If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 8: દોલનો અને યાંત્રિક તરંગો

આ એકમ વિશે

આપણે વાતચીત માટે જે કોઈ પણ સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ તેના માટે તરંગ જવાબદાર છે. તમે મોટેથી વાત કરી રહ્યા હોવ, ફોન પર ટેક્સ્ટ લખી રહ્યા હોવ, અથવા ભીડમાં કોઈકને હાથ બતાવી રહ્યા હોવ તેમાં તરંગ પ્રસારણની માહિતી હોય જ છે. આ વિષયમાં તરંગના પાયા વિશે શીખીએ, પછી આ વિષયમાં પ્રકાશ તરંગો વિશે વધુ શીખીએ.

શું તમે કોઈ વાર સ્લિનકી ગાયરેટને આગળ અને પાછળ જતા જોયું છે?આ આવર્ત ગતિ છે (દોલિત ગતિનો વિશિષ્ટ પ્રકાર). આ ટ્યુટોરીઅલમાં, આપણે જોઈશું કે આ પ્રકારના ખ્યાલને કઈ રીતે દર્શાવી શકાય અને કામ કરી શકાય.
આ વીડિયોમાં જયારે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીએ ત્યારે સરળ આવર્ત ગતિ સાથે કઈ રીતે કામ કરવું તે સલ સમજાવે છે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે તરંગની વ્યાખ્યા તેમજ લંબગત અને સંગત તરંગ વચ્ચેનો તફાવત શીખશો તમે તરંગને દર્શાવવા માટે ઉપયોગી પાયાના શબ્દોની વ્યાખ્યા પણ શીખશો; કંપવિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, અને તરંગલંબાઈ.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે ધ્વનિ તરંગનો કંપવિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, અને તરંગલંબાઈની આકૃતિમાં વ્યાખ્યાની સાથે, ધ્વનિ તરંગોનું પ્રસારણ આકૃતિમાં જોશો. તમે એ પણ શીખશો કે ધ્વનિની ઝડપ માધ્યમની લાક્ષણિકતાઓ પર આધાર કઈ રીતે રાખે છે. મેચ નંબર કઈ રીતે ધ્વનિ તરંગ કરતા વધુ ઝડપી છે તે બતાવે એ પણ તમે જોશો. તેમજ, ડેસીબલ માપક્રમ, ધ્વનિ શા માટે સોફ્ટ થાય છે, અને અલ્ટ્રાસાઉન્ડ મેડિકલ ઈમેજીંગ કઈ રીતે કામ કરે છે તે પણ શીખશો.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે ગતિ કરતો ધ્વનિનો સ્ત્રોત્ર અથવા ગતિ કરતા ધ્વનિના પરખયંત્રની માપયેલી આવૃત્તિમાં ડોપ્લર અસરના કારણે ફેરફાર કઈ રીતે થાય છે. તમે એ પણ શીખશો કે ગતિ કરતો ધ્વનિનો સ્ત્રોત્ર અથવા ગતિ કરતા ધ્વનિના પરખયંત્ર સાથે કામ કરતી વખતે ડોપ્લર અસરના સૂત્રનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરાયેલી આવૃત્તિને કઈ રીતે ગણવી.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે સ્થિત તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે તેમજ ખુલ્લી ખુલ્લી નળી અથવા ખુલ્લી બંધ નળીમાં ઉત્પન્ન થતા સ્થિત તરંગોના જુદા જુદા હાર્મોનિકની આવૃત્તિ અને તરંગલંબાઈ કઈ રીતે નક્કી કરી શકાય.