મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ગણિત (ભારત)
Course: ધોરણ 10 ગણિત (ભારત) > Unit 3
Lesson 2: બૈજિક રીતોઆદેશની રીતે સમીકરણ યુગ્મ: -3x-4y=-2 & y=2x-5
આદેશની રીતે સમીકરણ યુગ્મ -3x - 4y = -2 અને y = 2x - 5 ને ઉકેલતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આદેશની રીતે સમીકરણ યુગ્મને ઉકેલવાનો મહાવરો કરીએ અહીં આપણને બે સમીકરણ આપવામાં આવ્યા છે 5x -4y = -10 અને y =2x - 5 તો તેના માટે હું મારુ નોટપેડ લઈશ અને આ પ્રશ્નને ફરીથી લખીશ 5x - 4y = -10 અને ત્યાર બાદ બીજો સમીકરણ y = 2x -5 છે અહીં સારી બાબત એ છે કે તેઓ એ આ બીજા સમીકરણને ઉકેલી નાખ્યું છે તેઓ એ અહીં આ સમીકરણને y માટે ઉકેલ્યું છે તેથી આપણે y ની કિંમત સરળતા થી ઉકેલી શકીએ આપણને અહીં x ના સંદર્ભમાં y માટેની જે સરત આપવામાં આવી છે તે પ્રથમ સમીકરણમાં મૂકી શકાય અને તેના પરથી x માટે ઉકેલી શકાય જો આપણે આ y ની કિંમત ભૂરા સમીકરણમાં મૂકીએ તો તે સમીકરણ કંઈક આ પ્રકારનું દેખાય 5x - 4y પરંતુ હવે y લખવાને બદલે આપણે તેની સરળ લખીશું બીજા સમીકરણમાં આપણને કહેવામાં આવ્યું છે કે y = 2x - 5 છે આ પ્રમાણે અને આ બધાના બરાબર -10 તો હવે આપણી પાસે એક અજ્ઞાત સાથે એક સમીકરણ છે અને આપણે ફક્ત આ x માટે ઉકેલવાનું છે તો હવે આપણે આ સમીકરણનું સાદુંરૂપ આપીએ 5x હવે ધ્યાન રાખો કે આપણની પાસે અહીં -4 છે આપણે આ -4 નું વિભાજન કરવાનું છે તેથી -4 ગુણ્યાં 2x = -8x થશે ત્યાર બાદ -4 ગુણ્યાં 5 = ધન 20 થાય આ પ્રમાણે અને આ બધાના બરાબર -10 હવે આપણે અહીં સજાતીય પદોનો સરવાળો કરી શકીએ આપણી પાસે 5x -8x છે જેના બરાબર -3x થાય -3x + 20 = -10 હવે આપણે x માટે ઉકેલવા બંને બાજુથી 20 ને બાદ કરીએ આપણે ડાબી બાજુથી અને જમણી બાજુથી 20 ને બાદ કરીએ તો આપણી પાસે ડાબી બાજુ ફક્ત -3x બાકી રહે તેથી -3x અને તેના બરાબર -10 ઓછા 20 = -30 થાય હવે આપણે x માટે ઉકેલવા બંને બાજુ -3 વડે ભાગાકાર કરી શકીએ કંઈક આ પ્રમાણે માટે અહીં આ -3 અને આ -3 ઉડી જશે આપણી પાસે ફક્ત x બેક રહે x = -30 ના છેદમાં -3 જેના બરાબર 10 થાય અહીં આ બંને ઋણ કેન્સલ થઇ જશે આપણે હજુ પૂરું નથી કર્યું આપણે અહીં x ની કિંમત શોધી હવે આપણે y માટે ઉકેલવાનું છે આપણે આ બંને માંથી કોઈપણ એક સમીકરણમાં x ની કિંમત મૂકીને y માટે ઉકેલી શકીએ પરંતુ આ બીજો સમીકરણ પહેલેથી જ y માટે ઉકેલીને આપવામાં આવ્યું છે તેથી આપણે તે સમીકરણમાં x ની કિંમત મુકીશું તેથી y = 2 ગુણ્યાં x પરંતુ હવે આપણે અહીં x ની કિંમત મુકીશું જે 10 છે તેથી 2 ગુણ્યાં 10 - 5 માટે y = 2 ગુણ્યાં 10 20 થશે -5 માટે y = 2 - 5 એટલે કે 15 થાય તમે અહીં આ ઉપરના સમીકરણમાં આ બંનેની કિંમત મૂકીને ચકાસી પણ શકો 5 ગુણ્યાં x એટલે કે 5 ગુણ્યાં 10 જે 50 થશે ઓછા 4 ગુણ્યાં y એટલે કે 4 ગુણ્યાં 15 જે 60 થાય અને 50 - 60 ખરેખર -10 થાય આમ અહીં x અને y ની કિંમત આ બંને સમીકરણને સંતોષે છે તો આપણે આપનો જવાબ ટાઈપ કરીને તે સાચો છે કે નહિ તેની ચકાસણી કરી શકીએ તો x = 10 અને y = 15 તેથી x = 10 અને y = 15 તો હવે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે