If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ન્યૂટનનો બીજો નિયમ શું છે?

પ્રવેગ ઉત્પન્ન કરતા બળ વિશેની હકીકત શીખો.

ન્યૂટનનો બીજો નિયમ શું છે?

ભૌતિક વિજ્ઞાનના પરિચયની દુનિયામાં, ન્યૂટનનો બીજો નિયમ વક ખૂબ જ અગત્યનો નિયમ છે જે તમે શીખશો તે લગભગ ભૌતિક વિજ્ઞાનની દરેક ચોપડીના દરેક પ્રકરણમાં ઉપયોગી છે, તેથી આ નિયમને શક્ય એટલી ઝડપથી સમજવો મહત્વનો છે.
આપણે જાણીએ છીએ કે જો પદાર્થ પર બળ લાગતા હોય તો જ પદાર્થ પ્રવેગિત થાય. ન્યૂટનનો બીજો નિયમ જણાવે છે કે આપેલા પરિણામી બળ માટે પદાર્થ કેટલો પ્રવેગિત થશે.
a=ΣFm
સ્પષ્ટતા માટે, a પદાર્થનો પ્રવેગ છે, ΣF પદાર્થ પરનું પરિણામી બળ છે, અને m પદાર્થનું દળ છે.
ઉપર બતાવેલા ન્યૂટનના બીજા નિયમના સ્વરૂપને જોતા, આપણે જોઈએ છીએ કે પ્રવેગ પરિણામી બળ, ΣF, ના સમપ્રમાણમાં છે, અને દળ, m ના વ્યસ્તપ્રમાણમાં છે. બીજા શબ્દોમાં, જો પરિણામી બળ બમણું કરવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ બમણો વધી જશે. સમાન રીતે, જો જો દળ બમણું કરવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ અડધો થઈ જશે.

પરિણામી બળનો અર્થ શું છે?

બળ એ ખેંચાણ અથવા ધક્કો છે, પરિણામી બળ ΣF એ કુલ બળ છે—અથવા પદાર્થ પર લાગતા બળનો સરવાળો—છે. સામાન્ય સંખ્યાઓને ઉમેરવા કરતા સદિશોને ઉમેરવા થોડા જુદા છે. જયારે સદિશોને ઉમેરીએ, ત્યારે આપણે દિશાને પણ ધ્યાનમાં લેવી પડે. પરિણામી બળ એ પદાર્થ પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો છે.
ઉદાહરણ તરીકે, 30 N અને 20 N મૂલ્યના બે બળને ધ્યાનમાં લો જે ઉપર બતાવેલા ઘેટાં પર અનુક્રમે જમણી અને ડાબી બાજુ લાગે છે. જો આપણે જમણી બાજુને ધન બાજુ તરીકે ધારીએ, તો ઘેટાં પરનું પરિણામી બળ શોધી શકાય
ΣF=30 N20 N
ΣF=10 N જમણી બાજુ
જો ત્યાં વધુ સમક્ષિતિજ બળ હોય, તો આપણે જમણી બાજુના બધા જ બળનો સરવાળો કરીને અને ડાબી બાજુના બધા જ બળોની બાદબાકી કરીને પરિણામી બળ શોધી શકીએ.
બળ સદિશ છે, તેથી આપણે ન્યૂટનના બીજા નિયમને a=ΣFm તરીકે લખી શકીએ. આ બતાવે છે કે કુલ પ્રવેગ સદિશની દિશા પરિણામી બળ સદિશની સમાન દિશામાં જ છે. બીજા શબ્દોમાં, પરિણામી બળ ΣF જમણી બાજુ હોય, પ્રવેગ a પણ જમણી બાજુ જ હોવો જોઈએ.

આપણે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કઈ રીતે કરીએ?

તમે જે પ્રશ્નનું નિરીક્ષણ કરી રહ્યા છો તેમાં ઘણી બધી દિશા સાથે ઘણા બધા બળ હોય, તો દરેક દિશાનું સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરવું સરળ છે.
બીજા શબ્દોમાં, સમક્ષિતિજ દિશા માટે આપણે લખી શકીએ
ax=ΣFxm
આ બતાવે છે કે સમક્ષિતિજ દિશામાં પ્રવેગ ax બરાબર સમક્ષિતિજ દિશામાં પરિણામી બળ, ΣFx, ભાગ્યા દળ.
સમાન રીતે, શિરોલંબ દિશા માટે આપણે લખી શકીએ
ay=ΣFym
આ બતાવે છે કે શિરોલંબ દિશામાં પ્રવેગ ay બરાબર શિરોલંબ દિશામાં પરિણામી બળ, ΣFy, ભાગ્યા દળ.
જયારે આ સમીકરણનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ધ્યાન રાખવું પડશે કે ન્યૂટનના બીજા નિયમના સમક્ષિતિજ સ્વરૂપમાં ફક્ત સમક્ષિતિજ બળ મૂકીએ અને ન્યૂટનના બીજા નિયમના શિરોલંબ સ્વરૂપમાં ફક્ત શિરોલંબ બળ મૂકીએ. આપણે આ કરીએ છીએ કારણકે સમક્ષિતિજ બળ ફક્ત સમક્ષિતિજ પ્રવેગને અસર કરશે અને શિરોલંબ બળ ફક્ત શિરોલંબ પ્રવેગને જ અસર કરશે. ઉદાહરણ તરીકે, દળ m ની મરઘીને ધ્યાનમાં લો જેના પર નીચે બતાવેલી દિશામાં F1, F2, F3, અને F4 મૂલ્યનું બળ લાગે છે.
બળ F1 અને F3 સમક્ષિતિજ પ્રવેગને અસર કરે કારણકે તેઓ સમક્ષિતિજ દિશામાં છે. સમક્ષિતિજ દિશામાં ન્યૂટનના બીજા નિયમને લાગુ પાડતા અને જમણી બાજુને ધન ધારતા, આપણને મળે
ax=ΣFxm=F1F3m
બળ F2 અને F4 શિરોલંબ પ્રવેગને અસર કરે કારણકે તેઓ શિરોલંબ દિશામાં છે. શિરોલંબ દિશામાં ન્યૂટનના બીજા નિયમને લાગુ પાડતા અને ઉપરના બાજુને ધન ધારતા, આપણને મળે
ay=ΣFym=F2F4m
ચેતવણી: સામાન્ય રીતે લોકો ભૂલ કરે છે કે સમક્ષિતિજ સમીકરણમાં શિરોલંબ બળની કિંમત મૂકીએ, અથવા ઉલટું.

જયારે બળ ખૂણે લાગતું હોય ત્યારે આપણે શું કરીએ?

જયારે બળ વિકર્ણની દિશામાં લાગતું હોય, ત્યારે આપણે હજુ પણ દરેક દિશામાં સ્વતંત્ર રીતે બળનું નિરીક્ષણ કરી શકીએ. પણ, વિકર્ણ બળ શિરોલંબ અને સમક્ષિતિજ બંને દિશામાં પ્રવેગનો ફાળો આપશે.
ઉદાહરણ તરીકે, નીચે દર્શાવ્યા મુજબ મરઘી પર લાગતું બળ F3 હવે θ ખૂણે લાગે છે.
બળ F3 સમક્ષિતિજ અને શિરોલંબ બંને પ્રવેગને અસર કરશે, પરંતુ F3 નો ફક્ત સમક્ષિતિજ ઘટક જ સમક્ષિતિજ પ્રવેગને અસર કરશે; F3 નો ફક્ત શિરોલંબ ઘટક જ શિરોલંબ પ્રવેગને અસર કરશે. તેથી આપણે નીચે બતાવ્યા મુજબ બળ F3 ને સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકોમાં વિભાજીત કરીશું.
હવે આપણે જોઈ શકીએ છીએ કે બળ F3 એ સમક્ષિતિજ બળ F3x અને શિરોલંબ બળ F3y નો સમાવેશ કરે છે.
ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને, આપણે F3x=F3cosθ સાથે સમક્ષિતિજ ઘટકનું માન શોધી શકીએ. સમાન રીતે, આપણે F3y=F3sinθ સાથે શિરોલંબ ઘટકનું માન શોધી શકીએ.
હવે આપણે દરેક વખતની જેમ જ ન્યૂટનના બીજા નિયમના સમક્ષિતિજ સ્વરૂપમાં સમક્ષિતિજ દિશામાં લાગતા બધા જ બળની કિંમત મૂકી શકીએ.
ax=ΣFxm=F1F3xm=F1F3cosθm
સમાન રીતે, ન્યૂટનના બીજા નિયમના શિરોલંબ સ્વરૂપમાં શિરોલંબ દિશામાં લાગતા બધા જ બળની કિંમત મૂકી શકીએ.
ay=ΣFym=F2F4+F3ym=F2F4+F3sinθm

ન્યૂટનના બીજા નિયમને સમાવતા પ્રશ્નો લેવા દેખાય?

