If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત ઉર્જાનો વ્યાવસાયિક એકમ

ચાલો,વિદ્યુત ઉર્જાના એકમ(કિલોવોટ અવર) જેનો ઉપયોગ આપણે વ્યવસાયમાં કરીએ છીએ તેના વિશે સમજીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને વિદ્યુત ઉર્જા આપવા બાદલ આપણે વીજ કંપની ને રૂપિયા ચૂકવીએ છે જો તમે કદાચ રસીદ જોઈ હોય જે કંઈક આ રીતની દેખાશે તો તમે વાપરેલી દરેક ઉર્જા ના એકમ ની રકમ જોઈ શકો જે અહીં દર્શાવેલ છે પરંતુ આપનો પ્રશ્ન એ છે કે તેઓ ઉર્જા ના એકમ તરીકે શું લે છે શું તેઓ જુલ લે છે અથવા કંઈક બીજું આપણે આ બાબત આ વિડિઓ માં સમજી શું વીજ કંપની ઓ ઉર્જાનું વ્યવહારિક એકમ kwhr લે છે આપણે આ વિડિઓમાં સમજી શું કે kwhr કઈ રીતે મેળવાય છે શા માટે તેઓ ઉર્જા નો પ્રમાણિત એકમ જુલ લેતા નથી આ kwhr શું છે અહીં વૉટ એ પાવર નો એકમ છે અને hr એ સમયનો એકમ છે આપણે ટૂંકમાં પાવર ઉર્જા અને સમય વચ્ચેના સંબંધ ને યાદ કરીએ આપણે અગાઉ ના વિડિઓ માં જોઈ ગયા તે પ્રમાણે કોઈ પણ સાધન વડે વપરાતો પવાર એ તેને વાપરેલી ઉર્જા પ્રતિ સમય છે હવે આપણને અહીં ઉર્જા નો એકમ જોઈએ છે માટે આના પરથી લખી શકાય કે વપરાયેલી ઉર્જા બરાબર પાવર ગુણ્યાં સમય આપણે પાવર ને kw માં લઈએ ધારો કે આપણી પાસે એક સાધન છે અને તેનો પાવર 1 kw છે તેનો પાવર 1 kw છે જો તેને 1 કલાક સુધી ચાલુ રાખીએ આપણે અહીં સમય ને એક કલાક લઈએ તો સાધન વડે વપરાતી ઉર્જા બરાબર અહીં વ્યાખ્યા પ્રમાણે એક kwhr મળે આપણને અહીં 1 kwhr મળે ઉદાહરણ લઈને સમજીએ ધારો કે મારી પાસે એર કંડીશનર છે આ પ્રમાણે નું મારી પાસે એક એર કંડીશનર છે હવે જો આ એર કંડીશનર નું પાવર રૂટિન 1 kw હોય એટલે કે 1000 w હોય અને જો તેને 1 કલાક માટે ચલાઉ રાખીએ 1 કલાક સુધી ચાલુ રાખીએ તો એર કંડીશનર વડે વપરાતી ઉર્જા 1 kwrh મળે તેથી વીજ કંપની તેની માટે 1 યુનિટ વાપરે છે તેના બરાબર 1 યુનિટ માટે જયારે પણ યુનિટ લખીએ તો તે kwhr ને સમાન જ થશે આપણે એક બીજું ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે એક રેફ્રિજરેટર છે આ પ્રમાણે રેફ્રિજરેટર આ તેનો દરવાજો છે અને રેફ્રિજરેટર નો પાવર રેટિંગ 500 w છે 500 w અને આપણે તેને 10 કલાક માટે ચાલુ રાખીએ છે 10 કલાક માટે તો વ્યવહારિક એકમ માં ખર્ચાતી ઉર્જા કેટલી થાય આપણે અહીં આ સમાન બાબત અહીં કરીએ આપણે જાણીએ છે કે ઉર્જા બરાબર પાવર ગુણ્યાં સમય થાય આપણે પાવરને w માં નહિ પરંતુ kw માં ફેરવીને તેની કિંમત મૂકીએ 500 w એ kw નું અડધું થાય kw એટલે 1000 w થાય અને આ તેનું અડધું થશે તેથી E = 0.5 kw અને અહીં સમય 10 કલાક છે તેથી તેના બરાબર 0.5 * 10 એટલે કે 5 મળે 5 kwhr આપણે તેને 5 યુનિટ પણ લખી શકીએ તેના બરાબર 5 યુનિટ વ્યવહારિક રીતે કહી શકાય કે રેફિજરેટર 5 યુનિટ ઉર્જા વાપરે છે અને એર કંડીશનર ૧ યુનિટ ઉર્જા વાપરે છે હવે શા માટે આપણે આ નવા એકમ ની જરૂર પડી શા માટે આપણે જુલ નથી વાપરતા kwhr એકમ વીજ કંપની ઓ ને રકમ નક્કી કરવા માટે સરળ બનાવે છે અને ઉર્જા નો એકમ જુલ ખુબ જ નાનો છે દરેક જુલ માટે રકમ નક્કી કરવી ઘણી મુશ્કેલ બને આપણે કર્મ ચારી ની સેલેરી ને ઉદાહરણ તરીકે લઈને સમજીએ જો તમે કંપની માં કામ કરતા હોવ અને કંપની તમારા કામ કરેલા કલાક ને આધારે તમને સેલેરી આપે છે પરંતુ સમયનો પ્રમાણિત એકમ સેકન્ડ છે દરેક સેકન્ડે કરેલા કાર્ય ને આધારે તેઓ પૈસા નથી ચુકવતા તમે એમ ન કહી શકો કે દરેક સેકન્ડ માટે 1 રૂપિયા ની ચુકવણી કરો તે થોડું વિચિત્ર લાગે કારણકે સેકન્ડ એ સમય નો ખુબ જ નાનો એકમ છે માટે આપણે સમયનો મોટો એકમ લઈએ જે કલાક છે આમ આપણે કહી શકીએ કે મને દર કલાકે 500 રૂપિયા અથવા 1000 રૂપિયા ચૂકવો અને તેજ સમાન બાબત અહીં છે હવે આપણે એ સમજીએ કે જુલ કરતા kw કેટલો મોટો છે આપણે અહીં તેને જુલ માં ફેરવવાની જરૂર છે જુલ માં મેળવવા માટે આપણે પાવર અને સમયનો પ્રમાણિત એકમ મુકવો પડે પવાર નો પ્રમાણિત એકમ વૉટ છે અને સમયનો પ્રમાણિત એકમ સેકન્ડ છે 1 kwhr માં પ્રમાણિત એકમ મૂકીએ અને જોઈએ કે શું મળે છે જો આપણે 1 kwhr લઈએ તેના બરાબર 1000 w થાય અને એક કલાક બરાબર અને હવે સમય ને પ્રમાણિત એકમ માં ફેરવીએ સમયનો પ્રમાણિત એકમ સેકન્ડ છે તેથી એક સેકન્ડ બરાબર 3600 સેકન્ડ 3600 સેકન્ડ અને તેના બરાબર 36 1 2 3 4 5 શૂન્ય 1 2 3 4 5 શૂન્ય જુલ મળે તેના બરાબર 3.6 ગુણ્યાં 5 શૂન્ય અને વધુ 1 એટલે કે 10 ની 6 ઘાટ લખી શકાય આટલા જુલ મળશે અથવા તેના બરાબર 3.6 મિલિયન જુલ પણ લખી શકાય જુલ ની સરખામણી માં આ સંખ્યા ખુબ જ મોટી છે આમ જુલ ની સરખામણી માં વ્યવહારિક એકમ યુનિટ ઘણો જ મોટો છે દર કલાકે વાપરેલી ઉર્જા અથવા દરેક એકમે વાપરેલી ઉર્જા માટે આપની વીજ કંપની કદાચ 3 થી 6 રૂપિયા લે છે તે લગભગ 3 થી 6 રૂપિયા લે છે આ રકમ દરેક સ્થાને બદલાશે તથા તમારા વપરાશ ને આધારે પણ બદલાઈ છે પરંતુ તે આ રકમ ની આસપાસ જ હોય છે આપણે પહેલા જે રસીદ જોય તે ફરીથી જોઈએ અને તમે અહીં દર્શાવેલી કિંમત જોય શકો આ પ્રતિ એકમ ચુકવેલી કિંમત છે અને તેનો એકમ kwhr છે જેને આપણે યુનિટ કહીએ છે તે અચલ રહેતું નથી તે આપણા વપરાશ ને આધારે બદલાઈ છે તેમાં વઢગત થાય છે ઘર વપરાશ ને આધારે અથવા ઇન્ડસ્ટ્રી ને આધારે તે બદલાઈ છે આમ તમે કેટલો વપરાશ કરો છો તે તેના આધારે હોય છે માટે આપણે 3.6*10 ની 6 ઘાટ જુલ માટે 10 કરતા ઓછા રૂપિયા ચૂકવીએ છે શું તમે વિચારી શકો કે તમે એક જુલ માટે કેટલું ચૂકવો છો તે ખુબ જ નાની સંખ્યા થશે માટે આપણે જુલ લઇ શકીએ નહિ આપણે અહીં kwhr લઈએ છે ટૂંકમાં ઉર્જા નો વ્યવહારિક એકમ kwhr છે સામાન્ય રીતે આપણે તેને યુનિટ કહીએ છે ઉર્જા ને kwhr અથવા અથવા યુનિટ માં ગણવી હોય તો આપણે એ ખાતરી કરવી પડે કે પવાર kw માં અને સમય હંમેશા કલાક માં હોવો જોઈએ 1 kwhr બરાબર 3.6 મિલિયન જુલ થાય જયારે પણ આપણે kwhr ને જોઈએ ત્યારે આપણે તેને પાવર નો એકમ સમજીએ છે પરંતુ તે પાવર નો એકમ નથી kw એ પાવર નો એકમ છે અને તેને સમય સાથે ગુણતા તે ઉર્જા નો એકમ બને આથી kwhr એ પવાર નો એકમ નથી