સંખ્યાઓનો ગુણાકાર દસ વડે કરીએ તો આ સંખ્યાના દરેક અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે એટલે કે હવે આ સાત ૧૦૦૦ ના સ્થાને આવી જશે આ બે સોના સ્થાને આવી જશે એક એ દશકના સ્થાને આવી જશે અને એકમના સ્થાને શૂન્ય આવશે તેથી દસ વડે ગુણાકાર કર્યા પછી સાતનું સ્થાન હજાર થાય ,જવાબ ચકાસીએ, વધુ એક ઉદાહરણ જોઈએ ૮૭૦૦ અને ૮૭૦ વચ્ચે સંબંધ દર્શાવતો વિકલ્પ પસંદ કરો,તમે અહીં જોઈ શકો કે ૮૭૦ માં ત્રણ અંક છે અને ૮૭૦૦ માં ચાર અંક છે અહીં ૮ હજારના સ્થાને છે આ સંખ્યામાં આઠ સો ના સ્થાને છે અહીં સાત સો ના સ્થાને છે અને અહીં સાત દશક સ્થાને છે આ સંખ્યામાં આ આઠ નું મૂલ્ય ૮૦૦૦ થાય જ્યારે આ સંખ્યામાં આઠ નું મૂલ્ય ૮૦૦ થશે તેવી જ રીતે આ સંખ્યામાં સાત નું મૂલ્ય ૭૦૦ થાય, જયારે આ સંખ્યામાં સાત નું મૂલ્ય ૭૦ થશે, ૭૦૦ એ ૭૦ કરતાં દસ ગણું વધારે છે તેવી જ રીતે ૮૦૦૦ એ ૮૦૦ કરતા દસ ગણું વધારે છે માટે આ સંખ્યા,આ સંખ્યા કરતા દસ ગણી મોટી છે એમ કહી શકાય જ્યારે આપણે ૮૭૦ ને દસ વડે ગુણીએ ત્યારે આપણને ૮૭૦૦ જવાબ મળે અને આ સંખ્યા ના બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે માટે સાચો વિકલ્પ આ આવશે ૮૭૦૦ એ ૮૭૦ કરતા દસ ગણી મોટી સંખ્યા છે જવાબ ચકાસીએ,વધુ એક ઉદાહરણ જોઈએ, ૫૪ એકમ ગુણ્યા ૧૦,૫૪ એકમ ગુણ્યા ૧૦ બરાબર શું થાય? અહીં ૫૪ એકમનો અર્થ એવો થાય કે ચાર એ એકમના સ્થાને છે અને પાંચ એ દશકના સ્થાને છે એકમ એટલે એક થાય જ્યારે ૧ ને ૧૦ વડે ગુણવામાં આવે તો આપણને દશક મળે છે, જ્યારે ૫૪ ને ૧૦ વડે ગુણવામાં આવે ત્યારે આ ૫ સો ના સ્થાને જશે ,ચાર દશકના સ્થાને જશે અને એકમના સ્થાને શૂન્ય આવે એટલે કે આપણને જવાબ તરીકે ૫૪૦ મળે, જો ૫૪૦ ને બીજી રીતે લખવું હોય તો ૫૪ ગુણ્યાં ૧૦ તરીકે લખી શકાય,૧૦ એટલે દશક થશે આમ ૫૪ એકમ ગુણ્યા ૧૦ એટલે ૫૪ દશક થાય જવાબ ચકાસીએ આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે.