If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અલ્ટ્રાસાઉન્ડ મેડિકલ ઈમેજીંગ

અલ્ટ્રાસાઉન્ડ મેડિકલ ઈમેજીંગ (સોનોગ્રાફી તરીકે પણ ઓળખાય છે) એક ડાયગ્નોસ્ટિક ઈમેજીંગ ટૂલ છે જે શરીરની રચનાની ઇમેજ બનાવવા માટે વધુ-આવૃત્તિવાળા ધ્વનિ તરંગનો ઉપયોગ કરે છે. અલ્ટ્રાસાઉન્ડ ઇમેજને ચામડી પર સીધું જ અલ્ટ્રાસાઉન્ડ જેલ લગાડીને અને એક્ષટર્નલ પ્રોબનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયમાં લેવામાં આવે છે. આ X-ray ચિત્ર જેવી જ બાબતો બતાવી શકે, જેમ કે રૂધિરનું વાહન અને અવયવનું હલનચલન. અલ્ટ્રાસાઉન્ડ ઇમેજ ઘણા બધા રોગોની સારવારમાં અને ડાયગ્નોસીસમાં ખૂબ જ ઉપયોગી છે.  David SantoPietro દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મનુષ્યનો કાન લગભગ 20 Hz થી 20000Hz સુધીની આવૃત્તિઓ સાંભળી શકે છે આપણે આ વિસ્તારની આ આવર્તીઓને સાંભળી શકીએ છીએ હવે આ વિસ્તાર કરતા વધુ આવૃત્તિ ધરાવતા વિસ્તારને આપણે એક વિશિષ્ટ નામ આપીએ છીએ તે અલ્ટ્રા સાઉન્ડ અથવા અલ્ટ્રાસોનિક છે અને તેની ઉપયોગીતા પણ છે જો તમે મેડિકલ ઈમેજીન કરવા માંગતા હોવ અથવા મનુષ્યના શરીરની અંદર શું થઇ રહ્યું છે તે શોધવા માંગતા હોવ તો તે ઉપયોગી છે ધારો કે આ મનુષ્યના શરીરનો એક ભાગ છે ધારો કે આ કોઈક મુખ્ય અવયવ છે અથવા કોઈક પેશી છે તમને ચિંતા છે કે કંઈક ખોટું થઇ રહ્યું છે તમાર શરીરની અંદર શું ચાલી રહ્યું છે તે તમે શોધવા માંગો છો જો શક્ય હોય તો તમે ઓપરેશનને ટાળવા માંગો છો તમે એક્સરે કરવો છો પરંતુ ઘણા બધા વી કિરણો શરીર માટે ખરાબ છે તો અહીં સૌથી સારો વિકલ્પ અલ્ટ્રા સાઉન્ડ છે તમે અહીં ટ્રાન્સડયૂસર લઇ શકો અને આ ટ્રાન્સડયૂસરને તમારી ચામડી પર મૂકી શકો અને અહીં આ ટ્રાન્સડયૂસર છે જયારે તમે આ ટ્રાન્સડયૂસરનો પ્લગ દીવાલમાં નાખશો ત્યારે તે વધૂત ઉર્જા મેળવે છે અને પછી તે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે તમે ધ્વનિ તરંગો મોકલો છો તમે સ્પંદનને મોકલો છો તમે આ ટ્રાન્સડયૂસર માંથી સ્પંદનને મોકલો છો અને આ સ્પંદન કોઈ પણ માધ્યમ માંથી પસાર થઇ શકે છે અને જયારે પણ ત્યાં માધ્યમનો તફાવત જોવા મળે ત્યારે આ સ્પંદનનું પરાવર્તન થાય છે બે જુદા જુદા માધ્યમોની સપાટી આગળથી તેનું પરાવર્તન થાય છે અહીં આ ઉદાહરણમાં વાત કરીએ તો અવયવ માંથી પેશીમાં અને આ લાલ રંગ રુધિર દર્શાવે છે સ્પંદન અહીં આ પ્રકારનું ગતિ કરવાનું ચાલુ રાખશે અને પછી જયારે તે રુધિર અને પેશી વચ્ચેની સપાટી સાથે અથડાય ત્યારે તેનું પરાવર્તન થશે તે અહીં પાછું આવશે અને આ ટ્રાન્સડયૂસર પાસે ટાઇમર હોય છે ક્યારે સ્પંદનને મોકલવા અને ક્યારે સ્પંદનનું પરાવર્તન થઇ તે પાંચ આવશે તે તેને ખબર હોય છે અને તે ધ્વનિની ઝડપ પણ જાણે છે જો સ્પંદનને પછી આવવામાં વાર લાગે તો તેને દૂર સુધી ગતિ કરી હશે એવું કહી શકાય આપણે હજુ પૂરું નથી કર્યું મોટા ભાગના ધ્વનિના તરંગો આ માધ્યમ માંથી પસાર થઇ શકે છે અને અહીં આ બિંદુ આગળ ફરીથી પેશી અને રુધિરની વચ્ચેની સપાટી સાથે તે અથડાશે અનેતેમનું પરનર્તન થઇને તેઓ પાછા ફરશે હવે તેમને વધારે સમય લાગ્યો તેમને પાછા ફરતા વાર લાગી અને આપણને બીજું સ્પંદન મળે છે ટ્રાન્સડયૂસર આ બધું જાણે છે એક જ સ્પંદન અહીં બે વાર પરાવર્તિત થયું એક આ જગ્યાએ અને બીજું આ છેડે પરંતુ હજુ તે પૂરું નથી થયું તે અહીં આગળ ગતિ કરવાનું ચાલુ રાખે છે તે અલગ વધવાનું ચાલુ રાખે છે તે ફરીથી રુધિર અને પેસી વચ્ચેની સપાટી સાથે અથડાય છે અને ફરીથી તેનું પરાવર્તન થાય છે આમ તે હજુ વધારે સમય લેશે અને તમારી પાસે આ અને આ બિંદુઓ છે આંતર સપાટી વચ્ચેનો તફાવત તમારી પાસે હવે આ બંને વચ્ચેનો તફાવત છે અને તે જુદી જુદી પેશીઓ વચ્ચેનો પણ તફાવત છે જો ટ્રાન્સડયૂસરઆ આખા ભાગને સ્પંદન મોકલે જો તે આ આખા ભાગમાં ધ્વનિના તરંગો મોકલે તો તમે આ આખા ભાગનો આર્ચેડ મળે તમને તેનો ચિત્ર મળે તમને આ બધા જ બિંદુઓનું ચિત્ર મળે અંદર શું ચાલી રહ્યું છે તે જોવા મળે તેનો આકાર કેવો છે તે પણ દેખાય અંદર ચોક્કસ પ્રકારે શું ચાલી રહ્યું છે તે જાણવા મળે અને તે અલ્ટ્રા સાઉન્ડ છે આ તેની એક ઉપયોગીતા છે તે અલ્ટ્રા સાઉન્ડ ફ્રીક્વન્સી એટલે કે અલ્ટ્રા સાઉન્ડ આવૃત્તિનો ઉપયોગ કરે છે તમે કહેશો કે શા માટે અલ્ટ્રા સાઉન્ડનો ઉપયોગ કરે છે તેનો એક કારણ આ પણ હોય શકે જો તમે ટ્રાન્સડયૂસર લો અને આ સાંભળી શકાય તેવી આવૃત્તિનો ઉપયોગ કરો તો તેની અંદર ઘોંઘાટ હોય છે અને પછી તમે તે ટ્રાન્સડયૂસરને દર્દીને પકડવો છો તો તે કદાચ દર્દીને વધુ અસર કરી શકે છે હવે આ અલ્ટ્રા સાઉન્ડનો ઉપયોગ કરવાનું બીજું કારણ ખુબ મોટી આવૃત્તિ છે વધુ ફ્રીક્વન્સી એટલે કે વધુ આવૃત્તિ જેનો અર્થ એ થાય કે ઓછી તરંગ લંબાઈ અહીં આ બંને બાબતો સમાન છે કારણ કે જો તમને યાદ હોય તો તરંગની ઝડપ બરાબર તરંગ લંબાઈ ગુણ્યાં આવૃત્તિ જો આવૃત્તિ વધારે હોય તો તરંગ લંબાઈ ઓછી હોવી જોઈએ આ બંને બાબતો ઝડપને નક્કી કરતી નથી ઝડપ માધ્યમ બળે નક્કી થાય છે વધુ આવૃત્તિ અને ઓછી તરંગ લંબાઈ માટે તમને ઓછું વિવર્તન મળે ઓછું વિવર્તન વિવર્તનના કારણે આપણે ચિત્રોને સ્પષ્ટ રીતે મેળવી શકતા નથી વિવર્તનના કારણે તરંગો ફેલાય જાય છે ધારો કે તરંગો આ રીતે આવી રહ્યા હોય અને વચ્ચે કોઈક આ પ્રમાણે બેરીયર આવી જાય તેની વચ્ચે કાણું છે તો આ તરંગો ફેલાઈ જશે પરંતુ જો તેની આવૃત્તિ વધારે હોય તો તેઓ ફેલાઈ જશે નહિ તેઓ આ કાણામાંથી પણ દાખલ થઇ શકે તે ખુબ જ ઓછા ફેલાશે અને તેઓ હવે વધુ પહોળા થશે પરંતુ જો આવૃત્તિ ઓછી હોય અને તરંગલંબાઇ વધારે હોય તો તે ખુબ જ મોટા પ્રમાણમાં ફેલાઈ જશે ધારો કે આ તરંગ અંદર દાખલ થાય છે અને આ પ્રમાણે વળવાનું ચાલુ કરે છે વિવર્તનના કારણે આ થશે તે આ રીતે વળે છે ધ્વનિના તરંગો આ પ્રમાણે વણાંક પામે છે અને પછી જો તેનું પરાવર્તન થાય તો આપણને અહીં બ્લર પીચર મળશે અને તેથી આપણે વધુ આવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ જેનાથી વિવર્તન ઓછું થશે અને આપણને સ્પષ્ટ ચિત્ર મળશે આમ આ મેડિકલ મિલેજીન માટેની અલ્ટ્રા સાઉન્ડની એક ઉપયોગીતા છે