If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અરીસા માટે મોટવણીનું સૂત્ર

મોટવણીના સૂત્રનો ઉપયોગ કરીને પ્રતિબિંબની ઊંચાઈ અને તેનો પ્રકાર (વાસ્તવિક અથવા આભાસી) કઈ રીતે શોધી શકાય તે સમજીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડીઓમાં આપણે 2 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો લીધો હતો અને આપણે અરીસાની સામે 6 સેમી અંતરે વસ્તુ મૂકી અને તેનું પ્રતિબીંબ ક્યાં રચાશે તે આપણને પૂછ્યું હતું અને તે મેળવવા માટે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કર્યો હતો જે વસ્તુ અંતર પ્રતિબીંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ ધરાવે છે આપણે તેમાં કિંમત મૂકી અને પછી શોધ્યું કે પ્રતિબીંબ અરીસાથી 3 સેમી અંતરે મળે છે આ વિડીઓમાં આપણે પ્રતિબીંબની ઉંચાઈ શોધીશું અને તે વાસ્તવિક પ્રતિબીંબ છે કે આભાસી પ્રતિબીંબ તે પણ શોધીશું હવે આપણે કિરણ આકૃતિ વિના પ્રતિબીંબની ઉંચાઈ શોધવી હોય તો આપણે સુત્રનો ઉપયોગ કરવો પડે આપણી પાસે અહી અરીસાનું સૂત્ર છે પરંતુ તેમાં આપણે જોઈ શકીએ કે ક્યાય પણ ઉંચાઈ જોવા મળતી નથી પ્રતિબીંબ અરીસાથી કેટલા અંતરે દુર છે તે શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ અહી પ્રતિબીંબની ઉંચાઈ શોધવા માટે કઈ આપેલું નથી પ્રતિબીંબની ઉંચાઈ શોધવા માટેનું બીજો એક સૂત્ર છે વસ્તુ અને પ્રતિબીંબની ઉંચાઈ શોધવા માટે બીજું સૂત્ર છે જે કઈક આ પ્રમાણે દેખાશે અને તેને મોટવાનીનું સૂત્ર કહે છે હવે તેને શા માટે મોટવાનીનું સૂત્ર કહેવાય તે પછી સમજીએ તમે અહી સૂત્રમાં જોઈ શકો કે ડાબી બાજુએ ઉંચાઈ એટલે કે h છે hi એ પ્રતિબીંબની ઉંચાઈ અને ho એ વસ્તુની ઉંચાઈ મોટવાનીના સૂત્ર પ્રમાણે આ ઉંચાઈના ગુણોત્તર પ્રમાણે તેમના અંતરનો ઋણ ગુણોત્તર કિંમત મુક્ત પહેલા આપણે એ સમજીએ કે શા માટે તેને મોટવાની કહેવામાં આવે છે સૌ પ્રથમ તમે ફક્ત ડાબી બાજુને ધ્યાનમાં લો આ બાજુને અને અહીં આ ગુણોત્તરને મોટવાની કહે છે આપણે એક ઉદાહરણનો ઉપયોગ કરીને સમજીએ આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે આ ગુણોત્તર 2 હતો હવે તેનો અર્થ શું થાય જો આપણે અહી આની કિંમત 2 લઈએ તો તેનો અર્થએ થશે કે પ્રતિબીંબની ઉંચાઈ એ વસ્તુની ઉંચાઈ કરતા બે ગણી છે પ્રતિબીંબની ઉંચાઈએ વસ્તુની ઉંચાઈ કરતા બે ગણી છે ધારો કે અહી આ ગુણોત્તર 2 હતો તેને 2 લઈએ તો તેનો અર્થ શું થાય જો આપણે અહી આની કિંમત 2 મુકીએ તો તેનો અર્થ એ થશે કે પ્રતિબીંબની ઉંચાઈ એ વસ્તુની ઊંચાઈ કરતા બે ગણી છે તેથી પ્રતિબીંબ એ વસ્તુ કરતા બે ગણું છે જો આ ગુણોત્તર હોય તો પ્રતિબીંબ વસ્તુ કરતા બે ગણું થાય તેથી સંખ્યાને