If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નિયમિત અને અનિયમિત પરાવર્તન

નિયમિત અને અનિયમિત પરાવર્તન. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડિઓમાં પરાવર્તન એટલે રેફલેકશન વિશે સમજીશું પરાવર્તન બે પ્રકારના હોય છે અને પરાવર્તન એક અથવા બીજા પર અથવા બંનેની વચ્ચે થાય છે પરાવર્તનનો પહેલો પ્રકાર નિયમિત પરાવર્તન છે નિયમિત પરાવર્તન એટલે કે રેગ્યુલર રેફલેકશન ધારો કે આ અરીસાની સપાટી છે અને પ્રકાશનું કિરણ આ પ્રમાણે આપત થાય છે તે પરાવર્તક સપાટી પર આપાત થાય છે તો આ કિરણ ને આપણે આપાત કિરણ કહીશું અને તે બીજી દિશામાં સમાન ખૂણે પાછું જાય છે તે આજ પ્રમાણે સમાન ખૂણે પાછું જશે જેને આપણે પરાવર્તિત કિરણ કહીશું જો તમે અરીસામાં જુઓ તો તમને આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન દેખાશે આપણે અહીં અરીસાની સપાટીને લંબ એટલે કે 90 ઔંસ ના ખૂણે લીટી દોરીએ આ ખૂણો તે આપાત કોણ થિટા થશે તે આ કિરણ અને લંબ વચ્ચે મળે છે જે આપાત કોણ થિટા i છે અને હવે બ્લુ કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો પરાવર્તન કોણ થશે અહીં આ ખૂણો એ પરાવર્તન કોણ થશે જયારે આપણે નિયમિત પરાવર્તન વિશે ચર્ચા કરીએ ત્યારે આ અરીસાનો ગુણધર્મ છે આપણે જયારે રેગ્યુલર અરીસાનો ઉપયોગ કરીએ ત્યારે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે આપણે હવે નિયમિત પરાવર્તનના ચિત્રો જોઈએ જે અહીં છે અહીં સૂર્ય માંથી નીકળતા પ્રકાશના કિરણો પર્વત પર પડે છે આપણે અનિયમિત પરાવર્તન વિશે વાત કરીએ અને પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય છે જેથી અહીં સૂર્યનું પ્રતિબીંબ મળતું નથી આપણે અહીં સફેદ ભાગ જોઈએ છીએ તો પરાવર્તિત સફેદ કિરણો ઘણી બધી દિશામાં ફેલાય છે અમુક કિરણો પાણી પર પડે છે આપણે પર્વતના ભાગને સરખાવીએ તેથી આ ભાગપર પડતા પ્રકાશના ભાગનું પરાવર્તન થઇ પાણીની સપાટી પર પડે તે આ પ્રમાણે પરાવર્તિત થશે તેનું આપણી આખો પર નિયમિત પરાવર્તન થાય છે તે આપણી આંખમાં સીધું જ આવે છે ધારો કે આ આપણી આંખ છે આગળ આપણે જોયું કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે જો આપણે અહીં લંબ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે આવશે અહીં આ ખૂણો એ આપાતકોણ થશે પાણીની સપાટી પાર આપાત થતું કિરણ અને લંબ વચ્ચે મળતો ખૂણો એ આપાત કોણ છે અને અહીં આ જે ખૂણો મળશે તે અરાવર્તન કોણ થશે તે બંને સમાન થશે તેઓ સમાન દેખાતા નથી કારણ કે અહીં આપણે આ પ્રમાણેનું કિરણ લીધું છે પરંતુ તેઓ સમાન થશે હવે આપણે અહીં જાણીએ છીએ કે આ ખૂણો અને આ ખૂણો સમાન થશે આપાત કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો તેમને સરખી નિશાની વડે દર્શાવેલ છે પરંતુ આ ખૂણાઓ જુદા જુદા છે આ ખૂણો અને આ ખૂણો બરાબર થશે આ ખૂણો અને આ ખૂણો બરાબર થશે કારણ કે તે બંને ને ઉમેરતા 90 ઔંસ નો ખૂણો મળે તેવી જ રીતે આ બંનેને ઉમેરતા 90 ઔંશ નો ખૂણો મળે હવે આપણે ફરીથી ચિત્ર જોઈએ અને પાણીની સપાટી સાથે આ પ્રમાણે લંબ દોરીએ બીજી રીતે વિચારીએ તો અહીં આ ખૂણો અને આ ખૂણો સમાન થશે તેવીજ રીતનું પરાવર્તન અહીં પણ જોવા મળે છે અહીં સૂર્યનું કિરણ સીધુજ પાણી પર પડે છે પાણી પર પડે છે અને પછી પાણીના આ બિંદુ આગળ તેનું પરાવર્તન થશે જે આપણી આંખોમાં જશે આપણે કહી શકીએ કે આ ખૂણો અને આ ખૂણો સમાન થશે આપાત કિરણ અને પાણીની સપાટી વચ્ચે બનતો ખૂણો તેમજ પરાવર્તિત કિરણ અને પાણીની સપાટી વચ્ચે બનતો ખૂણો સમાન થશે જો આપણે અહીં લંબ દોરીએ તો આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપાતકોણ તેમજ પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો પરાવર્તન કોણ સમાન થાય ફરીથી તે સમાન