If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 13: ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્ર, અને ફેરેડેનો નિયમ

આ એકમ વિશે

ચુંબકીય ક્ષેત્ર ઘણા ઉપયોગી છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને સૂર્યમાંથી આવતા નુકશાનકારણ વિકિરણોથી બચાવે છે, ચુંબકીય ક્ષેત્ર આપણને MRI નો ઉપયોગ કરીને તબીબી સમસ્યાઓનું નિદાન કરવા દે છે, અને ચુંબકીય ક્ષેત્ર મોટા ભાગના પાવર પ્લાન્ટમાં વિદ્યુત પાવર ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય ઘટક છે. તમે આ વિષયમાં બળ, ક્ષેત્ર, અને નિયમો વિશે શીખશો જે અર્થપૂર્ણ છે અને ઘણી બધી ઉપયોગીતાઓને શક્ય બનાવે છે.

આ વિડીયો અને આર્ટિકલમાં તમે શીખશો કે ચુંબકીય બળનું મૂલ્ય કઈ રીતે વિદ્યુતભાર, વેગ, અને ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. ચુંબકીય બળની દિશા નક્કી કરવા માટે જમણા હાથના નિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ તમે શીખશો. અંતે, વિદ્યુતપ્રવાહ ધારિત તાર પર ચુંબકીય બળ કઈ રીતે નક્કી કરી શકાય તે સમજાવવામાં આવ્યું છે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે તાર પરથી અંતર અને વિદ્યુતપ્રવાહને આધારે લાંબા સુરેખ તાર વડે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે. તમે એ પણ શીખશો કે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના નિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. બે વિદ્યુતપ્રવાહ ધારિત તાર વચ્ચે ચુંબકીય ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર વડે ગતિ કરતા તારમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહ વિશે પણ ચર્ચા કરીશું.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે વિદ્યુત મોટર કઈ રીતે ચુંબકીય બળ પર આધાર રાખે છે જે ટૉર્ક ઉત્પન્ન કરે છે જેના કારણે તારનું ગુંચળું ભ્રમણ કરે છે. તમે એ પણ શીખશો કે કમ્યૂટેટર કઈ રીતે વિદ્યુતપ્રવાહની દિશાને બદલે છે, જેના કારણે મોટર ફરવાનું ચાલુ રાખે છે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે ચુંબકીય ફ્લક્સ કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા, ક્ષેત્રફળ, અને ખૂણા પર આધાર રાખે છે. તમે એ પણ શીખશો કે કઈ રીતે ફૅરૅડેનો નિયમ દર્શાવે છે કે બદલાતું ચુંબકીય ફ્લક્સ વિદ્યુતપ્રવાહ પ્રેરિત કરી શકે. લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને તને કઈ રીતે પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા શોધી શકો એ પણ બતાવવામાં આવશે. ફૅરૅડેનો નિયમ અને લેન્ઝના નિયમને કઈ રીતે લાગુ પાડી શકાય એ બતાવતા પ્રશ્નો પણ ઉકેલવામાં આવ્યા છે.