આધારે આપણે કહી શકીએ કે પ્રતિબીંબની ઉંચાઈ કેટલી છે માટે જ આ ગુણોત્તરને મોટવાની કહે છે હવે આ મોટવાનીએ સંજ્ઞા પદ્ધતિ પણ ધરાવે છે જયારે આપણે ઉંચાઈ લઈએ અને જો તે મુખ્ય અક્ષની ઉપરની બાજુએ હોય તો તેને ધન લેવામાં આવે છે અને જો તે મુખ્ય અક્ષની નીચેની બાજુએ હોય તો તેને ઋણ લેવામાં આવે છે આ દાખલામાં M = એટલે કે મોટવાની બરાબર પ્રતિબીંબની ઉંચાઈ એ વસ્તુની ઉંચાઈ કરતા બે ગણી છે વસ્તુની ઉંચાઈ અને પ્રતિબીંબની ઉંચાઈની નિશાની સમાન છે વસ્તુની ઉંચાઈ પણ ધન મળે અને પ્રતિબીંબની ઉંચાઈ પણ ધન મળે જો બંને ધન હોય તો બંનેનો સ્થાન એકજ બાજુએ મળે અથવા પ્રતિબીંબ સીધું મળે અને જયારે પ્રતિબીંબસીધું મળે ત્યારે તે હંમેશા આભાસી પ્રતિબીંબ હોય આ સંખ્યા આપણને માત્ર પ્રતિબીંબની ઉંચાઈ ન દર્શાવે પરંતુ સંખ્યાની નિશાની ને આધારે સમજી શકાય કે તે વાસ્તવિક છે કે આભાસી જો આ નિશાની ધન હોય જેમ કે આ દાખલા પ્રમાણે તો તેનો અર્થ એ થાય કે વસ્તુ ઉંચાઈ અને પ્રતિબીંબ ઉંચાઈ એક જ બાજુએ છે માટે તેનો અર્થ એમ થાય કે તે આભાસી પ્રતિબીંબ છે અહી આ નિશાનીને આધારે તે આભાસી પ્રતિબીંબ છે તેમ કહી શકાય આપણે વધુ એક ઉદાહરણ લઈએ આપણે હવે M = -0.3 લઈએ તેનો અર્થ શું થાય તેનો અર્થ પ્રતિબીંબની ઉંચાઈ બરાબર -0.3 ગુણ્યા વસ્તુની ઉંચાઈ અહી આ ઋણ નિશાની શું દર્શાવે છે પ્રતિબીંબની ઉંચાઈ અને વસ્તુની ઉંચાઈ વિરુધ બાજુએ છે જો આ ધન હોય તો આ ઋણ મળે અને જો આ ઋણ હોય તો આ ધન મળે અહી ઋણ નિશાની દર્શાવે છે કે વસ્તુ અને પ્રતિબીંબ ઉલટાયેલા છે અને આ બાબત વાસ્તવિક પ્રતિબીંબ માટે જ મળશે તો નિશાની ને આધારે આપણે કહી શકીએ કે પ્રતિબીંબ વાસ્તવિક છે કે આભાસી અનેઅહી આ ઋણ નિશાની દર્શાવે છે કે તેનાથી મળતું પ્રતિબીંબ વાસ્તવિક થશે પ્રતિબીંબ વાસ્તવિક મળે અને તે તે પણ દર્શાવે છે કે પ્રતિબીંબ વસ્તુ કરતા .3 જેટલું નાનું છે આ મોટવાનીની નિશાનીને આધારે આપણે કહી શકીએ કે પ્રતિબીંબ વાસ્તવિક છે કે આભાસી અને આ સંખ્યાને આધારે આપણે કહી શકીએ કે વસ્તુની સરખામણીમાં પ્રતિબીંબ કેટલું છે આ ઉદાહરણમાં આપણે તે જ શોધવાનું છે પ્રતિબીંબ કેટલું મોટું છે અને તે વાસ્તવિક છે ક આભાસી આ ઉદાહરણમાં મોટવાનીનું મુલ્ય શું મળે તે શોધીએ હવે આ ઉદાહરણમાં મોટવાનીનું મુલ્ય કઈ રીતે શોધી શકાય હવે તમે અહી જોઈ શકો કે આપણે વસ્તુની ઉંચાઈ જાણતા નથી અને આપણે પ્રતિબીંબની ઉંચાઈ પણ જાણતા નથી આપણે વસ્તુ અંતર પ્રતિબીંબ અંતર અને કેન્દ્ર લંબાઈ જાણીએ છીએ તેથી કઈક રીતે આ મોટવાની અને આ અંતર વચ્ચે સંભંધ હોવો જોઈએ અને તેથી તે સંભંધને આપણે મોટવાનીનું સૂત્ર કહીએ છીએ હવે જો આપણે જમણી બાજુને જોઈએ જે તેમના વચ્ચેનો સંભંધ દર્શાવે