દેખાતા નથી કારણ કે આપણે તે પ્રમાણે કિરણો લીધા છે પરંતુ તે સમાન દેખાશે તમે તમારા બાથરૂમ ના અરીસા સામે જુઓ અને અરીસામાંથી વસ્તુને જુઓ અને પ્રકાશના કિરણોને આંખપર મેળવવા માટે વસ્તુના કિરણો કેટલા ખૂણે અરીસા પાર આપાત થાય છે તે જુઓ આપણે નિયમિત પરાવર્તન વિશે વાત કરી હવે આપણે અનિયમિત પરાવર્તન જોઈએ આ પ્રકારનું પરાવર્તન ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો અનિયમિત પરાવર્તન એટલે કે ડિફ્યુઝ રિફ્લેક્સન અનિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તનમાં સપાટી અરીસાની જેમ લીસી હોતી નથી અનિયમિત પરાવર્તનની સપાટી કંઈક આ પ્રમાણે આવશે તે આવી દેખાશે નિયમિત પરાવર્તનમાં આપાત કિરણ જે રીતે આપાત થાય છે તેજ ખૂણે તેનું પરાવર્તન થાય છે આપાત કિરણ જે ખૂણે આપાત થશે તે જ ખૂણે તેનું પરાવર્તન થશે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે જો આપાત કોણ આક્ર ઢાલ વાળો હશે તો પરાવર્તન કોણ પણ આક્ર ઢાલ વાળો હશે પરંતુ અનિયમિત પરાવર્તનમાં લીસી સપાટી ન હોવા ને કારણે આપણને અચુકતું મળે છે જો આપણે આ પ્રમાણે એક કિરણ લઈએ તો તેનું આ રીતે પરાવર્તન થશે તેવી જ રીતે સમાન ખૂણે કે બીજું કિરણ આપાત કરીએ તો તેનું પરાવર્તન આ રીતે થશે ફરીથી સમાન ખૂણે એક કિરણને આપાત કરીએ તો તેનું પરાવર્તન આ પ્રમાણે થશે ફરીથી એક કિરણનને સમાન ખૂણે જ આપાત કરીએ તો તેનું પરાવર્તન કંઈક આ પ્રમાણે થશે અને ફરીથી જો સમાન ખૂણે પ્રકાશનું કિરણ આ પ્રમાણે આપાત કરીએ તો તેનું પરાવર્તન કંઈક આપ્રમાણે થશે આમ અનિયમિત પરાવર્તનના બધાજ કિરણો અસ્તવ્યસ્ત પરાવર્તન પામે જો આપણી પાસે અહીં સૂર્ય નું ચિત્ર હોય અને ધારો કે આ બધાજ કિરણો સૂર્ય માંથી આવે છે પરાવર્તક સપાટી પાર આપાત થાય છે તો પરાવર્તન પામ્યા બાદ તે બધાજ કિરણો આ પ્રમાણે મળશે અને અહીં સૂર્યનું પ્રતિબીંબ જોવા મળશે પરંતુ જો અહીં સૂર્ય માંથી કોઈ કિરણ આવતું હોય તો તે સમાન દિશામાં પરાવર્તન પામશે નહિ માટે વાસ્તવિક ચિત્રનું પ્રતિબીંબ મળે નહી આ પ્રકારનું પરાવર્તન તમે તમારા રૂમમાં જોઈ શકો જે અરીસો નથી તે બધામાં જ અનિયમિત પરાવર્તન થશે જો તમે અહીં આ ચિત્રમાં જુઓ તો પર્વતનું પરાવર્તન અનિયમિતપરાવર્તન છે સૂર્યના કિરણો પર્વત પરપડે છે આ પ્રમાણે અને પછી ઘણી બધી દિશામાં તેનું પરાવર્તન થાય છે તેથી આપણે આકાશનું પ્રતિબીંબ જોઈ શકતા નથી અહીં પાણી નિયમિત પરાવર્તન છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન છે કારણ કે તે લગભગ લીસી સપાટી છે આ વુક્ષઓ માં અનિયમિત પરાવર્તન જોવા મળે જે સફેદ હશે સફેદ એ પ્રકાશનું આખું વર્ણપટ છે તે આખા વર્ણપટનું પરાવર્તન થશે તેમાં ઘણા બધા કિરણો ભેગા થાય છે માટે આપણે વાસ્તવિક પ્રતિબીંબ જોઈ શકતા નથી સૂર્યનો વર્ણપટ સીધોજ વૃક્ષ પર આવે છે અને વૃક્ષ લીલા સિવાયના બધાજ રંગોનું શોષણ કરે છે માટે તે લીલા રંગનું અનિયમિત પરાવર્તન થતું હોવાથી આપણે વૃક્ષઓ માં વાસ્તવિક પરાવર્તન જોઈ શકતા નથી અને અહીં આ ચિત્રમાં બે વખત પરાવર્તન થાય છે સૂર્યનું કિરણ અહીં પાણીમાં પરાવર્તન પામે છે આ સૂર્યનું સીધું પરાવર્તન છે અને પછી સૂર્ય માંથી નીકર્તા કિરણોનું પરાવર્તન થયા બાદ ફરીથી તેનું આ બિંદુ આગળ પરાવર્તન થશે અને સૂર્યના કિરણોનું પરાવર્તન થયા બાદ અહીં આ બિંદુ આગળ તેનું ફરીથી પરાવર્તન થશે આમ સૂર્ય માંથી નીકળતા કિરણો પાણીના આ બિંદુ આગળ પરાવર્તન પામે છે અને ત્યારબાદ તે આ બિંદુ આગળ પડશે અને પછી આપણી આંખમાં જશે અહીં આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન થશે અહીં સાધન તૂટેલું દેખાય છે કારણ કે આ સંપૂર્ણ લીસી સપાટી નથી તમે આ રીતે બધીજ પરાવર્તક સપાટી આગળ વાસ્તવિક ખૂણા વિશે વિચારશો તો તે રસપ્રત લાગશે.