If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચુંબકીય બળ શું છે?

ચુંબકીય બળ શું છે અને તેની ગણતરી કઈ રીતે થાય તે શીખો.

ચુંબકીય બળ શું છે?

ચુંબકીય બળ એ વિદ્યુતચુંબકીય બળનું પરિણામ છે, જે કુદરતના ચાર મૂળભૂત બળમાંથી એક છે, અને તે વીજભારોની ગતિના કારણે થાય છે. ગતિની એકસમાન દિશા સાથે વીજભાર સમાવતા બે પદાર્થો પાસે તેમની પાસે ચુંબકીય આકર્ષણ બળ છે. સમાન રીતે, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા વીજભાર સાથેના પદાર્થો પાસે તેમની વચ્ચે અપાકર્ષણ બળ છે.
ચુંબકીય ક્ષેત્રના આર્ટીકલમાં આપણે શીખીએ કે ચુંબકીય ક્ષેત્ર સાથે તેની આસપાસ વીજભારો કઈ રીતે ગતિ કરે છે. આ સંદર્ભમાં ચુંબકીય બળ એ બળ છે જે ચુંબકીય ક્ષેત્રની આંતરક્રિયાના કારણે થાય છે.

ચુંબકીય બળ કઈ રીતે શોધી શકાય?

બે પદાર્થોને ધ્યાનમાં લો. તેમની વચ્ચેના ચુંબકીય બળનું મૂલ્ય દરેક પદાર્થમાં કેટલો વીજભાર કેટલી ગતિમાં છે અને તેઓ કેટલા દૂર છે તેના પર આધાર રાખે છે. બળની દિશા દરેક પરિસ્થિતિમાં વીજભારની ગતિની સાપેક્ષ દિશા પર આધાર રાખે છે.
ચુંબકીય બળ શોધવાની એક ઉપયોગી રીત નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં અચળ વેગ v આગળ વીજભાર q ના નિશ્ચિત જથ્થાનો ઉપયોગ કરવાની છે. જો આપણે સુધુ જ ચુંબકીય બળનું મૂલ્ય ન જાણતા હોઈએ, તો પણ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ કારણકે કેટલીક વાર જ્ઞાત વિદ્યુતપ્રવાહના અંતરના આધારે પણ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી શક્ય છે.
ચુંબકીય બળ લોરેન્ઝ બળ ના નિયમ વડે દર્શાવવામાં આવે છે:
F=qv×B
આ સ્વરૂપમાં તેને સદિશ ક્રોસ ગુણાકાર નો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે. આપણે ક્રોસ ગુણાકારનું વિસ્તરણ કરીને ચુંબકીય બળનું મૂલ્ય લખી શકીએ વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશની વચ્ચે ખૂણા θ (<180) ના સંદર્ભમાં લખેલું છે:
F=qvBsinθ
બળની દિશા જમણા-હાથના-નિયમ નો ઉપયોગ કરીને શોધી શકાય આ નિયમ બળની દિશાને ખુલ્લા હાથની 'હથેળી'ની દિશા તરીકે દર્શાવે છે. જમણા હાથની મુઠ્ઠી સાથે, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. અંગૂઠો ધન વીજભારની ગતિની દિશા દર્શાવે છે. જો ગતિમાન વીજભાર ઋણ (ઉદાહરણ તરીકે, ઈલેક્ટ્રોન) હોય, તો તમારે તમારા અંગૂઠાની દિશાને ઉલટી કરવાની જરૂર છે કારણકે બળ વિરુદ્ધ દિશામાં હશે. વૈકલ્પિક રીતે, તમે ગતિમાન ઋણ વીજભાર માટે તમારા ડાબા હાથનો ઉપયોગ કરી શકો.
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા ધન વીજભારને કારણે બળ માટે જમણા-હાથના-નિયમનો ઉપયોગ.
આકૃતિ 1: ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા ધન વીજભારને કારણે બળ માટે જમણા-હાથના-નિયમનો ઉપયોગ.
ઘણી વાર આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતપ્રવાહ I ધારિત તાર પર બળ શોધવા માંગીએ છીએ. અગાઉની પદાવલિઓને ફરીથી ગોઠવીને આ કરી શકાય જો આપણે યાદ કરીએ કે વેગ એ અંતર / સમય છે જો તારની લંબાઈ L છે તો આપણે લખી શકીએ
qv=qLt
અને વિદ્યુતપ્રવાહ એ પ્રતિ સેકન્ડ વહન કરતા વીજભારનો જથ્થો છે તેથી,
qv=IL
અને તેથી
F=BILsinθ

