If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રવેગ vs. સમય આલેખ શું છે?

જુઓ કે આપણે આલેખ પરથી શું શીખી શકીએ જે પ્રવેગ અને સમયને સંબંધિત કરે છે.

પ્રવેગ આલેખમાં શિરોલંબ અક્ષ શું દર્શાવે?

શિરોલંબ અક્ષ પદાર્થનો પ્રવેગ દર્શાવે.
ઉદાહરણ તરીકે, જો કોઈ ચોક્કસ સમયે તમે નીચેના આલેખની કિંમત વાંચો, તો તમને તે ક્ષણ માટે પદાર્થનો પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડના વર્ગમાં મળશે.
જુદા જુદા સમયને પસંદ કરવા નીચેના આલેખ પર ટપકાંને સમક્ષિતિજ ખસેડો અને સ્થાન કઈ રીતે—abbreviated Acc—બદલાય છે તે જુઓ.
ખ્યાલ ચકાસણી: ઉપરના આલેખ મુજબ, t=4 s આગળ પ્રવેગ શું છે?

પ્રવેગ આલેખ પર ઢાળ શું દર્શાવે?

પ્રવેગ આલેખનો ઢાળ રાશિ દર્શાવે જેને જર્ક કહેવામાં આવે છે. જર્ક એ પ્રવેગમાં થતા ફેરફારનો દર છે.
પ્રવેગ આલેખ માટે, ઢાળને પરથી ઢાળ=riserun=a2a1t2t1=ΔaΔt શોધી શકાય, જે નીચેની આકૃતિમાં જોઈ શકાય છે.
આ ઢાળ, જે પ્રવેગના ફેરફારનો દર દર્શાવે છે, તેને જર્ક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
જર્ક=ΔaΔt
જેમ જર્ક થોડું વિચિત્ર લાગે છે, તેમ આપણે તેને ઝટકાવાળી ગતિ કહી શકીએ જો તમે મુસાફરી કરો જેમાં ટૂંકા સમયગાળામાં પ્રવેગ અસરકારક રીતે વધી અને ઘટી રહ્યો હોય, તો ગતિ ઝટકો અનુભવે, અને તમારે તમારા શરીરને સંતુલિત રાખવા સ્નાયુમાંથી જુદા જુદા પ્રમાણમાં બળ લગાડવું પડે.
આ વિભાગ પૂરો કરવા માટે, જર્કને નીચે દર્શાવેલા ઉદાહરણના આલેખથી સમજીએ। સમયના જુદા જુદા બિંદુઓ આગળ ઢાળ—જેમ કે, જર્ક—કેવો દેખાય તે જોવા માટે ટપકાંને સમક્ષિતિજ ખસેડો.
ખ્યાલ ચકાસણી: t=6 s આગળ, ઉપર બતાવેલા પ્રવેગના આલેખ માટે, શું જર્ક ધન છે, ઋણ છે કે શૂન્ય છે?

પ્રવેગ આલેખ પર ક્ષેત્રફળ શું દર્શાવે?

પ્રવેગના આલેખ નીચેનું ક્ષેત્રફળ વેગમાં થતો ફેરફાર દર્શાવે। બીજા શબ્દોમાં, ચોક્કસ સમયગાળા માટે પ્રવેગના આલેખ નીચેનું ક્ષેત્રફળ બરાબર તે સમયગાળા દરમિયાન વેગમાં થતો ફેરફાર.
ક્ષેત્રફળ=Δv
એ જોવું સરળ છે કે નીચેના ઉદાહરણના આલેખ માટે ધ્યાનમાં રાખીને આવું શા માટે છે જે 9 s સમય માટે 4 ms2 નો અચળ પ્રવેગ બતાવે છે.
જો આપણે પ્રવેગની વ્યાખ્યાની બંને બાજુ, a=ΔvΔt, સમયમાં થતા ફેરફાર વડે ગુણીએ, Δt, આપણને Δv=aΔt મળે.
પ્રવેગમાં 4 ms2 અને સમયમાં 9 s ની કિંમત મૂકીને આપણે વેગમાં થતા ફેરફાર માટે ઉકેલી શકીએ:
Δv=aΔt=(4 ms2)(9 s)=36ms
પ્રવેગને સમયના અંતરાલ વડે ગુણવું એ વક્રની નીચેનું ક્ષેત્રફળ શોધવાને સમાન છે. નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ, વક્રની નીચેનું ક્ષેત્રફળ લંબચોરસ છે.
ઊંચાઈ અને પહોળાઇનો ગુણાકાર કરીને ક્ષેત્રફળ શોધી શકાય લંબચોરસની ઊંચાઈ 4 ms2 છે, અને પહોળાઈ 9 s છે. તેથી, ક્ષેત્રફળ શોધતા તે તમને વેગમાં થતો ફેરફાર આપે.
ક્ષેત્રફળ=4 ms2×9 s=36ms
સમયના ચોક્કસ આપેલા અંતરાલ માટે પ્રવેગના કોઈ પણ આલેખ નીચેનું ક્ષેત્રફળ સમયના તે અંતરાલમાં વેગમાં થતો ફેરફાર આપે.

પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનો સમાવેશ કરતા પ્રશ્નો કેવા દેખાય?

ઉદાહરણ 1: રેસ કારનો પ્રવેગ

એક રેસ કારનો આત્મવિશ્વાસુ ડ્રાઇવર 20 m/s ના અચળ વેગથી ચલાવી રહ્યો છે. તે જયારે ફિનિશ લાઈનની નજીક હોય, રેસ કારનો ડ્રાઇવર પ્રવેગિત થવાની શરૂઆત કરે છે. કાર જેમ ઝડપ વધારવાની શરુ કરે તેમ નીચેનો આલેખ રેસ કારનો પ્રવેગ આપે છે, ધારો કે સમય t=0 s આગળ કારનો વેગ 20 m/s હતો.
આલેખમાં બતાવ્યા મુજબ 8 સેકન્ડના પ્રવેગ પછી રેસ કારનો વેગ શું છે?
આપણે પ્રવેગના આલેખ નીચેનું ક્ષેત્રફળ શોધીને વેગમાં થતો ફેરફાર શોધી શકીએ.
Δv=area=12bh=12(8 s)(6ms2)=24 m/s(ત્રિકોણના ક્ષેત્રફળ માટેના સૂત્રનો ઉપયોગ કરો: 12bh.)
Δv=24 m/s(વેગમાં થતો ફેરફાર ગણવો.)
પરંતુ આ ફક્ત તે સમયના અંતરાલ દરમિયાન વેગમાં થતો ફેરફાર છે, આપણને અંતિમ વેગ શોધવાની જરૂર છે. આપણે તે શોધવા માટે વેગમાં થતા ફેરફાર, Δv=vfvi, ની વ્યાખ્યાનો ઉપયોગ કરી શકીએ
Δv=24 m/s
vfvi=24 m/s(Δv માટે vfvi મૂકો.)
vf20 m/s=24 m/s(પ્રારંભિક વેગ vi માટે 20 m/s મૂકો.)
vf=24 m/s+20 m/s(vf માટે ઉકેલો.)
vf=44 m/s(ગણતરી કરો અને ઉજવણી કરો!)
રેસ કારનો અંતિમ વેગ 44 m/s છે.

ઉદાહરણ 2: સઢવાળી હોડીની પવનમાં મુસાફરી

એક સઢવાળી હોળી 10 m/s ના વેગ સાથે સીધી રેખામાં ચાલી રહી છે. પછી સમય t=0 s આગળ, સખત પવન ફુંકાવાને કારણે આકૃતિમાં બતાવ્યા મુજબ હોડી પ્રવેગિત થાય છે.
9 સેકન્ડ માટે પવન ફૂંકાયા બાદ સઢવાળી હોળીનો વેગ શું છે?
આલેખની નીચેનું ક્ષેત્રફળ વેગમાં ફેરફાર આપશે। નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ, આલેખના ક્ષેત્રફળને લંબચોરસ, ત્રિકોણ, અને ત્રિકોણમાં વિભાજીત કરી શકાય.
t=0 s અને t=3 s વચ્ચેના ભૂરા લંબચોરસને ધન ક્ષેત્રફળ તરીકે ધ્યાનમાં લો કારણકે તે સમક્ષિતિજ અક્ષની ઉપર છે. t=3 s અને t=7 s વચ્ચેના લીલા ત્રિકોણને પણ ધન ક્ષેત્રફળ તરીકે ધ્યાનમાં લો કારણકે તે સમક્ષિતિજ અક્ષની ઉપર છે. t=7 s અને t=9 s વચ્ચેના લાલ ત્રિકોણને ઋણ ક્ષેત્રફળ તરીકે ધ્યાનમાં લો કારણકે તે સમક્ષિતિજ અક્ષની નીચે છે.
આપણે t=0 s અને t=9 s વચ્ચેનું કુલ ક્ષેત્રફળ મેળવવા—લંબચોરસ માટે hw અને ત્રિકોનો માટે 12bh નો ઉપયોગ કરીને—આ ક્ષેત્રફળનો સરવાળો કરી શકીએ.
Δv=ક્ષેત્રફળ=(4ms2)(3 s)+12(4 s)(4ms2)+12(2 s)(2ms2)(લંબચોરસ અને બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો.)
Δv=18 m/s(વેગમાં થતો કુલ ફેરફાર મેળવવા ગણતરી કરો.)
પરંતુ આ વેગમાં થતો ફેરફાર છે, તેથી અંતિમ વેગ શોધવા માટે, આપણે વેગમાં થતા ફેરફારની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું.
vfvi=18 m/s(વેગમાં થતા ફેરફારની વ્યાખ્યાનો ઉપયોગ કરો.)
vf=18 m/s+vi(અંતિમ વેગ માટે ઉકેલો.)
vf=18 m/s+10 m/s(પ્રારંભિક વેગની કિંમત મૂકો.)
vf=28 m/s(ગણતરી કરો અને ઉજવણી કરો!)
સઢવાળી હોળીનો અંતિમ વેગ vf=28 m/s.