If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબ બળ અને સંપર્ક બળ

બળ જે બરફના ટુકડાને પૃથ્વીના કેન્દ્ર તરફ પડતો અટકાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે આપણી પાસે તળાવ પર જામેલો બરફ અથવા કોઈ મોટું તળાવ છે આથી અહીં બરફની ખુબ મોટી સપાટી છે આપણે બરફની લીસી સપાટી દોરવાનો પ્રયત્ન કરીએ અને અહીં બે બ્લોક મૂકીએ ધારો કે એક બરફનો ટુકડો અહીં છે કંઈક આરીતે અને બીજો બરફનો ટુકડો ધારોકે અહીં છે આ રીતે અહીં બંને બરફના ટુકડા સમાન છે અને તે બંનેનું દળ બંનેનું દળ 5 કિગ્રા છે તળાવને અનુલક્ષીને આ બંને વચ્ચેનો તફાવત એ છે કે આ સ્થિર છે અને આ અચલ વેગથી ગતિ કરે છે અચલ વેગથી ગતિ કરે છે તે અચલ વેગથી જમણી દિશા તરફ ગતિ કરે છે ધારો કે જમણી દિશામાં તેનો અચલ પ્રવેગ 5મીટર પ્રતિસેકન્ડ છે અહીં બરફની સપાટી પર બરફનો બ્લોક લેવાનું કારણ એ છે કે આપણે ઘર્ષણને અવગણીએ છીએ ન્યુટનના પ્રથમ નિયત પ્રમાણે તમે આને સ્થિર અથવા 0 જેટલો અચલ વેગ સમજી શકો અથવા કંઈકનો અચલ વેગ છે ન્યુટનના પ્રથમ નિયમ પ્રમાણે તેઓ તેમના અચલ વેગને જાળવી રાખે છે અથવા સ્થિર રહે છે જેનો અચલ વેગ 0 મળે જ્યાં સુધી તેનાપર અસંતુલિત બળ ન લાગે એટલે કે જ્યાં સુધી વસ્તુ પર પરિણમી બળ લાગે છે અહીં આ બંને કિસ્સામાં તેના પર અસંતુલિત બળ લાગતું નથી અથવા ત્યાં કુલ બળ લાગે છે જો તમે આને પૃથ્વીના ઉપર વિચારો તો તે બંને બળ લાગતું બળ મળે તો તેઓ પ્રવેગિત ન હોય તો તેના પર લાગતું બળ પણ ન મળે તે બંને પૃથ્વીની સપાટી પર છે અને બંને દળ ધરાવે છે આથી તે બંને પણ નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળ મળે કંઈક આ રીતે અને નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષ બળ બરાબર પૃથ્વીની સપાટીની નજીક ગુરુત્વીય ક્ષેત્ર જે સદિશ છે ગુણ્યાં દળ અહીં દળ 5 કિગ્રા છે અહીં ગુરુત્વ પ્રવેગ 9 .8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે જો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આના બરાબર 49 કિગ્રા ગુણ્યાં મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મળે જેના બરાબર આપણે ન્યુટન લખી શકીએ આ એક કોયડાની જેમ જ છે ન્યુટનના પ્રથમ નિયમ પ્રમાણે સ્થિર અવસ્થામાં રહેલી વસ્તુ ત્યાં સુધી સ્થિર રહેશે અથવા ગતિમાન વસ્તુ ત્યાં સુધી ગતિમાં રહેશે જ્યાં સુધી તેનાપર અસંતુલિત બળ ન લાગે પરંતુ અહીં જે કઈ પણ આપણે દોર્યું છે તેના આધારે અહીં અમુક પ્રકારનું પરિણામી બળ મળે છે આથી 49 ન્યુટન જેટલું બળ નીચેની તરફ આને ખેંચે છે આપણે જાણીએ છીએ કે તે નીચેની