તાર પર બળ

સ્વાધ્યાય 1a:
આકૃતિ 2: તાર પર ચુંબકીય બળ.
આકૃતિ 2: તાર પર ચુંબકીય બળ.
આકૃતિ 2 ઘોડાની નાળ આકારના ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતો તાર બતાવે છે. બેટરીને તાર સાથે જોડવામાં આવી છે જેના કારણે બતાવેલી દિશામાં તારમાંથી 5 A વિદ્યુતપ્રવાહનું વહન થાય છે. જો ધ્રુવની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર 0.2 T હોય, તો ધ્રુવની વચ્ચે તારના 10 mm ભાગ પરના બળનું મૂલ્ય અને દિશા શું છે?
સ્વાધ્યાય 1b:
ધારો કે ચુંબકને થોડું ડાબી બાજુ ખસેડવામાં આવ્યું છે તેથી હવે તાર ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક છે. શું તમે તાર પરના બળમાં કોઈ ફેરફારનું અનુમાન લગાવો છો?
સ્વાધ્યાય 1c:
ધારો કે ચુંબકની તીવ્રતા આપણે જાણતા નથી. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માપવા માટે શું તમે આ પ્રયોગમાં કોઈ ફેરફાર સૂચવી શકો? ધારો કે તમારી પાસે માપપટ્ટી, દોરી, અને કેટલાક પ્રમાણબદ્ધ વજન ઉપલબ્ધ છે.

કેથોડ-રે ટ્યુબમાં ઇલેક્ટ્રોનનું ચુંબકીય કોણાવર્તન

કેથોડ-રે ટ્યુબ એક હવા વગરની ટ્યુબ છે જેના એક છેડે ઈલેક્ટ્રોન ગન અને બીજા છેડે ફોસ્ફોરેસન્ટ પડદો છે. ઈલેક્ટ્રોન ખુબ વધુ ઝડપે ઈલેક્ટ્રોન ગનમાંથી બહાર નીકળે છે અને પડદામાં જાય છે જ્યાં ફોસ્ફરસને કારણે પડદા પર પ્રકાશનું બિંદુ ઉત્પન્ન થાય છે.
કારણકે ઈલેક્ટ્રોન પાસે વીજભાર હોય છે તેથી ક્યાં તો વિદ્યુત અથવા ચુંબકીય બળ વડે તેનું કોણાવર્તન કરવું શક્ય છે. કોણાવર્તનનું નિયંત્રણ કરીને પડદા પર પ્રકાશના બિંદુને ખસેડી શકાય છે. જુના 'ટ્યુબ' ટેલિવિઝન બિંદુઓને ઝડપથી સ્કેન કરીને પ્રતિબિંબ બનાવીને ચુંબકીય કોણાવર્તન સાથે આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે.
સ્વાધ્યાય 2a:
આકૃતિ 3 કેથોડ રે ટ્યુબ પ્રયોગ બતાવે છે. કેથોડ રે ટ્યુબની બહાર ગૂંચળાની જોડને મુકેલી છે અને ટ્યુબમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે (બતાવ્યું નથી). ક્ષેત્રના પ્રતિચારમાં, ઇલેક્ટ્રોનનું કોણાવર્તન થાય છે અને આકૃતિમાં બતાવ્યા મુજબ વર્તુળના ખંડના પથમાં ફરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા શું છે?
આકૃતિ 3: કેથોડ રે ટ્યુબ પ્રયોગ.
આકૃતિ 3: કેથોડ રે ટ્યુબ પ્રયોગ.
સ્વાધ્યાય 2b:
જો ઈલેક્ટ્રોન ગનમાંથી સમક્ષિતિજ દિશામાં બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ઝડપ v 2107 m/s હોય, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું છે? ધારો કે વર્તુળાકાર પથની ત્રિજ્યા વડે આપવામાં આવે છે જ્યાં ટ્યુબની લંબાઈ L છે અને સમક્ષિતિજ કોણાવર્તન d છે.