છે તેના પ્રમાણે મોટવાની બરાબર પ્રતિબીંબ અંતર અને વસ્તુ અંતરનો ઋણ ગુણોત્તર હું મોટવાનીને hi ભાગ્યા hoને સૂત્રની રીતે નથી સમજતી આપણે તેને નામ આધારે સમજી શકીએ તેથી તેને મોટવાની કહે છે જયારે હું મોટવાનીનું સૂત્ર કહું ત્યારે હું મોતાવની અને વસ્તુ અંતર અને પ્રતિબીંબ અંતર વચ્ચેના સંભંધની વાત કરી રહી છુ આપણે વસ્તુ અંતર અને પ્રતિબીંબ અંતર જાણીએ છીએ અને તેના આધારે આપણે મોટવાનીને શોધી શકીએ અને પછી મોટવાનીને આધારે આપણે મોટવાનીના ગુણધર્મો પણ શોધી શકીએ હવે આપણે મોટવાની શોધીએ તેથી M = આપણે વસ્તુ અંતર અને પ્રતિબીંબ અંતરને નિશાની સાથે મુકવાનું છે આપણે અહી ધ્રુવથી આપત દિશાને ધન લઈએ અહી આપતદિશા જમણી બાજુએ છે એટલે કે જમણી બાજુના બધાજ અંતર ધન થશે અને ડાબી બાજુના બધા અંતર ઋણ થશે વિડીઓ અટકાવીને તમે જાતેજ ઉકેલવાનો પ્રયત્ન કરો તેથી મોટવાની બરાબર ઋણ v ભાગ્યા u અહી v = 3 સેમી છે જે પ્રતિબીંબ અંતર છે પરંતુ પ્રતિબીંબ ઋણ બાજુએ છે એટલે કે તે ઋણ 3 સેમી થશે -3 સેમી ભાગ્યા વસ્તુ અંતર હવે અહી u શું છે u એ વસ્તુ અંતર છે અને તે પણ ઋણ બાજુએ છે એટલે કે તે -6 સેમી થશે અહી સેમી સેમી કેન્સલ થઇ જશે અને આ ઋણની નિશાની પણ કેન્સલ થઈ જશે 3 ભાગ્યા 6 એટલે કે 1 ભાગ્યા 2 મળે તેથી તેના બરાબર -1/2 જેને -0.5 તરીકે પણ લખી શકાય આપણે મોટવાનીનું મુલ્ય શોધી લીધું છે હવે આ મોટવાનીના મુલ્ય ને ઉંચાઈના સ્વરૂપમાં લખીએ તો અહી M = ઋણ 0.5 નો અર્થ શું થાય પ્રતિબીંબ ઉંચાઈ બરાબર -0.5 ગુણ્યા વસ્તુ ઉંચાઈ તે આપણને પ્રતિબીંબની માહિતી આપે છે અહી આ ઋણ નિશાની હોવાથી તે વાસ્તવિક પ્રતિબીંબ છે અને તે ઉલટાયેલું છે અને પ્રતિબીંબની ઉંચાઈ બરાબર 0.5 ગુણ્યા વસ્તુની ઉંચાઈ એટલે કે તે વસ્તુની ઉંચાઈ કરતા અડધું મળે તે ઉલટાયેલું છે અને વસ્તુની ઉંચાઈ કરતા અડધું છે એટલે કે તેની ઉંચાઈ ઓછી છે જો વસ્તુની ઉંચાઈ 10 સેમી હોય તો આ 5 સેમી મળે જો વસ્તુની ઉંચાઈ 20 સેમી હોય તો આ 10 સેમી મળે આપણી પાસે આવી ઘણી બધી માહિતી છે આપણે પ્રશ્નને ઉકેલી લીધો આપણે આ વિડીઓ શું શીખ્યા તે ટુકમાં સમજીએ આને મોટવાનીનું સૂત્ર કહેવાય છે મોટવાનીને પ્રતિબીંબ ઉંચાઈ વસ્તુ ઉંચાઈના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય અને આ મોટવાનીની નિશાની દર્શાવે છે કે પ્રતિબીંબ વાસ્તવિક છે કે આભાસી અને આ સંખ્યા એ પ્રતિબીંબની ઉંચાઈ વસ્તુની ઉંચાઈ કરતા કેટલી છે તે દર્શાવે જો વસ્તુ અંતર અને પ્રતિબીંબ અંતર આપેલું હોય અને મોટવાની શોધવાનું કહ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય આ સૂત્ર કઈ રીતે મળે છે તે જો તમારે જાણવું હોય તો તેનો એક બીજો વિડીઓ છે જે તમે જોઈ શકો.