ઉદાહરણ 1: ન્યૂટન નામનો કાચબો

1.2 kg ના ન્યૂટન નામના કાચબા પાસે નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર બળ હતા.
ન્યૂટન નામના કાચબાનો સમક્ષિતિજ પ્રવેગ શું છે?
ન્યૂટન નામના કાચબાનો શિરોલંબ પ્રવેગ શું છે?
સમક્ષિતિજ પ્રવેગ શોધવા આપણે સમક્ષિતિજ દિશામાં ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીશું.
ax=ΣFxm(સમક્ષિતિજ દિશા માટે ન્યૂટનના બીજા નોયમનો ઉપયોગ કરો)
ax=(30 N)cos30022 N1.2 kg(સાચી ઋણ નિશાનીઓ સાથે સમક્ષિતિજ બળની કિંમત મૂકો.)
ax=26 N22 N1.2 kg(જો ડિગ્રી આપેલું હોય તો ખાતરી કરો કે તમારું કેલ્ક્યુલેટર ડિગ્રીમાં હોવું જોઈએ.)
ax=3.3ms2(ગણતરી કરો અને ઉજવણી કરો)
શિરોલંબ પ્રવેગ શોધવા આપણે શિરોલંબ દિશામાં ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીશું.
ay=ΣFym(શિરોલંબ દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરો)
ax=(30 N)cos30022 N1.2 kg(સાચી ઋણ નિશાનીઓ સાથે શિરોલંબ બળની કિંમત મૂકો.)
ay=16 N12 N15 N1.2 kg(જો ડિગ્રી આપેલું હોય તો ખાતરી કરો કે તમારું કેલ્ક્યુલેટર ડિગ્રીમાં હોવું જોઈએ.)
ay=9.2ms2(ગણતરી કરો અને ઉજવણી કરો)

ઉદાહરણ 2: દોરી ચીઝ

આકૃતિમાં બતાવ્યા મુજબ, ચીઝના ટુકડાને બે દોરી સાથે સ્થિર લટકાવવામાં આવ્યું છે જે F1 અને F2 મૂલ્યનું બળ લગાડે છે. ત્યાં ચીઝ પર 20 N ન્યૂટનના મૂલ્યનું નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ પણ છે..
બળ F1 નું મૂલ્ય શું છે?
બળ F2 નું મૂલ્ય શું છે?
આપણે ન્યૂટનના બીજા નિયમના શિરોલંબ સ્વરૂપ અથવા સમક્ષિતિજ સ્વરૂપનો ઉપયોગ કરીને શરૂઆત કરીશું. આપણે કોઈ પણ સમક્ષિતિજ બળની કિંમત જાણતા નથી, પણ આપણે એક શિરોલંબ બળની કિંમત જાણીએ છીએ—20 N. આપણી પાસે શિરોલંબ દિશાની માહિતી વધારે છે, તેથી આપણે તે દિશાનું નિરીક્ષણ સૌપ્રથમ કરીએ.
ay=ΣFym(શિરોલંબ દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરો)
ay=F1sin60020 Nm(સાચી ઋણ નિશાનીઓ સાથે શિરોલંબ બળની કિંમત મૂકો.)
0=F1sin60020 Nm(શિરોલંબ પ્રવેગ શૂન્ય છે કારણકે ચીઝ સ્થિર છે.)
0=F1sin60020 N(બંને બાજુ m વડે ભાગો.)
F1=20 Nsin600(ઉકેલો F1.)
F1=23 N(ગણતરી કરો અને ઉજવણી કરો!)
F2 શોધવા આપણે સમક્ષિતિજ દિશામાં ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીશું.
ax=ΣFxm(સમક્ષિતિજ દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરો)
ax=F1cos600F2m(સાચી ઋણ નિશાનીઓ સાથે સમક્ષિતિજ બળની કિંમત મૂકો.)
ax=(23 N)cos600F2m(શિરોલંબ ગણતરીમાં મેળવેલી F1=23 N ની કિંમત મુકો.)
0=(23 N)cos600F2m(સમક્ષિતિજ પ્રવેગ શૂન્ય છે કારણકે ચીઝ સ્થિર છે.)
0=(23 N)cos600F2(બંને બાજુ m વડે ભાગો.)
F2=(23 N)cos600(ઉકેલો F2.)
F2=11.5 N(ગણતરી કરો અને ઉજવણી કરો!)