If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આ એકમ વિશે

પરિપથ કમ્પ્યુટર, ડિજિટલ કેમેરા, અને વિડીયો ગેમ્સને શક્ય બનાવે છે. આપણે કઈ રીતે જીવીએ છીએ તેમાં ફેરફારના અભૂતપૂર્વ દરને પરિપથ ચલાવે છે. આ વિષયમાં આપણે વિદ્યુત સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેની પાછળના ભૌતિકવિજ્ઞાનને તમે શીખશો.

આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે કઈ રીતે ઓહમનો નિયમ અવરોધ આગળનો વોલ્ટેજ, અવરોધમાંનો વિદ્યુતપ્રવાહ, અને અવરોધને એકબીજા સાથે સંબંધિત કરે છે. તમે એ પણ શીખશો કે સમતુલ્ય અવરોધ બનાવવા માટે કઈ રીતે શ્રેણી અને સમાંતર અવરોધો જોડાય છે. પદાર્થોની અવરોધકતા, અવરોધ વડે ઉપયોગમાં લેવાતો પાવર, તેમજ વોલ્ટમીટર અને એમીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની પણ ચર્ચા થશે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે કેપેસીટર કઈ રીતે વીજભાર અને ઊર્જાનો સંગ્રહ કરે છે. તમે કેપેસિટન્સ, સંગ્રહાયેલી ઊર્જા, સંગ્રહાયેલો વીજભાર, અને કેપેસીટર આગળના વોલ્ટેજ વચ્ચેનો સંબંધ પણ શીખશો. શ્રેણી અને સમાંતરમાં રહેલા કેપેસીટર માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાની રીતની પણ ચર્ચા થશે. અંતે, તમે એ પણ શીખશો કે કઈ રીતે ડાયઇલેક્ટ્રીક વીજભારનો જથ્થો, વોલ્ટેજ, અને કેપેસીટરના કેપેસિટન્સને બદલી શકે.