If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સદિશના ઘટકો (ઉદાહરણ 2)

સલ શોધે છે કે 4 જુદા જુદા સદિશના આપેલા આલેખમાં કયા સદિશ પાસે સમાન x-ઘટક છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેનામાંથી કયા સદીશોનો x ઘટક એ સદિશ a ના ઘટક ને સમાન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીં આ સદિશ એ વેક્ટર a છે આપણેફક્ત તેના x ઘટક પર જ ધ્યાન આપવાનું છે તો હવે તેના x ઘટક વિષે વિચારીએ આપણે અહીં આ બિંદુ થી શરૂઆત કરીએ અને તેની કિંમત -2 છે અને પછી આપણે x = -5 સુધી જઈએ છીએ આ પ્રમાણે તો આ x માં થતો ફેરફાર છે તે x ઘટક એટલે x કમ્પોનન્ટ છે આપણે -2 થી -5 સુધી જઈએ છીએ અને તેની કિંમત 3 જેટલી ઘટે છે x માં થતો ફેરફાર એ -3 છે તે સદિશ a નો x ઘટક છે માટે વેક્ટર a સદિશ a = તેનો x ઘટક -3 છે આપણે y ઘટક પર ધ્યાન નથી આપી રહ્યા પરંતુ y 1 જેટલો ઉપર જાય છે માટે તે -3 , 1 થશે આપણે ફક્ત x ઘટક પર જ ધ્યાન આપીએ છીએ હવે જોઈએ કે બીજા એવા કયા સદીશો છે જેનો x ઘટક -3 છે જો આપણે પ્રારંભિક બિંદુથી શરુ કરીએ અને તેના અંતિમ બિંદુ સુધી જઈએ તો x ની કિંમત 3 જેટલી ઘટે છે આપણે વેક્ટર v થી શરૂઆત કરીએ જો આપણે પ્રારંભિક બિંદુથી શરુ કરીએ અને તેના અંતિમ બિંદુ સુધી જઈએ તો x ની કિંમત 3 જેટલી ઘટે છે x=3 થી શરુ કરીએ છીએ અને પછી આપણે નીચે જઈએ છીએ એટલેકે ફરીથી આપણે 3 જેટલું નીચે ગયા તેનો x ઘટક સમાન છે માટે વેક્ટર b = -3 , કઈક તેથી હું તેને પસંદ કરીશ હવે આપણે વેક્ટર c વિશે વિચારીએ જો આપણે અહીં x =-4 થી શરુ કરીએ તો તે x=-1 સુધી જાય છે આ પ્રમાણે એટલેકે x માં થતો ફેરફાર કઈક આવો હશે તે સમાન છે તેની લંબાઈ 3 છે પરંતુ આપણે 3 જેટલું ડાબી બાજુ એ નથી જઈ રહ્યા જે રીતે આપણે સદિશ a અને b માટે કર્યું હતું આપણે અહીં 3 જેટલું જમણી બાજુએ જઈ રહ્યા છીએ માટે અહીં x માં થતો ફેરફાર એ +3 છે તેથી વેક્ટર c = 3 ,કઈક તો a સદિશ a ને સમાન થશે નહી હવે આપણે વેક્ટર d વિશે વિચારીએ d અહીંથી શરુ થાય છે જ્યાં x ની કિંમત -6 છે અને પછી આપણે x=-9 સુધી જઈએ છીએ ફરીથી આપણે નીચે જઈએ છીએ તો અહીં x માં થતો ફેરફાર એ -3 છે તેનો x ઘટક સમાન છે આમ સદિશ d વેક્ટર d = -3 , કઈક મેં આ બધું શું છે તે શોધ્યું નથી પરંતુ આ પ્રશ્ન માટે મારે તેની જરૂર નથી આમ સદિશ d પાસે પણ સમાન ઘટક છે x ઘટક એ -3 છે અને આપણે અહીં પૂરું કર્યું