If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 1: એક-પરિમાણીય ગતિ

300 possible mastery points

આ એકમ વિશે

આ ટ્યુટોરીઅલમાં આપણે વેગ અને પ્રવેગના ખ્યાલને સમજવાની શરૂઆત કરીએ. આપણે રસપ્રદ બાબતો જેવી કે ખડક પરથી વસ્તુઓ ફેકવી (વાસ્તવિક જીવન કરતા કાગળ પર વધુ સુરક્ષિત) અને હવામાં બોલ કેટલો ઉપર જાય છે એ કરીશું.

ભૌતિકશાસ્ત્ર શું છે તેના પુનરાવર્તનનું મોટું ચિત્ર મેળવો, અને પૂર્વજરૂરિયાતના જ્ઞાન માટે સૂચનો મેળવો.
આ ટ્યૂટોરિઅલ શુદ્ધ ગતિવિજ્ઞાનના (પદાર્થની ગતિ) તમારા જ્ઞાન માટે ખૂબ જ મહત્વનું છે. તમે કદાચ પહેલેથી જ જાણો છો કે અંતર = દર x સમય. આ ટ્યૂટોરિઅલ સદિશ (અમે અહીં સદિશનો પણ પરિચય આપીશું) સાથે તમારા વિચારનું પુનરાવર્તન કરશે. તેથી તમારા સીટબેલ્ટ બાંધી દો (ખરેખર આ જરૂરી નથી કારણકે આપણે આ ટ્યૂટોરિયલમાં પ્રતિપ્રવેગિત થવા પર વિચારતા નથી) અને ભૌતિકશાસ્ત્રના પાયાના જ્ઞાનની મુસાફરી માટે તૈયાર થઇ જાઓ.
અસંતુલિત બળના વિશ્વમાં (જેને તમે ન્યૂટનના નિયમ વિશે વધુ શીખશો ત્યારે જોશો), તમારી પાસે પ્રવેગ હશે (જે વેગમાં થતા ફેરફારનો દર છે). ક્યાં તો તમે પોર્શ કાર 60 mph કરતા કેટલી ઝડપી થઇ શકે તેના વિશે વિચારો અથવા યાત્રી વિમાન માટે જરૂરી ઝડપ મેળવવા તે કેટલો સમય લે તેના વિશે, આ ટ્યૂટોરિયલ તમને મદદ કરશે.
ઉપરોક્ત કૌશલ્યોના લેવલમાં વધારો થયો અને 240 સુધી નિપુણતાના ગુણ મેળવ્યા
અમે સૂત્રોને યાદ રાખવામાં માનતા નથી અને તમારે પણ ન માનવું જોઈએ (જો તમે તમારી જિંદગી તમારી સાચી શક્તિના પડછાયામાં જીવવા ન માંગતા હોવ તો). આ ટ્યૂટોરિઅલ શુદ્ધ ગતિવિજ્ઞાનમાં (પ્રક્ષિપ્ત ગતિના પ્રશ્નો સહીત) પ્રશ્નોને ઉકેલવા માટે આપણે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ વિશે જે જાણીએ છીએ તેનાથી બનેલું છે. આ સાથે જ, અમે કેટલાક સૂત્ર તારવ્યા (અથવા ફરીથી તારવ્યા) છે જેને તમે તમારા ભૌતિકશાસ્ત્રના પુસ્તકમાં જોઈ શકો.
તમારા માટે આગળ:

એકમ કસોટી

આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 300 સુધી નિપુણતાના ગુણ મેળવો!