If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નિરપેક્ષ & સાપેક્ષ વક્રીભવનાંક

વક્રીભવનાંકને ઊંડાણમાં સમજીએ. આપણે નિરપેક્ષ અને સાપેક્ષ વક્રીભવનાંક વચ્ચેનો તફાવત જોઈશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓ માં આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક વચ્ચે નો તફાવત સમજી શું પરંતુ તે પહેલા આપણે વક્રીભવનાંક શું છે એ જોઈએ વક્રીભવનાંક એટલે એક માધ્યમ માંથી પસાર થતો પ્રકાશ બીજા માધ્યમ માંથી પસાર થાય ત્યારે કેટલો ધીમો પડે તેનું માપ છે આપણે અહીં બીજા માધ્યમ ને સંદર્ભ માધ્યમ તરીકે લઈએ છીએ અપને કેટલાક ઉદાહરણ લઈએ અને આ વિધાન ને સમજીએ ધારોકે અહીં શૂન્યવકાશ ની સાપેક્ષે કાંચનો વક્રીભવનાંક આપેલો છે શૂન્યવકાશ ની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક સામાન્ય રીતે તેને આ રીતે દર્શાવવામાં આવે છે અહીં વક્રીભવનાંક ને n તરીકે દર્શાવવા માં આવે અને તેનું માપ 1.5 છે હવે તેનો અર્થ શું થાય આ સંખ્યા આપણને શીખાવે છે કે કાંચ માંથી પસાર થતો પ્રકાશ શૂન્યવકાશ ની સરખામણી માં કેટલો ધીમો છે આ ઉદાહરણ માં શૂન્યવકાશ એટલે કે વેક્યુમ કે સંદર્ભ માધ્યમ છે બીજા શબ્દો માં કાંચ માંથી પસાર થતો પ્રકાશ શૂન્યવકાશ માંથી પસાર થતો પ્રકાશ ની સરખામણી માં 1.5 જેટલો ધીમો છે તેથી કાંચ માંથી પસાર થતો પ્રકાશની ઝડપ બરાબર કાંચ એટલે ગ્લાસ શૂન્યવકાશ માં પ્રકાશની ઝડપ કરતા 1.5 ગણી ઓછી છે શૂન્યવકાશ માં પ્રકાશની ઝડપને c વડે દર્શાવવા માં આવે ભાગ્યા 1.5 શા માટે આપણે તેને ભાગીએ છે કારણકે તે આટલો ધીમો છે હવે આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જાણીએ છે કાંચના માધ્યમ માં પ્રકાશની ઝડપ બરાબર શૂન્યવકાશ માં પ્રકાશ ની ઝડપ 3 ગુણ્યાં 10^8 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 1.5 વક્રીભવનાંક ને એકમ નથી વક્રીભવનાંક ને એકમ હોતું નથી તેથી તેના બરાબર આપણે 3 / 1.5 એટલે કે 2 ગુણ્યાં 10^8 મીટર પ્રતિ સેકન્ડ લખી શકીએ તમે જોઈ શકો છો કે વક્રીભવનાંક કઈ રીતે ઉપયોગી છે વક્રીભવનાંક નો ઉપયોગ કરીને આપણે જુદા જુદા માધ્યમ માં પ્રકાશની ઝડપ શોધી શકીએ હવે એક બીજું ઉદાહરણ લઈએ તમે તેનો જાતે જ પ્રયત્ન કરો ધારો કે આપણને અહીં તેલ ની સાપેક્ષે પાણી નો વક્રીભવનાંક તેલ એટલે કે ઓઇલ ની સાપેક્ષે પાણી નો વક્રીભવનાંક 2 આપ્યો છે તો તેનો અર્થ શું થશે તમે જાતે ઉકેલી ને આ વિધાન ને સમજવાનો પ્રયત્ન કરો અને આ પ્રકાર નો સમીકરણ લખો તે દર્શાવે છે કે તેમાંથી પસાર થતી પ્રકાશની સરખામણી માં પાણી માંથી પસાર થતો પ્રકાશ 2 ગણો ધીમો છે અહીં સંદર્ભ માધ્યમ તેલ એટલે કે ઓઇલ છે ફરી એક વાર તેને ગાણિતિક રીતે લખીએ પાણી માં પ્રકાશની ઝડપ બરાબર તેલ માં પ્રકાશની ઝડપ ભાગ્યા 2 આપણે આ સમાન બાબત અહીં પણ કરી આપણે સંદર્ભ માધ્યમ માં પ્રકાશ ની ઝડપ લીધી હતી અને વક્રીભવનાંક વડે ભાગ્યું આપણે અહીં તેલ માં પ્રકાશની ઝડપ જાણતા નથી તેથી આપણે અહીં તેની કિંમત શોધી શકીએ નહિ જો આપણે કિંમત જાણતા હોઈએ તો આ પ્રમાણે કિંમત મૂકીને ગણતરી કરી શકીએ પરંતુ તમે અહીં એક વાત નોંધી શકો કે આપણે શૂન્યવકાશ માં પ્રકાશ ની ઝડપ જાણતા હતા તેથી તેની