If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત ભાર વડે ઉદ્દભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય

આ વીડિયોમાં ડેવિડ સમજાવે છે કે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્દભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય અને બિંદુવત વિદ્યુતભાર પરથી વિદ્યુત ક્ષેત્ર શોધવાના કેટલાક પ્રશ્નો ઉકેલે છે. David SantoPietro દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયારે બલ્બના ફિલામેન્ટ વચ્ચેનો વિધુત સ્થિતિમનનો તફાવત 100 v હોય ત્યારે તેમાંથી પસાર થતો વિધુતપ્રવાહ 2A જ જણાય છે ફિલામેન્ટનો અવરોધ શોધો અહીં આપણને અવરોધ એટલે કે r શોધવાનો છે આપણને બલ્બના ફિલમીન્ટ વચ્ચેનો વિધુત સ્થિતિમાનનો તફાવત 100 v આપેલ છે આપણે ધારી લઈએ કે આ બલ્બની ફિલામેન્ટ છે અને બલ્બની ફિલામેન્ટ વચ્ચેના વિધુત સ્થિતિમાનનો તફાવત 100 v છે આથી v = 100 v છે અહીં ફિલામેન્ટ માંથી પસાર થતો વિધુત પ્રવાહ 2 A જણાય છે આથી ફિલામેન્ટ માંથી પસાર થતો વિધુત પ્રવાહ આ રીતે 2 A મળે છે એટલે કે I = 2 A છે આપણને આ ફિલામેન્ટના અવરોધને શોધવાનો છે આથી આપણને અવરોધ વિધુત પ્રવાહ અને વિધુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સબંધ જોઈશે આ સબંધને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ ઓહમના નિયમ પ્રમાણે V = I . R અહીં આપણે કિંમત મૂકીને R ની કિંમત શોધી શકીએ તમે વિડિઓ થોભાવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો અહીં આપણે જાણીએ છીએ કે v = 100 V છે I = 2 A ગુણ્યાં R આપણને શોધવાનો છે હવે આપણે બંને બાજુ 2 A વડે ભાગી લઈએ 2 A અહીં 2 A અને આ 2 A કેન્સલ થઇ જશે આથી R =100 V ભાગ્યા 2 A આપણને 50 V ભાગ્યા A મળે અને આના બરાબર 50 V ભાગ્યા A ને આપણે સામાન્ય રીતે ઓહમ લખીએ છીએ આથી આ આપણને ફિલામેન્ટનો અવરોધ મળે છે જે 50 ઓહમ છે ઈસ્ત્રીના ગરમ ભાગ માંથી 6 A જેટલો વિધુત પ્રવાહ પસાર થઇ રહ્યો છે તે ભાગનો અવરોધ 30 ઓહમ છે તેમની વચ્ચેનો વિધુત સ્થિતિમાનનો તફાવત શું મળે સૌ પ્રથમ તમે વિડિઓ થોભાવીને જે કઈ પણ માહિતી આપેલ છે તેને આધારે આપણે જે શોધવાનું છે તે ઉકેલવાનો પ્રયત્ન કરો અહીં આપણે તેમની વચ્ચેનો વિધુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કહ્યું છે આથી V આપણને શું મળે અને ગરમ ભાગ માંથી 6 A જેટલો વિધુત પ્રવાહ પ્રસાર થઇ રહ્યો છે સૌ પ્રથમ આપણે તે ગરમ ભાગ દોરીએ અને તેમાંથી 6 A જેટલો વિધુત પ્રવાહ પસાર થઇ રહ્યો છે આથી I = 6 A અને તેનો અવરોધ આપણને 30 ફોર્મ આપેલ છે આથી R = 30 ઓહમ આપણને ફરીથી V I અને R વચ્ચેના સંભંધની જરૂર છે આપણે ફરીથી ઓહમના નિયમનો ઉપયોગ કરીએ આથી V = I ગુણ્યાં R આથી V = I આપણને 6 A આપેલ છે ગુણ્યાં R આપણને 30 ઓહમ આપેલ છે આથી V = 6 ગુણ્યાં 30 એટલે કે 180 A ઓહમ અહીં આપણને A ઓહમ મળે છે પરંતુ સામાન્ય રીતે તેને વોલ્ટ લખવામાં આવે છે કારણ કે આ ઓહમના બરાબર V પ્રતિ A થાય છે અને પછી આ A અને આ A કેન્સલ થઇ જશે અને આપણને V મળશે અહીં આપણને એકમ વિશે ચિંતા કરવાની જરૂર નથી વિધુત પ્રવાહ હંમેશા A જ આવે અવરોધ હંમેશા ઓહમમાં જ મળશે અને વોલ્ટેજ હંમશા આપણને વોલ્ટમાં જ મળે આમ જયારે વિધુત પ્રવાહ વોલ્ટેજ અને અવરોધમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હોય અને ત્રીજી વસ્તુ શોધવાની હોય તો આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરી શકીએ.