If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 3: બળો અને ન્યૂટનના ગતિના નિયમો

આ એકમ વિશે

આ ક્લાસિકલ મિકેનિક્સમાં ખુબ જ મહત્વનું છે. આપણે વિચારીએ કે બળ શું છે અને વિશ્વ કઈ રીતે કામ કરે છે એની દ્રષ્ટિ (અને તમારી પણ) ન્યૂટને કઈ રીતે બદલી.

આ ટ્યુટોરીઅલમાં આપણે ક્લાસિકલ મિકેનિક્સના પાયા વિશે સમજીશું--ન્યૂટનના નિયમો. એક સ્તરે તેઓ સાહજિક છે, બીજા સ્તરે તેઓ તદ્દન ન સમજાય એવા છે. વાસ્તવિકતા પર પડકાર લો અને આ વિડીયો જુઓ. તમે પૂરું કરો પછી આ વિશ્વ તદ્દન જુદું લાગશે.
એક કૂતરો મારા માથા પર એક હાથ વડે સંતુલન કરી રહ્યો છે. શું મારુ માથું કૂતરાના હાથ પર બળ લગાડે? જો એવું ન હોય, તો શું ત્યાં ગુરુત્વાકર્ષણના ખેંચાણને દૂર કરવા માટે કંઈ ન હોય જેના કારણે કૂતરો નીચે પડી શકે? આપણે આ બળને શું કહીશું? શું આપણી પાસે સંપર્ક બળના ઘટક માટે સામાન્ય પદ હોઈ શકે જે સંપર્કના સમતલને લંબ કાર્ય કરે છે? આ પૂછવા માટેના એકદમ સામાન્ય પ્રશ્નો છે.
બળ કહેવાને બદલે "પરિણામી બળ" અથવા "અસંતુલિત બળ" કહેવા ભૌતિકશાસ્ત્રના શિક્ષકો વારંવાર ધ્યાન આપે છે તે તમે સાંભળશો. શા માટે? આ ટ્યૂટોરિઅલ તમને શા માટે એ સમજાવે છે અને કદાચ આ પ્રક્રિયામાં ન્યૂટનના નિયમ વિશેની વધુ સાહજીક સમજ આપે છે.
આ નાનું ટ્યૂટોરિઅલ તમે ન્યૂટનના નિયમો વિશે સમજ્યા કે નહીં તે જાણવા માટે ઠંડા મોજા સાથે તમને કામ કરાવશે. તમે ઠંડા મોજા સાથે શું કરી શકો તેના વિશે તમે દિવસમાં સપના નથી જોતા તેની ખાતરી કરવા અમે વિડીયો દરમિયાન થોડા પ્રશ્ન પણ પૂછીશું.
આપણે દરેકે આપણા જીવનમાં બરફ-અથવા-કાદવ-છાયાંકિત પર ટેકરી/ખડક પર લસરપટ્ટી કરી જ હશે (જો નહિ, તો તમે ખરેખર જીવ્યા નથી) અને નોંધ્યું કે સપાટી જેટલી લીસી હશે તેટલા તમે વધુ પ્રવેગિત થશો (બરફ-અથવા-કાદવ-છાયાંકિત ન હોય તેવી ટેકરી પર પ્રયત્ન કરો). આ ટ્યૂટોરિઅલ આને ઊંડાઈમાં સમજાવે છે. આપણે ઢોળાવ પરના દળ જોઈશું તેમજ સ્થિત અને ગતિક ઘર્ષણ વિશે વિચારીશું.
વાતચીત ખરાબ થઇ? બાળક રડે છે? બિલ ચૂકવવાના છે? તમારા તણાવને દૂર કરવા માટે કેટલાક કેલગન (અર્થ જાણવા માટે યુટ્યૂબ પર સર્ચ કરો) સાથે નાહવાનું વિચારી રહ્યા છો? આ ટ્યૂટોરિઅલને આ બધા સાથે કોઈ લેવાદેવા (ખરેખર થોડું, કઈ નથી) નથી. અત્યાર સુધી આપણે જેટલા પણ બળ સાથે કામ કર્યું તે બધા જ "ધક્કો" મારતા બળ હતા--સંપર્ક બળ મેક્રો લેવલ પર હતું કારણકે પરમાણુઓ માઈક્રો લેવલની વધુ નજીક જવા માંગતા નથી. હવે આપણે "ખેંચાણ બળ" અથવા તણાવ સાથે કામ કરીશું (માઈક્રો લેવલ પર આ બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ બળ છે).
જયારે બે કે તેના કરતા વધુ પદાર્થો સમાન મૂલ્યના પ્રવેગ સાથે ગતિ કરતા હોય (દોરી પરનું દળ, અથવા બોક્સને એકબીજા તરફ ધક્કો મારવામાં આવે), તો પ્રવેગ શોધવા માટે આપણે આખા તંત્રને એક જ પદાર્થ તરીકે લઇ શકીએ.