કિંમત મૂકીને આપણે આ પ્રમાણે કાંચ અથવા બીજા માધ્યમ માટે ગણતરી કરી શકીએ પરંતુ જયારે આપણે વક્રીભવનાંકને બીજા કોઈ માધ્યમ ની સાપેક્ષે વ્યાખ્યાયિત કરીએ અને તે માધ્યમ માં પ્રકાશની ઝડપ જાણતા ન હોઈએ તો આ સંખ્યા આપણા માટે મહત્વ ધરાવતી નથી તેથી મોટા ભાગના કિસ્સા માં આપણે શૂન્યવકાશ ની સાપેક્ષે વક્રીભવનાંક લઈએ છીએ કારણકે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણે જાણીએ છે હવે દરેક કિસ્સા માં શૂન્યવકાશ નો ઉપયોગ કરવા હોવાથી આપણે આ લેટર ને ન દર્શાવીએ તો પણ ચાલે આપણે શૂન્યાવકાશને પ્રમાણિત લઈએ કારણકે આપણે તેનો ઉપયોગ ઘણી વાર કરીએ છે ત્યાં શૂન્યાવકાશને દર્શાવતા નથી પરંતુ તે ત્યાં હોય છે તેથી જયારે આપણે શૂન્યાવકાશને દર્શાવતા નથી ત્યારે તમે ચોપડી માં જોઈ શકો કે કાંચનો વક્રીભવનાંક 1.5 લેવામાં આવે છે અને તેને શૂન્યવકાશ સાથે સરખાવાય છે જો દર્શાવવા માં ન આવે તો તે શૂન્યવકાશ છે અને જો કોઈ બીજું માધ્યમ હશે તો તેને દર્શાવવામાં આવ્યું હશે હવે સ્પષ્ટતા ખાતર બીજું ઉદાહરણ લઈએ જો પાણીનો વક્રીભવનાંક 1.33 આપેલો હોય અને બીજું માધ્યમ દર્શાવેલું ન હોય તો તેનો અર્થ એ થયો કે શૂન્યવકાશ ની સાપેક્ષે પાણીનું વક્રીભવનાંક 1.33 છે તેથી શૂન્યવકાશ કરતા પાણી માં પ્રકાશની ઝડપ 1.33 જેટલી ઓછી છે આમ આ સંખ્યા નો ઉપયોગ કરીને આપણે પાણીમાં પ્રકાશની ઝડપ શોધી શકીએ આ વક્રીભવનાંક વિષે થયું હવે તમને પ્રશ્ન થશે કે નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું તેમના વચ્ચે ખુબ જ ઓછો તફાવત છે તેથી મેં તેને અંત માં રાખ્યું છે જયારે શૂન્યાવકાશના સંદર્ભ માં કોઈ માધ્યમ નો વક્રીભવનાંક શોધીએ તો તેને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક એબ્સોલ્યુટ રીફ્રેકટીવ ઇન્ડેક્સ તેજ રીતે અહીં આ પણ નિરપેક્ષ વક્રીભવનાંક છે પરંતુ જયારે આપણે કોઈ બીજા માધ્યમ ની સાપેક્ષે વક્રીભવનાંક શોધીએ તો તેને સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય સાપેક્ષ વક્રીભવનાંક એટલે કે રેલેટીવ રીફ્રેકટીવ ઇન્ડેક્સ અહીં નામ માં ફરક આપણે કયું માધ્યમ લઈએ છે તેના પાર આધારિત છે જો આપણે પ્રમાણિત સંદર્ભ માધ્યમ શૂન્યવકાશ લઈએ અમુક વાર લોકો શૂન્યવકાશ લેવાને બદલે હવા લે છે જે સમાન જ થશે કારણકે હવા માં પ્રકાશની ઝડપ 3 ગુણ્યાં 10 ની 8 ઘાટ ની નજીક મળે વાસ્તવમાં હવા અને શૂન્યવકાશ સમાન બાબત નથી પરંતુ વક્રીભવનાંક ના સંદર્ભમાં તેમને સમાન લેવામાં આવે છે હવે આપણે આ વીડિયોમાં શું શીખીયા વક્રીભવનાંક એટલે 1 માધ્યમ માંથી પસાર થતો પ્રકાશ બીજા માધ્યમ માંથી પસાર થાય ત્યારે કેટલું ધીમું પડે તે છે જયારે શૂન્યવકાશ અને હવા સાથે સરખામણી કરીએ તો આપણે તેને લખતા નથી કારણકે તે પ્રમાણિત છે અને તેને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે જયારે કોઈ બીજા માધ્યમ સાથે સરખાવીએ ત્યારે તેને સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય મૉટે ભાગે આપણે તેને જાણતા નથી અહીં આપણે કહી શકીએ કે કાંચનો વક્રીભવનાંક 1.5 છે અહીં તેલની સાપેક્ષે પાણી નું વક્રીભવનાંક 2 છે આ રીતે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંક ને સમજી શકાય