તરફ પ્રવેગતી થશે નહીં કારણ કે ત્યાં બરફ છે તે થીજેલા પાણીના મોટા તળાવ પર છે જો આ જવાબ હોય તો આ બરફના બ્લોકને ગુરુત્વપ્રવેગ સાથે જાળવી રાખવા પરિણામી બળ શું મળે જો આ વસ્તુ મુક્ત પતન અથવા નીચેની તરફ પ્રવેગિત થતી હોય તો શું થાય તમે અનુમાન લગાવી શકો જો તમે આ રીતે અનુમાન લગાવો કે જો આ વસ્તુ મુક્ત પતન કરતી હોય તો બરફ વિરોધી બળ લગાડી શકે અને તેમે સાચા છો બરફ વિરુદ્ધ દિશામાં વિરોધી બળ લગાડે છે આથી આ બળનું ચોક્કસ મૂલ્ય ધરાવતું બળ વિરુદ્ધ દિશામાં કંઈક આ પ્રમાણે મળે આથી બરફનું ચોક્કસ મૂલ્ય ઉપરની દિશામાં મળે છેજો આ બરફના દરેક ટુકડાનું ગુરુત્વાકર્ષણ બળ 49ન્યુટન હોય તો બરફના ટુકડા પર ઉપરની તરફ લગતા બળથી તે પરિણમી બળ બનશે આ બાબતમાં ઉપરની તરફ લાગતું બળ આપણને 49 ન્યુટન મળે છે અહીં શિરોલંબ દિશામાં પરિમાણી બળ નથી વાસ્તવિકમાં કોઈપણ દિશામાં પરિણામી બળ નથી આથી સમક્ષિતિજ વેગ 0 મળે છે અને બંને માંથી કોઈ પણ શિરોલંબ દિશામાં પ્રવેગિત થતા નથી કારણે કે અહીં બ્લોક પર બરફ વડે લાગતું બળ છે બરફ બ્લોકને સમર્થન આપે છે જે સંપૂર્ણ પણે ગુરુત્વપ્રવેગને વિરોધી છે અહીં આ દાખલમાં આ ઉપરની તરફ લગતા બળને નોર્મલ ફોર્સ એટલે કે લંબબળ કહે છે અને અહીં આ લંબબળ છે આપણે પછીના વીડીઓમાં લંબબળ વિશે વધુ માહિતી મેળવીશું લંબ બળ એટલે કે એવું બળ જે સપાટીને લંબ હોય ધારો કે અહીં આપણી પાસે એક ઢોળાવ છે અને તેના ઉપર આપણે એક વસ્તુ મૂકી છે તો આ સપાટી પર લાગતું લંબબળ એ સપાટીને લંબ મળે કંઈક આ રીતે આ મૂળભૂત રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે કે વિધુત ચુંબકીય બળ છે જો આપણે આ બરફના બ્લોકને ઝૂમ કરીને જોઈએ અથવા જો આપણે આ પરમાણુને ઝૂમ કરીને જોઈએ જયારે આ બ્લોક નીચેની તરફ પતન કરશે ત્યારે તે આ અણુ માંથી પસાર થઇ તે બરફમાં રહેલા પાણીના અણુના નજીક આવશે આપણે આ અણુમાંથી પાણીના એક અણુને લઇ સમજીએ ધારો કે આ ઓક્સિજન છે અને તેની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે અને તે મોટી સ્પટિક રચના ધરાવે છે આપણે તેના વિશે કેમિસ્ટ્રીની પ્લેલિસ્ટમાં વધુ સમજીશું અત્યારે આપણે બરફના એક પરમાણુને લઇ સમજીએ અને તે પણ બે હાઇડ્રોજન ધરાવે છે હવે આ બંને વચ્ચે સંકોચન કઈ રીતે થાય અથવા શેના વડે આ બરફનો ટુકડો નીચેની તરફ દૂર સુધી ગતિ કરે તે આ અણુના ઇલેક્ટ્રોનનું આ અણુના ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણથી શક્ય થાય છે જો આપણે ખુબ સુક્ષમ રીતે જોઈએ તો આ સંપર્ક બળ છે પરંતુ આ માઇક્રોસ્કોફિક અથવા આણ્વીય સ્તરે ઇલેક્ટ્રોસ્ટેટિક વિપર્શન છે