જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ન્યૂટનના પહેલા નિયમની સમીક્ષા

દળ અને વજનના તફાવત સહીત, ન્યૂટનના ગતિના પહેલા નિયમ માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ, અને કૌશલ્યની સમીક્ષા કરો.

મુખ્ય શબ્દ

શબ્દઅર્થ
દળપદાર્થનો દ્રવ્યનો જથ્થો છે, તેનું કદ અથવા પદાર્થ પર લાગતા કોઈ પણ બળથી તે સ્વતંત્ર છે. ભૌતિક પદાર્થનો ગુણધર્મ અને પદાર્થ પ્રવેગને કઈ રીતે અવરોધે છે. SI એકમ kg છે.
જડત્વપદાર્થનું સ્થિર અવસ્થામાં અથવા ગતિમાં રહેવાનું વલણ. આ તેના દળ વડે માપવામાં આવે છે.
વજનપદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ. g ની કિંમત પર આધાર રાખે છે.
બાહ્ય બળબહારની તરફથી પદાર્થ પર લાગતું બળ, પદાર્થની અંદર જે બળો કામ કરી રહ્યા છે તેની વિરુદ્ધમાં.
Fnetપરિણામી બળ, જે બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો છે.

ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ

જો પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે અને ગતિ કરતો હોય તો તેજ દિશામાં સમાન ઝડપે પોતાની ગતિ ચાલુ રાખે છે.

સમીકરણ

સમીકરણસંજ્ઞાનો અર્થશબ્દોમાં અર્થ
Fg=W=mgFg ગુરુત્વાકર્ષણના કારણે લાગતું બળ છે, W વજન છે, m દળ છે, અને g ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની પ્રબળતા (પ્રવેગ) છે જે પૃથ્વીની સપાટી પર 9.8ms2 છે.પદાર્થનું વજન એ ગુરુત્વાકર્ષણના કારણે લાંબા વિસ્તાર પર લાગતું બળ છે. તે દળ અને ગુરુત્વાકર્ષણના કારણે લાગતા પ્રવેગ g ના સમપ્રમાણમાં હોય છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

કેટલાક વિદ્યાર્થીઓ દળ અને વજનમાં મુંઝવણ અનુભવે છે. પદાર્થ કેટલા દ્રવ્યનો બનેલો છે તે દળ છે; તે અચળ છે. પદાર્થનું વજન એ ગુરુત્વાકર્ષણના કારણે પદાર્થ પર લાગતું બળ છે, તેથી g ની સ્થાનીય કિંમત પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, પૃથ્વી કરતા ચંદ્ર પર g ની કિંમત ખુબ જ ઓછી હોય છે, તેથી ત્યાં પદાર્થનું વજન ઓછું હોય છે, પણ દળ બદલાતું નથી.

વધુ શીખો

વજન અને દળ પર વધુ માટે, અમારું આર્ટીકલ વજન શું છે તે વાંચો.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના તમારા કૌશલ્યના કાર્યને ચકાસવા, પરિણામી બળ અને પ્રવેગ શોધવા ન્યૂટનના પહેલા નિયમનો ઉપયોગ કરવાનો મહાવરો ચકાસો.